________________
અધ્યાત્મસાર
(૩) નાના દોષ – નાના એટલે વિવિધ પ્રકારના દોષોનું ચિંતન તે કરે છે. પ્રત્યેક પાપમાં તે વિધવિધ પ્રકારની યુક્તિપ્રયુક્તિ કરતો હોય છે.
(૪) આમરણ દોષ – એટલે મૃત્યુ થઈ જાય ત્યાં સુધીનો દોષ. કેટલાક એવા ઝનૂને ચડતા હોય છે કે “કાં તો મારું અને કાં તો મરું'. બીજાનું મૃત્યુ થાય ત્યાં સુધી એ પાપ આચરવાનું છોડે નહિ. એથી એને અરેરાટી ન થાય. બીજી બાજુ પોતાનું મૃત્યુ થાય તો એની એને પરવા નથી રહેતી.
(૫) અયમાનતા – પાપ કરીને તે માટે અભિમાન કરવું, રાજી થવું. પોતાનામાં જ આવું કરવાની હિંમત છે, બીજા બધા નમાલા છે : એવા વિચારો સેવવા.
(૬) નિર્દયતા – પાપ કરતી વખતે પાછું વાળીને તે જોતો નથી. હિંસા, ચોરી વગેરેથી સામા માણસની અને એના કુટુંબના સભ્યોની જિંદગી પાયમાલ થઈ જશે એવો વિચાર સુદ્ધાં એને આવતો નથી. એનામાં એટલી બધી નિર્દયતા હોય છે.
(૭) અન્ અનુશય – અનુશય એટલે પશ્ચાત્તાપ. અનrશય એટલે પશ્ચાત્તાપ ન થવો. કેટલાક લોકો પાપ કર્યા પછી પસ્તાતા હોય છે. કેટલાક પાપથી પોતાને નુકસાન થયું હોય તો જ પસ્તાય છે, કેટલાક પોતાને નુકસાન ન થયું હોવા છતાં પસ્તાતા હોય છે, પરંતુ રૌદ્રધ્યાની તો પોતાને નુકસાન થાય તો પણ પસ્તાતો નથી.
(૮) બીજાના દુઃખમાં પોતાનું ગૌરવ કે બહુમાન સમજે. પાપ કરીને માણસ અભિમાન કરે એટલું જ નહિ બીજાને જેમ વધારે દુ:ખ પડે તેમ તે પોતે વધુ ખુશી અનુભવે છે.
આમ, રૌદ્રધ્યાનીનાં અહીં આ કેટલાંક લક્ષણો આપવામાં આવ્યાં છે. આ તો હજુ સ્થૂલ પાપ કરતાં પહેલાં મનમાં ચલાવેલી અશુભ વિચારધારા છે. એટલાથી પણ કેવા કેવા ભયંકર કર્મબંધ થાય છે ! હિંસાદિ પાપ કર્યા પછીના કર્મબંધની તો વાત જ શી ! એટલે જ કહેવામાં આવ્યું છે કે ડાહ્યા માણસોએ નરકગતિનાં દુઃખો આપનારા આવા પ્રકારનાં રૌદ્રધ્યાનથી બચવું જોઈએ. પોતાના ચિત્તમાં જો રૌદ્રધ્યાન થાય તો એને અટકાવી દેવું જોઈએ અને એ માટે પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત કરી લેવા જોઈએ.
[૫૯૪ મતે રૂમે ધ્યાને ફુરત્તે વિરસંતુને !
प्रशस्तं तु कृताभ्यासो ध्यानमारोढुमर्हति ॥१७॥ અનુવાદ : આ (બે) અપ્રશસ્ત ધ્યાન દુરન્ત અને ચિરપરિચયવાળાં હોવાથી પ્રશસ્ત ધ્યાનમાં અભ્યાસ કરીને આરૂઢ થવું યોગ્ય છે.
વિશેષાર્થ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ છે. તે અપ્રશસ્ત છે એટલે પ્રશંસા કરવાપાત્ર નથી. જીવને ચિરકાળથી આ બે ધ્યાનનો ગાઢ પરિચય રહેલો છે અને એથી જ તે વર્તમાન સમય સુધી સંસારમાં ભટકતો આવ્યો છે. આ બે ધ્યાન એવાં છે કે તે માટે જીવને પુરુષાર્થ કરવો પડતો નથી.
વેરતિ, કષાય અને પ્રમાદને કારણે એ બે ધ્યાન જીવને વળગેલાં જ રહે છે. તે ધ્યાન દુરંત છે એટલે કે એનો અંત લાવવાનું કઠિન છે. જીવ જ્યાં સુધી સાચી દિશામાં સમજપૂર્વક મોટો
૩૪૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org