________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
વિશેષાર્થ : જેમ આર્તધ્યાની વ્યક્તિમાં અશુભ લેશ્યાઓ હોય છે તેમ રૌદ્રધ્યાની વ્યક્તિમાં પણ કઈ કઈ અશુભ લેશ્યાઓની શક્યતા હોય છે તે વિશે અહીં દર્શાવવામાં આવ્યું છે.
આર્તધ્યાનની જેમ રૌદ્રધ્યાન પણ અશુભ હોવાથી તે ધ્યાનવાળી વ્યક્તિમાં અશુભ લેશ્યાઓ જ સંભવી શકે. એ ત્રણ લેશ્યાઓ કાપોત, નીલ અને કૃષ્ણ છે. આ લેશ્યાઓ તીવ્રતાના અનુક્રમે હોય છે.
લેશ્યા કર્મજન્ય પુદ્ગલ પરિણામ છે. જેવા વર્ણનાં એટલે કે રંગનાં પુદ્ગલો હોય તેવા પ્રકારના ભાવો જીવમાં હોય છે. રૌદ્રધ્યાની વ્યક્તિઓમાં હિંસા, ચોરી, જૂઠાણું વગેરેના તીવ્ર ભાવો હોય છે. એટલે તેઓનીલેશ્યા પણ એ પ્રકારની હોય છે.
આર્તધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ પ્રકારની અશુભ લેશ્યાઓ હોય છે. તેવી જ રીતે એ ત્રણ અશુભ લેશ્યાઓ રૌદ્રધ્યાનીમાં પણ હોય છે. પરંતુ ફરક એ છે કે રૌદ્રધ્યાનીમાં તે લેશ્યા અત્યંત તીવ્ર સંકલેશવાળી હોય છે. શ્રેણિક મહારાજામાં કોણિક ઉપરના દ્વેષને લીધે હિંસાનુબંધી રૌદ્રધ્યાનને કારણે તીવ્ર સંકલેશવાળી કૃષ્ણ લેશ્યા ઉદ્ભવી હતી.
[૫૯૨] ઉત્પન્નવદુોષત્વ નાનામારશેષતા । हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाऽघं स्मयमानता ॥ १५ ॥
[૫૯૩] નિયાનનુશી બહુમાન: પાપવિ।
लिंगान्यत्रेत्यदो धीरैस्त्याज्यं नरकदुःखदम् ॥१६॥
અનુવાદ : હિંસાદીની પ્રવૃત્તિમાં ઉત્પન્ન (સતત), બહુદોષત્વ, નાનાવિધ, આમરણદોષ, પાપ કરીને હર્ષાભિમાન કરવું, નિર્દયતા, પશ્ચાત્તાપ-રહિતતા (અન્ + અનુશય), બીજાના દુઃખમાં અભિમાન – એ એનાં (રૌદ્રધ્યાનનાં) લિંગો છે. ધીર પુરુષે નકનું દુઃખ આપનારાં એનો (લિંગોનો) ત્યાગ કરવો.
વિશેષાર્થ : આ બે શ્લોકમાં રૌદ્રધ્યાની કેવો હોય તેનો ચિતાર આપવામાં આવ્યો છે. રૌદ્રધ્યાનીને ઓળખવા માટે અથવા પોતાનામાં રૌદ્રધ્યાન છે કે નહિ તે જાણવા માટે રૌદ્રધ્યાનીનાં કેટલાંક લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. એવું ન સમજવું કે રૌદ્રધ્યાનીનાં આટલાં જ લક્ષણો હોય. આ તો નમૂનારૂપ મોટાં લક્ષણો છે. રૌદ્રધ્યાન વિશે અહીં ‘હિંસાદિ' શબ્દ પ્રયોજાયો છે, એટલે હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ વગેરેને લગતાં પાપોનો વિચાર પણ એમાં આવી જાય છે. રૌદ્રધ્યાનીનાં અહીં જે લક્ષણો આપ્યાં છે તે નીચે પ્રમાણે છે :
–
(૧) ઉત્પન્ન દોષ – ઉત્સન્ન એટલે સતત અથવા વારંવાર. રૌદ્રધ્યાનીને હિંસા વગેરે પાપના વિચારો એકવાર નહિ પણ વારંવાર, સતત આવ્યા કરતા હોય છે.
(૨) બહુલ દોષ – માત્ર એક વાતમાં જ નહિ, ઘણી વાતમાં ઘણા દોષ તે ચિંતવતો હોય છે. અહીં દોષનો જથ્થો લેવાનો છે.
Jain Education International_2016_05
૩૪૧
For Private
Personal Use Only
www.jainelibrary.org