________________
અધ્યાત્મસાર
હિંસા, ચોરી વગેરે પોતે કરવાં અને બીજા દ્વારા કરાવવાં એ પાપરૂપ છે એમ સમજવાનું અઘરું નથી, જો કે કેટલાક લોકોને તો એ પણ સમજાતું નથી. એટલું ગાઢ એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ હોય છે. પરંતુ અનુમોદનાથી થતાં પાપની સૂક્ષ્મ સમજણ બહુ ઓછામાં હોય છે. યુદ્ધ ચાલતું હોય અને દુશ્મન દેશના સૈનિકોની ખુવારીનો આંકડો મોટો આવે તો મનથી રાજી થવાય, પ્રતિસ્પર્ધી વેપારીને ત્યાં ચોરી થઈ હોય, આગ લાગી હોય કે આવકવેરાની ધાડ પડી હોય તો મનમાં ખુશ થવાય, ખોટું કરનાર કોઈકને તકલીફ થઈ તો “બહુ સારું થયું, એ જ દાવનો તે છે. કુદરતે એને બરાબર પાઠ ભણાવ્યો' એમ બોલીને રાજી થવાય-આવા આવા અનેક કિસ્સાઓમાં, ક્યારેક તો વગર લેવેદેવે અનુમોદના થયા કરે તો તે દોષરૂપ છે, પાપરૂપ છે એમ સમજવું જોઈએ. વર્તમાન સમયમાં તો હત્યા, ચોરી, લૂંટ, બળાત્કાર, હડતાલ વગેરેની એટલી બધી ઘટના વિશે સવારના પહોરમાં છાપાંઓમાં વાંચતાં કેટલાયે લોકોનાં ચિત્તમાં રૌદ્રધ્યાનના અશુભ અધ્યયવસાયો ઉદ્ભવતા રહે છે. ક્યાંક અન્યાયી માગણી હોય તો આવા લોકોને તો ગોળીએ વીંધી નાખવા જોઈએ—એવા એવા પ્રકારના આક્રોશયુક્ત અશુભ અધ્યવસાયો કેટલાકના ચિત્તમાં થતા હોય છે. સૂક્ષ્મ સમજ ધરાવનારે એમાંથી બચવા જેવું છે.
આવા પ્રકારનું રૌદ્રધ્યાન ક્યા જીવો કરે ? શાસ્ત્રકારો કહે છે કે દેશવિરતિ ગુણસ્થાનક સુધીના જીવો આવું રૌદ્રધ્યાન સેવતા હોય છે. મિથ્યાષ્ટિવાળા અજ્ઞાની જીવો તો સમ્યક્ શ્રદ્ધાના અભાવે રૌદ્રધ્યાન કરતા હોય જ છે, પરંતુ સમ્યગદષ્ટિ અવિરતિ કે દેશવિરતિવાળા જીવો પણ આવું રૌદ્રધ્યાન કરતા હોય છે. કોઈકને પ્રશ્ન થાય કે શું સમ્યગૃષ્ટિવાળા જીવો રૌદ્રધ્યાન સેવી શકે ? તો એનો ખુલાસો એ છે કે દેશવિરતિ ગુણસ્થાનક સુધીના જીવોને આવું ધ્યાન હોઈ શકે. ભગવાનનાં વચનોમાં શ્રદ્ધા હોવાને કારણે આવું ધ્યાન ન સેવવું જોઈએ એમ તેઓને સમજાતું હોવા છતાં ચારિત્ર મોહનીય કર્મને કારણે આવું રૌદ્રધ્યાન તેમનાથી થઈ જાય છે. આવા ધ્યાન વખતે જો તેઓ એમાં રસપૂર્વક રાચવા લાગે તો પોતાનું સમ્યગ્દર્શન ગુમાવીને મિથ્યાષ્ટિ પણ બની જાય.
કોઈને પ્રશ્ન થાય કે જો રૌદ્રધ્યાન પાંચમા ગુણસ્થાનક દેશવિરતિ પર્યત જ હોય, તો શું સર્વવિરતિધર સાધુ મહાત્માઓને રૌદ્રધ્યાન હોઈ જ ન શકે ? ના, સામાન્ય રીતે તો પંચમહાવ્રતધારી સાચા સાધુઓને રૌદ્રધ્યાન ન હોઈ શકે, પણ જેઓ માત્ર વેશથી જ સાધુ છે, માત્ર દ્રવ્યલિંગી જ છે તેઓને કોઈક પ્રસંગે રૌદ્રધ્યાન હોઈ પણ શકે છે. સર્વવિરતિધર ભાવલિંગી મહાત્માઓને ક્યારેય રૌદ્રધ્યાન ટકી ન શકે. તેઓની જાગૃતિ એટલી બધી હોય છે કે તત્ક્ષણ તેમાંથી તેઓ પશ્ચાત્તાપપૂર્વક નિવૃત્ત થઈ જાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. પોતે કાઉસગ્ગ ધ્યાનમાં હોવા છતાં આર્તધ્યાનમાંથી ક્રૂર હિંસાના રૌદ્રધ્યાનની ધારાએ ચડી ગયા. પરંતુ પોતે તરત જાગૃત થઈ ગયા, શુભધ્યાનની ધારાએ ચડી ગયા એટલું જ નહિ શુકલ ધ્યાનમાં આવી ગયા અને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા. [૫૯૧] પોતની«MIIનાં નેથનામત્ર સંભવ:.
अतिसंक्लिष्टरूपाणां कर्मणां परिणामतः ॥१४॥ અનુવાદ : અહીં (રૌદ્રધ્યાનમાં) અત્યંત સંક્લિષ્ટ રૂપનાં કર્મોના પરિણામને લીધે કાપો, નીલ અને કૃષ્ણ લેશ્યાઓ સંભવે છે.
૩૪૦
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org