________________
અધ્યાત્મસાર
ઊઠે. (જેમ યતિઓ માટે સ્ત્રીનાં સ્થાનો વર્ય છે તેમ સાધ્વીઓ માટે પુરુષોનાં સ્થાનો વજર્ય ગણાયાં છે.) તેવી રીતે પશુ હોય, નપુંસકો હોય અથવા જુગારી, પાપાચારી, દુઃશીલ માણસો વસતા હોય ત્યાં યતિઓએ—સાધુસાધ્વીઓએ ન રહેવું જોઈએ. ચિત્તના વિક્ષેપનાં, અશુભ અધ્યવસાયનાં નિમિત્તો ત્યાં વારંવાર ઉપસ્થિત થતાં હોય છે. વળી પોતાના પૂર્વના અશુભ સંસ્કારો જો હોય તો તે જાગૃત થવાના ત્યાં કારણો રહે છે. ગૃહસ્થજીવનમાં પણ સારા પડોશમાં રહેવાથી સમગ્ર કુટુંબને લાભ છે અને નઠારા પડોશમાં રહેવાથી નઠારી સોબત થાય છે, જે સરવાળે હાનિકારક છે. એવી રીતે સાધકો માટે સાધનાને અનુકૂળ એકાંત એવાં શાન્ત, નિરુપદ્રવી, પ્રેરક, પોષક સ્થાન હોવાં જોઈએ. આમ જો સાધુઓ માટે માત્ર રહેઠાણની દૃષ્ટિએ પણ સ્થાનની યોગ્ય પસંદગી થવી જોઈએ, તો પછી ધ્યાન ધરવા માટે તો સવિશેષ અનુકૂળ સ્થળ હોવું જોઈએ. સાધનાના આરંભકાળમાં યોગ્ય, અનુકૂળ અને પ્રેરક સ્થળની આવશ્યકતા સવિશેષ છે, કારણ કે કેટલીકવાર સાધકને પોતાને ખબર પણ ન પડે કે ધ્યાન માટેનો પોતાનો રસ કેમ ઊડી ગયો છે, અથવા ધ્યાન માટે પોતાને કેમ વિક્ષેપ થાય છે અથવા ધ્યાનમાં શા માટે પોતાને બરાબર સિદ્ધિ નથી મળતી ?
આરંભનાં વર્ષો માટે આવી બધી સાવચેતી અત્યંત આવશ્યક છે. ધ્યાન-માર્ગમાં ઠીક ઠીક આગળ વધ્યા પછી આ જ વસ્તુઓનો નવા સંદર્ભમાં નવી રીતે વિચાર કરી શકાય છે. હવે પછીના શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ તે વિશે કહે છે. [૬૦] સ્થિરથી તુ પ્રામે વિશેષ: વાનને વા
तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः ॥२७॥ અનુવાદ : સ્થિર યોગવાળાને તો ગામમાં, જંગલમાં કે ઉપવનમાં કોઈ વિશેષતા નથી. જ્યાં સમાધાન (સમાધિ) રહે તે પ્રદેશ યોગ્ય મનાય છે.
વિશેષાર્થ : હવે પોતાના ધ્યાનયોગમાં જેઓ સ્થિર થયા છે તેમને વિશે આ શ્લોકમાં નિર્દેશ છે. ચિત્તની ચંચલતા એક દિવસમાં જતી નથી. સ્થિરતા મેળવતાં ઠીક ઠીક સમય લાગે છે. કેટલાકને તો વર્ષોનાં વર્ષો લાગે છે. આરંભના વખતમાં તો સ્થિરતા આવે અને જાય એવા અનુભવો થાય છે. પ્રારંભ દશાના સાધક માટે તો ધ્યાનમાં બેઠા પછી નિશ્ચિત કરેલા પોતાના વિષયમાં મન એક મિનિટ પણ સ્થિર રહેતું નથી, ક્રમે ક્રમે વારંવાર મહાવરાથી ચિત્ત એક જ વિષયમાં ધીમે ધીમે સ્થિર થવા લાગે છે. ચિત્ત બીજા વિષયમાં ચાલ્યા ગયા પછી થોડી વહેલી કે મોડી સભાનતા આવે છે અને એ અન્ય વિષયમાંથી ચિત્તને નિવૃત્ત કરી પોતાના વિષયમાં ફરી પાછું કેન્દ્રિત કરવું પડે છે. આ સભાનતા અને સતત જાગૃતિથી ચિત્તને અન્ય વિષયમાં જતું તરત રોકી શકાય છે. માણસની શ્રદ્ધા અને દઢ મનોબળપૂર્વક પોતાના વિષયમાં જેટલી રૂચિ રહે તેટલી એકાગ્રતા અને સ્થિરતા વધે છે. આવું જયારે થાય છે ત્યારે બહારનાં કારણો તેને હવે વિક્ષેપ કરતાં નથી. ગૃહસ્થના વ્યવહારજીવનમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાક માણસોને પોતાની મનગમતી પ્રવૃત્તિમાં કોઈ વ્યવધાન નડતું નથી. ક્યારેક તો એની એને ખબર પણ પડતી નથી. વેપારી નાણાં ગણતો હોય, ચિત્રકાર, શિલ્પી, સુવર્ણકાર વગેરે પોતાની કલાકૃતિ તૈયાર કરવામાં મગ્ન હોય, ચેસ, પત્તાં, ક્રિકેટ, ટેનિસ વગેરેના ખેલાડીઓ રમત રમતાં હોય, નૃત્યાંગના
૩૫૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org