________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
નૃત્ય કરતી હોય, કામીજન કામભોગમાં પ્રવૃત્ત હોય વગેરે અનેક વિવિધ પ્રકારની ક્રિયાઓમાં માણસનું ચિત્ત એટલું બધું પરોવાઈ જાય છે કે આસપાસ શું થાય છે એની એને ખબર પડતી નથી. રસ અને રૂચિની જેટલી પ્રબળતા તેટલી એકાગ્રતામાં તીવ્રતા આવે છે. આવી એકાગ્રતાના મહાવરાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે.
આવી જ રીતે સંયમી યોગીઓનું મન. એક વખત પોતાના વિષયમાં રસ, રુચિ, શ્રદ્ધા અને બળથી ધ્યાન ધરવામાં લાગી જાય છે તો તેમાં પણ અનુક્રમે સ્થિરતા આવી જાય છે. પછી એવા ધ્યાનયોગીઓ માટે અનુકૂળ સ્થાનનો પ્રશ્ન રહેતો નથી. પછી નાનું ગામ હોય કે મોટું નગર હોય, જંગલ હોય કે ઉપવન હોય, કોઈપણ સ્થળે તેઓ તરત ધ્યાન ધરવા બેસી શકે છે. તેમને માટે સ્થળની કોઈ પ્રતિકૂળતા રહેતી નથી. [૬૦૫] ચત્ર યોગાસમાથાનં ત્નોર્પષ્ટ સ વ દિ
दिनरात्रिक्षणादीनां ध्यानिनो नियमस्तु न ॥२८॥ અનુવાદ : જેમાં યોગનું સમાધાન થાય (સ્થિરતા પ્રાપ્ત થાય) તે જ કાળ ઈષ્ટ છે. ધ્યાનીને દિવસ, રાત્રિ કે ક્ષણનો કોઈ પણ નિયમ નથી.
વિશેષાર્થ : ધ્યાનએ ધ્યાન ધરવા ક્યારે બેસવું ? ધ્યાન-યોગની શરૂઆત કરનાર માટે વિચારીએ તો એણે એવા સમયે ધ્યાન ધરવા બેસવું જોઈએ કે જયારે વિક્ષેપ ન થવાનો હોય કે આસપાસ ઘોંઘાટ ન હોય. વાતાવરણમાં શીતલતા હોય, પોતાના હૃદયમાં ઉલ્લાસ હોય ને શરીર થાકેલું ન હોય, વહેલી સવારનો, બ્રાહ્મમુહૂર્તનો સમય એ માટે શ્રેષ્ઠ ગણાયો છે. તેવી જ રીતે રાત્રે દસ-અગિયાર વાગ્યા પછીનો સમય પણ શાન્તિનો હોય છે. ભોજન પછીના તરતના કાળમાં નિદ્રા-ઝોકાં આવવાનો સંભવ રહે છે. શરીરના આવેગો – ભૂખ - તરસ, લઘુશંકા, ગુરુશંકા વગેરેની નિવૃત્તિ પછી ધ્યાન માટે બેસવું જોઈએ. ધ્યાન ધરવા માટે ક્યો સમય પોતાને અનુકૂળ છે એ દરેક સાધકને પોતપોતાના અનુભવથી સમજાય છે. એવા અનુકૂળ, પ્રેરક, પ્રોત્સાહક કાળમાં ધ્યાન ધરવાથી વધતી જતી એકાગ્રતા જયારે સ્થિરતા સુધી પહોંચે છે ત્યારે કાળની પ્રતિકૂળતાનાં બંધનો ઓછાં થતાં જાય છે. પછી તો ધ્યાનની એવી લગની લાગે છે કે દિવસે કે રાત્રે જ્યારે જેટલો અવકાશ મળે ત્યારે તે પ્રમાણે એ ધ્યાન ધરવા બેસી જાય છે અથવા વધારે સારી ને સાચી રીતે કહીએ તો તે ધ્યાનમાં એટલે કે યોગસમાધિમાં સરી પડે છે. એટલે ધ્યાનીને માટે કાળનો કોઈ નિયમ કે બંધન રહેતાં નથી. વળી શરીરના આવેગો પણ ત્યારે કુદરતી રીતે જ શાન્ત થઈ જાય છે. [૬૦] વૈવાવસ્થા વિતા ગાતુ ન ચાર્ટીનોપથતિનો !
तथा ध्यायेन्निषण्णो वा स्थितो वा शयितोऽथवा ॥२९॥ અનુવાદ : જે અવસ્થા જીતેલી છે તે ધ્યાનનો ઉપઘાત કરનારી થતી નથી. તે પ્રમાણે (તેવી અવસ્થામાં) બેઠાં બેઠાં, ઊભા રહીને કે સૂતાં સૂતાં ધ્યાન કરવું.
વિશેષાર્થ : ધ્યાન ધરવા માટે કેવી રીતે બેસવું? ધ્યાનની પ્રક્રિયા શીખનાર માટે આ પ્રશ્ન મહત્ત્વનો
૩૫૧ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org
Intiemational 2010_05