________________
અધ્યાત્મસાર
છે. જ્યાં સુધી શરીરની સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનની સ્થિરતા આવે નહિ. ધ્યાન ધરવા બેઠા હોઈએ પણ આસન ઊંચુંનીચું હોય અથવા નીચે કાંકરો આવી ગયો હોય તો તે ખૂંચે અને વારંવાર મન ત્યાં જાય. કેટલાકની શારીરિક પ્રવૃતિ એવી હોય કે અમુક રીતે બેસતાં પગે ખાલી ચડી જાય, અથવા ઘૂંટણ દુ:ખવા આવે, કેટલાકથી નીચે પલાંઠી વાળીને બેસી શકાય જ નહિ. એટલે પોત અનુકૂળતા પહેલી જોવી જોઈએ. શરીર સારું હોય અને પગ વળી શકતા હોય તો પદ્માસન કે વીરાસન ઉત્તમ આસન ગણાય છે. એથી ઇન્દ્રિયો સંયમમાં રહે છે અને મન શાંત બની ધ્યાનમાં એકાગ્ર થાય છે. પરંતુ એવી અનુકૂળતા ન હોય અથવા એ આસનમાં વધારે વખત ટકી ન શકાતું હોય તો અર્ધપદ્માસન અથવા પલાંઠી વાળીને બેસવું વધુ અનુકૂળ છે. એમાં ખલેલ વિના આરામથી વધુ સમય બેસી શકાય છે. એટલે જ એને સુખાસન કહેવામાં આવે છે. આ આસનમાં સાધક ઘણો વધારે સમય બેસી શકે છે.
ધ્યાન ધરતી વખતે પગ ઉપરાંત હાથની અવસ્થા પણ સાધકે પોતાની શારીરિક અનુકૂળતા પ્રમાણે વિચારી લેવી જોઈએ. ધ્યાનનો આરંભ કરનારે આંખો બંધ રાખવી જરૂરી છે કે જેથી બાહ્ય દેશ્યોને કારણે ધ્યાનમાં વિક્ષેપ ન પડે. પોતાની શારીરિક શક્તિ ઓછી હોય ત્યારે સૂતાં સૂતાં (શવાસનમાં) પણ ધ્યાન કરી શકાય. એમાં જલદી ઊંઘ આવી જવાનું જોખમ રહેલું છે. તાકાત સારી હોય તો ઊભાં ઊભાં (ખગાસન)માં કાર્યોત્સર્ગ મુદ્રામાં પણ ધ્યાન કરી શકાય. એમાં રક્તચાપ (બ્લડ પ્રેશર) ઘટી ન જાય કે ચક્કર આવી ન જાય તે જોવાનું રહે છે.
આ બધી સાવચેતી ધ્યાનનો આરંભ કરનારે રાખવી જરૂરી છે. પરંતુ જેઓ નિયમિત ધ્યાન ધરતાં ધરતાં એકાગ્રતા અને સ્થિરતા સુધી પહોંચી જાય છે એવા ધ્યાનયોગીઓને માટે પછી આસનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેઓ બેઠાં બેઠાં, ઊભાં ઊભાં કે સૂતાં સૂતાં ધ્યાન ધરી શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક પગે ઊભાં ઊભાં અને બીજો પગ ઘૂંટણેથી વાળીને, બે હાથ ઊંચા રાખીને કાઉસગ્ન-ધ્યાન કરતા હતા. ભગવાન મહાવીરસ્વામીને ગોદોહાસને કેવળજ્ઞાન થયું હતું. કેટલાયે મહાત્માઓ ઉઘાડી આંખે અથવા અડધી મીંચેલી આંખે વિક્ષેપ પામ્યા વગર ધ્યાન કરી શકે છે. ધ્યાનયોગીના મહાવરા-અભ્યાસ ઉપર અને એમની એ કાર્યમાં થયેલી પ્રગતિ ઉપર બધો આધાર રહે છે. ઇન્દ્રિયોને જીતવાથી, જિતેન્દ્રિય બનવાથી સારી ધ્યાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
[૬૦] સર્વા, મુનો શાનાવસ્થા/ વત્નમ્
प्राप्तास्तन्नियमो नासां नियता योगसुस्थता ॥३०॥ અનુવાદ : સર્વ દેશ, કાળ અને અવસ્થામાં મુનિઓ કેવળજ્ઞાન પામેલા છે. માટે એમાં નિયમ નથી. માત્ર યોગની સ્થિરતા(સુસ્થતા)નો નિયમ છે.
વિશેષાર્થ : ધ્યાન ધરવા માટે પૂર્વના ત્રણ શ્લોકમાં અનુક્રમે દેશ, કાળ ને અવસ્થા વિશે મંતવ્ય દર્શાવ્યા પછી ઉપસંહારરૂપે અહીં ગ્રંથકર્તા કહે છે કે જે જે મહાત્માઓએ, તીર્થંકર પરમાત્માઓએ ભૂતકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ દરેકનો વિચાર કરીએ તો ધ્યાન ધરવા માટે કોઈ નિશ્ચિત દેશ, નિશ્ચિત કાળ અને નિશ્ચિત અવસ્થાનો નિયમ કરી શકાય નહિ. સર્વ દેશમાં, સર્વ કાળમાં અને સર્વ અવસ્થામાં ધ્યાન ધરીને કેવળજ્ઞાનીઓ કેવળજ્ઞાન પામ્યા છે. એટલે સર્વ દેશ, કાળ અને અવસ્થામાં
૩પર
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org