________________
અધ્યાત્મસાર
(ડિંડીરપિંડી) ચંદ્રની કાન્તિના મંડળરૂપ બને છે. એનાં (ફીણનાં) ઊછળેલાં બિંદુઓ (વિપ્લષ) તે તારાઓ અને (ક્ષીરસમુદ્રના) ઊછળતા તરંગોની લીલા તે કૈલાસ પર્વત વગેરે બને છે. ' વિશેષાર્થ : સત્કવિઓ કેવું મહિમાવંતું કાર્ય કરે છે તેનું મનોહર કલ્પનાયુક્ત વર્ણન ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં કર્યું છે. ઉત્તમ કવિઓ અધ્યાત્મના ઉત્કૃષ્ટ અને પ્રૌઢ ગ્રંથોના રહસ્યોને પોતાની કવિતા દ્વારા પ્રકાશિત કરે છે. એથી સત્કવિઓની કીર્તિ ચોમેર પ્રસરે છે. આવી રીતે એમના યશના સમૂહને માટે રૂપક પ્રયોજવું હોય તો શાનું પ્રયોજી શકાય ? યશ ઉર્જવળ છે અને વળી વિસ્તારવાળો છે. તો એ માટે ક્ષીરસમુદ્રનું રૂપક યોગ્ય ગણાય. સમુદ્ર હોય તો એનું મંથન પણ હોય. કાવ્યગ્રંથના વર્ણન દ્વારા, એની પ્રશંસા દ્વારા એનું મંથન કરી શકાય. એટલે પ્રશંસાને મેરુ તરીકે ઓળખાવી શકાય. પ્રશંસા કે વર્ણનરૂપી મેરુથી ક્ષીરસમુદ્રનું જો મંથન કરવામાં આવે તો તે વખતે ફીણના છાંટા ચારે બાજુ ઊડે અને નવનીતરૂપી નક્કર ફીણ પણ થાય. એ ફીણ તે ચંદ્ર અને જે બિંદુઓ ઊડે તે તારાઓ છે. આ મંથન કોઈ સામાન્ય મંથન નથી, ક્ષીરસમુદ્રનું મંથન છે. એ મંથન વખતે સમુદ્રનાં મોજાંઓ કેટલાં ઊંચે ઊછળતાં હોય છે ! જ્યાં એનું શ્વેત જલ પડે ત્યાં બધું શ્વેત થઈ જાય. હિમાચ્છાદિત કૈલાસ પર્વત એ ઊંચામાં ઊંચો પર્વત છે. એ શ્વેત છે કારણ કે એના ઉપર ક્ષીરસમુદ્રના તરંગોનાં ફીણવાળાં પાણી પડ્યાં છે. આમ, સત્કવિના સર્વોત્તમ ગ્રંથના યશની ધવલતા પૃથ્વી પર તથા આકાશમાં વ્યાપી જાય છે. | ૯િ૪૪] શ્રાવ્ય દર્દી વેવીનાં હૃતમમૃતિ સ્વ: પાનશં .
खेदं धत्ते तु मूर्जा मृदुतरहृदयः सज्जनो व्याधुतेन ॥ ज्ञात्वा सर्वोपभोग्यं प्रसृमरमथ तत्कीर्तिपीयूषपूरं ।
नित्यं रक्षापिधानानियतमतितरां मोदते च स्मितेन ॥११॥ અનુવાદ : અત્યંત કોમળ હૃદયવાળા સજ્જનો કવિઓનું કાવ્ય જોઈને “અરે, એણે તો દેવોનું અમૃત હરી લીધું છે ; હવે તેઓ (દેવો) શું પીશે ?' એવી શંકાવાળા થઈને, મસ્તક કંપાવીને ખેડવાળા થાય છે. પરંતુ એની (કાવ્યની) કીર્તિરૂપી અમૃતનું પૂર તો સર્વને (મનુષ્યોને તેમ જ દેવોને) ઉપભોગ કરવા યોગ્ય છે. તે વધતું જ રહે છે. એના રક્ષણ (માલિકી) અને પિધાન (ઢાંકણ)ના કોઈ નિયમ નથી એવું જાણીને તેઓ સ્મિત સહિત હમેશાં અત્યંત આનંદ પામે છે. ' વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે એક સરસ કલ્પના કરી છે. કાવ્યને આત્માની અમૃતકલા તરીકે ઓળખાવવામાં આવે છે. કાવ્ય એટલે અવનિ પરનું અમૃત એમ પણ કહેવામાં આવે છે. કાવ્યમાં જે રસોનું નિરૂપણ કરવામાં આવે છે તે રસો સાંસારિક પૂલ, ક્ષુદ્ર રસો કરતાં ઘણા ચડિયાતા છે. કાવ્યકૃતિમાં જો રસનું નિરૂપણ બરાબર યોગ્ય રીતે થયું હોય તો તે કાવ્યકૃતિને જરામરણનો ભય નથી રહેતો. જયાં અમૃતતત્ત્વ હોય ત્યાં જરામરણ ન હોય. એટલે શ્રેષ્ઠ કાવ્યરસને અમૃતરસ તરીકે ઓળખાવવામાં આવે છે. હવે કોઈ કવિએ શ્રેષ્ઠ કાવ્યની રચના કરી હોય તો પ્રથમ તો એણે પોતે પણ અમૃતરસનું પાન કર્યું છે એમ કહેવાય. એવી શ્રેષ્ઠ કાવ્યરચના જોઈને ઉદાર હૃદયવાળા ભોળા સજ્જનોને
૫૪૬ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org