________________
પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર
પહેલાં તો એવી જ શંકા થાય કે “અરે, આ કવિએ કાવ્યરચના કરીને અમૃતનું પાન કરી લીધું, તો બિચારા દેવો હવે શું પીશે ? દેવોનું અમૃત આ કવિએ ખૂંચવી લીધું છે.” આવા વિચારે તે સજ્જનો ખિન્ન અને ચિંતાતુર થઈને પોતાની તે માટે અસંમતિ દર્શાવવા માથું ધૂણાવવા લાગે છે. પરંતુ ત્યાં તો તેઓ જુએ છે કે “અહો આ કવિતાનું અમૃત તો એટલું બધું ઊભરાય છે અને ચારે બાજુ પ્રસરે છે કે કવિએ પોતે એનું પાન કર્યું હોવા છતાં અમૃત તો ખૂટતું જ નથી. ખુદ દેવો પણ હવે આ અમૃતનું પાન કરી શકે છે. દેવો બિચારા શું પીશે એવી આપણી આશંકા વ્યર્થ છે. આ કાવ્યામૃત તો સર્વભોગ્ય છે. આ અમૃત તે કોઈ એકની માલિકીનું નથી. એને સાચવવાની કે સંતાડી રાખવાની પણ કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ ખૂટવાનું નથી કે નષ્ટ થવાનું નથી.” આમ પોતાની મૂર્ણ શંકા પર હસતાં તે સજ્જનો બહુ જ આનંદિત થઈ જાય છે.
[૯૪૫] નિષ્પદ સ્નોÉÉ નિપુનયમૃતા મક્કાર: વીન્દ્રા |
दाढर्यं चारोप्य तस्मिन् किमपि परिचयात्सत्परीक्षार्कभासाम् ॥ पक्वं कुर्वन्ति बाढं गुणहरणमति प्रज्ज्वलद्दोषदृष्टि- ।
ज्वालामालाकराले खलजनवचनज्वालजिह्वे निवेश्य ॥१२॥ અનુવાદ : કવીન્દ્રોરૂપી કુંભકારો નિપુણનયરૂપી માટી વડે શ્લોકરૂપી ઘડાઓને બનાવીને, સતુપરીક્ષારૂપી સૂર્યકિરણોના પરિચયથી (તડકામાં તપાવીને) તેનામાં દઢપણું (દાઢ્ય) આરોપે છે. પછી ગુણોનું હરણ કરનારી પ્રજ્વલિત દોષદૃષ્ટિરૂપ વાળાના સમૂહથી ભયંકર બનેલી, ખલ પુરુષના વચનની જ્વાળારૂપી જીભમાં (નિભાડામાં) મૂકીને એને તદ્દન પાકા બનાવે છે. ' વિશેષાર્થ: આ શ્લોકમાં કવિની કાવ્યરચનાની પ્રવૃત્તિને કુંભકારની પ્રવૃત્તિ સાથે સરખાવવામાં આવી છે. એક સંસ્કૃત ઉક્તિ છે :
अपारे काव्यसंसारे कविरेक प्रजापतिः ।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते ।। આ સંસારમાં જો પ્રજાપતિ (ઈશ્વર અથવા બીજો અર્થ કુંભાર) હોય તો તે કવિ જ છે, કારણ કે તે પોતાની મરજી મુજબ કાવ્યવિશ્વની રચના કરે છે.
લોકમાન્યતા પ્રમાણે ઈશ્વર પોતાની મરજી મુજબ સૃષ્ટિની રચના કરે છે. કવિ એવી રીતે પોતાની મરજી મુજબ પોતાની કાવ્યસૃષ્ટિની રચના કરે છે. કુંભાર પણ પોતાની ઇચ્છા મુજબ પોતાના ચાકડા ઉપર ભાતભાતનાં માટીનાં વાસણો બનાવ્યા કરે છે. એમાં કવિને પ્રજાપતિ એટલે ઈશ્વર તરીકે પણ ઓળખાવી શકાય અને પ્રજાપતિ એટલે કુંભાર તરીકે પણ ઓળખાવી શકાય. અહીં “પ્રજાપતિ' શબ્દમાં શ્લેષ રહેલો છે.
અહીં કહેવાયું છે કે કવિ પોતે શ્લોકરૂપી કુંભ બનાવે છે. એ માટે તે માટી કેવી વાપરે છે ? તે ચીકણી અને ટકાઉ માટી વાપરે છે કે જેથી તેમાં છિદ્રો રહી ન જાય. કવિ પણ નિપુણનયરૂપી માટી વાપરે છે અર્થાત્ પોતાના શ્લોકની રચના એવી કરે છે કે જેથી જુદા જુદા નયથી તે તપાસવામાં આવે તો તેમાં કશી ખામી
Jain Education Interational 2010_05
૫૪૭. For Private & Personal Use Only
www.jainelibrary.org