________________
અધ્યાત્મસાર
જણાય નહિ. કવિ સ્યાદ્વાદશૈલીનો આશ્રય લે છે. તે પોતાના વિચારોને પુષ્ઠ રીતે રજૂ કરે છે. તે શબ્દપસંદગી, શ્લોકરચના, અલંકાર વગેરે દ્વારા તેને સરસ ઘાટ આપે છે. પછી તે સાચા કાવ્યપરીક્ષકોરૂપી સૂર્યને બતાવે છે કે જેથી એમાં જરા પણ કચાશ રહી ન જાય? કુંભાર પણ પોતાના ઘડા બનાવીને સૂર્યના તડકામાં તપવા મૂકે છે કે જેથી તે બરાબર કઠણ થઈ જાય અને બટકણા કે વાંકાચૂકા ન થઈ જાય. પછી કુંભાર એ ઘડાઓને નિભાડામાં મૂકે છે. એથી અગ્નિની જવાળાઓ વડે તે એકદમ પાકા થઈ જાય છે. એમાં પાણી ભરીને પનિહારીઓ એને માથે મૂકે છે. કવિ પણ પોતાની કાવ્યરચનાને એવી સુશ્લિષ્ટ અને પરિપકવ બનાવે છે કે દુર્જનો, નિંદક ટીકાકારો પણ એના ઉપર પોતાની અગ્નિજવાળા જેવી દોષદૃષ્ટિ ફેરવે છે છતાં તેમાં કશી કચાશ દેખાતી નથી. આમ કવિની કાવ્યરચના સજ્જનો તથા દુર્જનો બંનેની દૃષ્ટિમાંથી પાર પડીને પરિપકવ બને છે. સજ્જનોની દૃષ્ટિ સૂર્ય સમાન છે અને દુર્જનોની દૃષ્ટિ અગ્નિજવાળા જેવી છે. ઘડાને પાકો થવા માટે સૂર્યના પ્રકાશની જરૂર છે અને અગ્નિની જવાળાની પણ જરૂર છે. મહાન કવિઓની રચનાઓ કાવ્યવસ્તુ અને કાવ્યશૈલી ઉભયની દૃષ્ટિએ શ્રેષ્ઠતાનું બિરુદ પામે છે. [૯૪૬] રૂદ્રાક્ષારસ: ઋવિઝનવરનં કુર્બનાસ્થાનિયંત્ર
नानार्थद्रव्ययोगात्समुपचितगुणो मद्यतां याति सद्यः । सन्तः पीत्वा यदुच्चैर्दधति हदि मुदं धूर्णयन्त्यक्षियुग्मं ।
स्वैरं हर्षप्रकर्षादपि च विदधते नृत्यगानप्रबंधम् ॥१३॥ અનુવાદ : કવિજનવચનરૂપ શેરડી અને દ્રાક્ષના રસનો સમૂહ દુર્જનના (મુખરૂપી) અગ્નિયંત્ર વડે વિવિધ પ્રકારના અર્થરૂપી દ્રવ્યોના યોગથી ગુણની વૃદ્ધિ પામીને તત્કાળ મદ્યરૂપ બને છે. સજ્જનો તેનું પાન કરીને હૃદયમાં અત્યંત આનંદ પામીને બંને આંખો ભમાવે છે અને હર્ષના પ્રકર્ષને લીધે સ્વચ્છંદપણે નૃત્ય અને ગાનનો પ્રબંધ કરે છે (નાચે છે અને ગીતો લલકારવા લાગે છે.)
વિશેષાર્થ : કવિતાનો રસ મધુર છે. મધુરતા શેરડીના રસમાં છે, દ્રાક્ષના રસમાં છે અને નાળિયેરના પાણી અને કોપરામાં પણ છે. સરળતાથી ગ્રહણ થઈ શકે એવી કવિતાના રસને શેરડીના કે દ્રાક્ષનો રસ સાથે સરખાવવામાં આવે છે. સમજવામાં કઠિન પણ સમજ્યા પછી બહુ આનંદ આપે એવી કવિતાના રસને નાળિયેરના પાક સાથે સરખાવવામાં આવે છે. માધુર્યવાળી સરળ કવિતાને દ્રાક્ષના પાક સાથે સરખાવવામાં આવે છે કારણ કે તે મુખમાં મૂકતાંની સાથે ઓગળવા લાગે છે અને સરસ સ્વાદ આપે છે. અઘરી છતાં ઉત્તમ કવિતાને નારિયેલપાક સાથે સરખાવવામાં આવે છે કે જે ચાવવામાં મહેનત ઘણી પડે છે, પણ જેમ જેમ ચાવતા જઈએ તેમ તેમ વધુ રસ છૂટતો જાય છે. કવિજનનું વચન ઈશુ અને દ્રાક્ષના સમૂહ જેવું છે, પરંતુ આવી કવિતા પ્રત્યે પણ દુર્જનોની દોષદષ્ટિ રહે છે. તેઓ એમાં ત્રુટિઓ બતાવવા લાગે છે. પરંતુ એક અપેક્ષાએ દુર્જનો પણ હિતકારી છે. એમણે બતાવેલા દોષોનું પરિશોધન કર્યા પછી કાવ્ય વિશેષ ચમત્કૃતિ ધારણ કરે છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં દુર્જનોને અગ્નિયંત્ર જેવા ગણાવ્યા છે. શેરડી કે દ્રાક્ષના રસને ઉકાળવામાં આવે તો તેમાંથી અશુદ્ધિ નીકળી જાય છે અને વિવિધ અર્થરૂપી દ્રવ્યો નાખવામાં આવે તો તે
૫૪૮ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org