SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર ઉત્તમ આસવ બને છે. પછી આસવનું પાન જ્યારે થાય છે ત્યારે તે માણસને આનંદિત કરે છે. તેની આંખોમાં ચમકારા દેખાય છે અને તે નાચગાન કરવા લાગે છે. તેવી રીતે પરિશુદ્ધ અને ઘટ્ટ થયેલા કવિતારસના પાનથી આનંદિત થયેલા સજ્જનો આંખમાં ચમક સાથે નૃત્ય અને ગાન કરવા લાગે છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં દષ્ટાંત મદ્યનું આપ્યું છે. આ રૂપક એના મર્યાદિત વિશિષ્ટ અને સુભગ અર્થમાં સમજવાનું છે. વધુ પડતો શરાબ માણસને ભાન ભુલાવે છે ; તે લવારા કરે છે અને બેભાન થઈને પડે છે. પરંતુ આયુર્વેદમાં જેની હિમાયત કરવામાં આવી હોય એવો આસવ ઉમંગ અને ઉલ્લાસ પ્રવર્તાવે છે. ઉત્તમ કવિતાનો આસવ જેવો રસ પણ એવો ઉત્સાહ જન્માવે છે. શ્રેષ્ઠ કવિતા વાંચીને ડાહ્યા ચિંતકો પણ નાચવા લાગ્યા હોય એવી ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઈ છે. એટલે અહીં કવિતાના રેસ માટે મઘનું રૂપક યોજવામાં આવ્યું છે તે મીઠાશની દષ્ટિએ યથાર્થ છે. અલબત્ત, એથી મદ્યની હિમાયત કરવાનો આશય નથી એ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. [૯૪૭] નવ્યોમા પ્રવંથોડથનમૃતાં સન્નનાનાં પ્રમાવાન્ ! विख्यातः स्यादितीमे हितकरणविधौ प्रार्थनीया न किं नः ॥ निष्णाता वा स्वतस्ते रविरुचय इवांभोरुहाणां गुणाना-। मुल्लासेऽपेक्षणीयो न खलु पररुचेः क्वापि तेषां स्वभावः ॥१४॥ અનુવાદ : અમારો આ પ્રબંધ (ગ્રંથરચના) નવો હોવા છતાં, મોટા (અનુ+અણુ) ગુણોને ધારણ કરનાર સજ્જનોના પ્રભાવથી વિખ્યાત થાય એ માટે અમારા હિતના કાર્યની વિધિમાં તેઓ શું અમારે પ્રાર્થના કરવા યોગ્ય નથી ? અથવા સૂર્યનાં કિરણો જેમ કમળોને વિકસિત કરે છે તેમ તેઓ (સજ્જનો) ગુણોનો ઉલ્લાસ કરવામાં સ્વયમેવ નિષ્ણાત છે, કેમ કે પરરુચિની (બીજાની ઇચ્છાની) અપેક્ષાવાળો તેઓનો સ્વભાવ ક્યાંય હોતો નથી. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં પોતાના આ ગ્રંથ વિશે સુંદર શૈલીથી સરસ કાવ્યોદ્ગાર વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે કે પોતાનો આ પ્રબંધ તદ્દન નવો જ છે. દરેક સર્જકને પોતાનું નવું સર્જન બીજાને બતાવવાનો ભાવ થાય છે. કવિ કાવ્યની રચના કરે તે બીજાના સુધી પહોંચાડવા માટે જ કરે છે. તેમાં વળી આ તો પ્રબંધના પ્રકારનો એટલે કે ગહન તત્ત્વમીમાંસાનો ગ્રંથ છે. આવો કાવ્યગ્રંથ સજ્જનોના હાથમાં મૂકી તેમનો અભિપ્રાય જાણવાનું મન થાય જ અને તેઓ જો સાચી પ્રશંસા કરે તો પોતાની મહેનત લેખે લાગ્યાનો સંતોષ થાય. તો ગુણસંપન્ન સજજનોના પ્રભાવથી આવો ગ્રંથ પ્રસિદ્ધિ પામે એ માટે તેઓને શું પ્રાર્થના ન કરી શકાય ? અવશ્ય કરી શકાય, પણ તેવી પ્રાર્થના કરવાની જરૂર જ નહિ રહે, કારણ કે સાચા સજ્જનો આપણે પ્રાર્થના કરીએ એવી અપેક્ષા રાખ્યા વિના કે એવી રાહ જોયા વિના સ્વયમેવ આવા ગ્રંથની પ્રસિદ્ધિના કાર્યમાં લાગી જતા હોય છે. પોતાને જે ગમે તેની વાત તેઓ બીજાને કર્યા વિના ન રહે અને એમ ઉત્તરોત્તર ખ્યાતિ પ્રસરતી જાય છે. સજ્જનોનું એ લક્ષણ છે કે તેઓ વગર કહ્યું સારું કાર્ય કરવા લાગે છે. સૂર્ય પ્રકાશે છે અને કમળ વિકસવા લાગે છે. સૂર્ય ક્યારેય એવી રાહ જોતો નથી કે “પહેલાં કમળ મને વિનંતી કરે, પછી હું એને માટે પ્રકાશ પાથરું.” સૂર્યનો સ્વભાવ જ એવો ઉદાર અને ઉદાત્ત છે. તેવી ૫૪૯ For Private & Personal Use Only Jain Education International 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy