SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર તેમની અધ્યાત્મિક દશાને ઊંચે ચડાવે છે. તેઓ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરવા લાગે છે. આવા સજ્જનો તે સકલ ગુણના ભંડાર જેવા છે. તેઓને અમે ભાવપૂર્વકે નમસ્કાર કરીએ છીએ. [૯૪૨] પાળ્યોઃ પદ્યવંÊવિપુત્તરસમાં વર્ષતિ ગ્રંથતાં प्रेम्णां पूरैस्तु चेतः सर इह सुहृदां प्लाव्यते वेगवद्भिः ॥ त्रुट्यन्ति स्वान्तबंधाः पुनरसमगुणद्वेषिणां दुर्जनानां । चित्रं भावज्ञनेत्रात् प्रणयरसवशान्निःसरत्यश्रुनीरम् ॥९॥ અનુવાદ : ગ્રંથકર્તારૂપી મેઘ પદબંધો વડે વિપુલ રસના સમૂહને વરસાવે છે અને સુહૃદોનાં ચિત્તસરોવર પ્રેમનાં વેગવાળા પૂરથી ઊભરાઈ જાય છે. તે સમયે અસાધારણ ગુણદ્વેષી દુર્જનોના હૃદયના બંધ તૂટી જાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ત્યારે ભાવને જાણવાવાળા તેઓનાં નેત્રોમાંથી, પ્રણયરસને વશ થવાને લીધે અશ્રુરૂપી નીર વહેવા લાગે છે. વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે ગ્રંથરચના કેવી હોય છે અને તેની સારામાઠા લોકો ઉપર કેવી પ્રતિક્રિયા થાય છે તે વિશે સુંદર રૂપકની રચના કરી છે. તેઓ ગ્રંથકર્તાને મેઘરૂપે ઓળખાવે છે. ગ્રંથકર્તા જે પદ્યોની રચના કરે છે તે મેઘવૃષ્ટિ છે. મેઘવૃષ્ટિ થતાં સજ્જનોનાં ચિત્તરૂપી સરોવર પ્રેમરૂપી પૂરથી ઊભરાવા લાગે છે. પરંતુ જયારે વૃષ્ટિ વધારે થાય છે ત્યારે બંધ છલકાય છે અને ક્યારેક બંધ તૂટી જાય છે. પાણીમાં એવી તાકાત છે. આ બંધ તે દુર્જનોનો હૃદયરૂપી બંધ છે. તેઓ ગુણદ્વેષી હોય છે. સારું કાવ્ય જોઈને તેઓને હર્ષ થતો નથી. તેઓ તેમાંથી ત્રુટિઓ શોધવા પ્રયત્ન કરે છે. પરંતુ દુર્જનો હમેશાં દુર્જન રહેતા નથી અને ઉત્તમ કાવ્યમાં દુર્જનને પણ દ્રવિત કરવાની શક્તિ હોય છે. મહાન કવિની શ્રેષ્ઠ કૃતિની રચના દુર્જનના હૃદયને પણ પીગળાવી નાખે છે. દુર્જન પણ ભાવાર્દ્ર બની જાય છે. એના હૃદયમાં રહેલી પૂર્વગ્રહરૂપી ગ્રંથિઓ અજાણતાં તૂટી જાય છે. તે ભાવશ બની કાવ્યાસ્વાદ માણવા લાગે છે. કાવ્યના પૂરમાં એવી તાકાત છે કે દુર્જનોના હૃદયરૂપી બંધને પણ તોડી નાખે છે. તે વખતે ભાવા બનેલા દુર્જનની આંખમાંથી પણ હર્ષાશ્રુ વહેવા લાગે છે. સજ્જનોના નયનમાંથી કાવ્યાસ્વાદથી હર્ષાશ્રુ વહે એ કુદરતી છે. પરંતુ દુર્જનોનાં નયનમાંથી પણ હર્ષાશ્રુ વહે એ વધુ આશ્ચર્યની વાત છે. એમાં જ કાવ્યની શક્તિનો મહિમા છે. [૯૪૩] ઉદ્દામાં થમાવપ્રથનમવયા:સંચય: સવીનાં । क्षीराब्धिर्मथ्यते यः सहृदयविबुधैर्मेरुणा वर्णनेन ॥ एतडिंडीरपिंडी भवति विधुरुचेर्मंडलं विप्रुषस्ता - । स्ताराः कैलासशैलादय इह दधते वीचिविक्षोभलीलाम् ॥१०॥ અનુવાદ : કિઠન (ઉદ્દામ) ગ્રંથોના ભાવને વિસ્તારવાથી સત્કવિઓના યશસંચયરૂપી ક્ષીરસમુદ્રનું સહૃદય પંડિતો દ્વારા વર્ણનરૂપી મેરુ વડે મંથન કરાય છે. એમાંથી ઉત્પન્ન થયેલો ફીણનો સમૂહ Jain Education International2010_05 ૫૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy