________________
અધ્યાત્મસાર
| વિશેષાર્થ : જે ગ્રંથોમાં કુતર્ક ભરેલા હોય એવા ગ્રંથોના અધ્યયનનું પરિણામ શું આવે ? પોતે કુતર્કમાં સપડાઈ ગયો છે એટલું ભાન પણ માણસને ત્યારે રહેતું નથી. ખોટી વસ્તુ સાચી છે એવો આભાસ ઉત્પન્ન કરવાની શક્તિ કુતર્કમાં છે. તર્કનો દોષ પકડવાની શક્તિ માણસમાં ન હોય તો તે ખોટા તર્કથી દોરવાઈ જાય છે. આડાઅવળા તર્ક કરવાની બુદ્ધિ-શક્તિ માણસમાં ખીલે તો એથી તો એનો ગર્વ વધી જાય છે. આવો ગર્વ પણ એક પ્રકારનો તાવ છે. તાવથી પીડાતા માણસની દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે. પરંતુ અધ્યાત્મ રૂપી ઔષધ એવું છે કે જે આવા જવરને ઉતારે છે અને માણસની દષ્ટિને નિર્મળ કરે છે. મિથ્યાશ્રુતનાં શાસ્ત્રોના અધ્યયનથી માણસમાં અહંકાર જન્મે છે. મિથ્યાશ્રુતને પચાવવું એ અઘરી વાત છે. માણસમાં સહજ રીતે અહંકાર આવ્યો હોય તો તે અહંકારને અધ્યાત્મશાસ્ત્ર ગાળી નાંખે છે. અધ્યાત્મ અને અહંકાર એક સાથે રહી ન શકે. [૨૩] થનનાં પુત્રવરદ્ધિ યથા સંસા૨વૃદ્ધયે |
__ तथा पांडित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥२३॥ અનુવાદ : ધનવાનોને પુત્ર, સ્ત્રી વગેરે જેમ સંસારની વૃદ્ધિ માટે થાય છે તેમ પાંડિત્યથી ગર્વિષ્ઠ બનેલાને માટે અધ્યાત્મરહિત શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે થાય છે.
વિશેષાર્થ: ધનવાન માણસો પાસે સાધન-સામગ્રીની, વાડી-ગાડીની અનુકૂળતા હોવાથી તેમનાં સ્ત્રી-પુત્રાદિ પરિવારની, નોકર-ચાકરની, વેપારધંધાની, માલમિલકત વગેરેની વૃદ્ધિ થયા કરે છે. પોતાનાં વૈભવ અને પ્રતિષ્ઠા અનુસાર ક્યારેક એમ કરવાની તેઓને ફરજ પડે છે. ધનવૈભવથી માણસમાં અહંકાર જન્મે છે. વિરોધીઓ પ્રત્યે વેર લેવાની વૃત્તિ તેમનામાં સળવળે છે. પ્રતિસ્પર્ધીઓને હંફાવવાના ભાવ જાગે છે. આવું તેમનાંમાં ન થાય તો પણ ધનવૈભવનાં પોષણ-સંવર્ધન માટે તેઓને માનસિક ક્લેશ-કષ્ટ પણ રહ્યા કરે છે. પરંતુ એમાંથી જે કર્મબંધ થાય છે એ તો એમના સંસારની વૃદ્ધિનું જ કારણ થાય છે. તેવી જ રીતે માણસ પંડિત હોય, અન્ય પ્રકારનાં શાસ્ત્રોનો ઘણો સારો જાણકાર હોય, પરંતુ અધ્યાત્મશાસ્ત્રથી તે વંચિત હોય અને અંતર્મુખ બનીને તે આત્મચિંતન ન કરતો હોય તો શાસ્ત્રાધ્યયનનો તેનો ગર્વ તેના સંસારની વૃદ્ધિનું જ કારણ બની રહે છે. મતલબ કે તેની ભવપરંપરા વધી જાય છે.
[૨૪] દ્વૈતવ્યં તવધ્યાત્મશાસ્ત્ર માન્ચે પુનઃ પુનઃ |
अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥२४॥ અનુવાદ : એટલા માટે અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ; વારંવાર તેની ભાવના ભાવવી જોઈએ; તેમાં કહેલા અર્થોનું અનુષ્ઠાન (ચિંતન, મનન) કરવું જોઈએ અને કોઈ યોગ્ય જીવ હોય તો તેને તે આપવું જોઈએ.
વિશેષાર્થ : આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આગળના શ્લોકોમાં અધ્યાત્મશાસ્ત્રનો મહિમા સમજાવ્યો. હવે આ અધિકારને અંતે તેઓશ્રીએ ભલામણ કરી છે કે અધ્યાત્મશાસ્ત્રમાં આવતા પદાર્થોનું વારંવાર ચિંતન, મનન અને ભાવન કરવું જોઈએ. આત્મતત્ત્વનો વિષય એવો છે કે જેમ જેમ સ્વસ્વરૂપમાં
૧૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org