________________
પ્રબંધ પહેલો, અધિકાર પહેલો : અધ્યાત્મમાહાસ્ય અધિકાર
[૨૦] અધ્યાત્મશાસ્ત્રમાદ્રિ-મfથતાલાામો: |
भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ॥२०॥ અનુવાદ : અધ્યાત્મશાસરૂપી હિમાચલ વડે મંથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી વિબુધો વડે શું ઘણાં ગુણરત્ન પ્રાપ્ત નથી થતાં?
વિશેષાર્થ : હેમ એટલે સુવર્ણ. અદ્રિ અથવા અચલ એટલે પર્વત. હેમાદ્રિ–હમાચલ એટલે મેરુ પર્વત. જે પ્રમાણે વલોણું કરવાનું હોય તે પ્રમાણે તે કદનો રવૈયો જોઈએ. સમુદ્રનું મંથન કરવાનું હોય તો મેરુ પર્વત જેવો પર્વત રવૈયા તરીકે જોઈએ. મેરુ પર્વત વડે આગમરૂપી સમુદ્રનું મંથન કરવામાં આવે તો તેમાંથી રત્નો નીકળે છે. પૌરાણિક કથા અનુસાર દેવોએ સમુદ્રનું મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં હતાં. વિબુધ એટલે દેવો અને વિબુધ એટલે પ્રાજ્ઞ પુરુષો. આગમરૂપી સમુદ્રનું મંથન વિબુધો કરી શકે. એ કરતાં તેમાંથી ગુણરત્નો પ્રાપ્ત થાય છે. સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ રત્નત્રયી સહિત વિવિધ પ્રકારનાં અનેક ગુણરત્નો વિબુધો પ્રાપ્ત કરે છે. [૨૧] રો બોવધઃ સામે સદ્ધચ્ચે બોઝનાવધિઃ |
अध्यात्मशास्त्रसेवायामसौ निरवधिः पुनः ॥२१॥ અનુવાદ : કામનો (મૈથુનનો) રસ ભોગની અવધિ સુધી રહે છે. ઉત્તમ ભોજનનો રસ ભોજન કર્યા સુધી રહે છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રના સેવનનો રસ તો નિરવધિ છે.
વિશેષાર્થ : ભૌતિક ઇન્દ્રિયજન્ય રસોમાં ઉત્તમ સ્વાદિષ્ટ ભોજનના રસનું અને વિષયસેવનના રસનું આકર્ષણ લોકોમાં ઘણું હોય છે. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ જોવામાં આવે તો એ રસની અવધિ કેટલી ઓછી હોય છે. માણસ ઉત્તમ ભોજનનો રસ ભોજન કરે ત્યાં સુધી માણે છે. ભોજન પછી એ રસ રહેતો નથી. એનું સ્મરણ પણ એટલો રસ આપતું નથી. વિષયસેવનનો રસ પણ એ ભોગવવાની અવધિ સુધી જ હોય છે. પછી તો થાક અને ખેદ અનુભવાય છે. વળી આ રસોનો અતિભોગ થઈ શકતો નથી. કોઈ અતિભોગ કરે તો કદાચ માંદો પડે અને કદાચ મૃત્યુ પામે. અધ્યાત્મશાસ્ત્રના રસને કોઈ અવધિ હોતી નથી. જૈમ જેમ માણસ એમાં ઊંડો ઊતરતો જાય છે તેમ તેમ તે વધુ અને વધુ રસ માણે છે અને એની આત્મજ્યોતિ વધુ પ્રકાશમાન બને છે. આથી જ અધ્યાત્મરસને કોઈ સીમા નથી. તે જીવને કેવળજ્ઞાન સુધી લઈ જઈ શકે છે અને મોક્ષગતિ અપાવી શકે છે. અધ્યાત્માનુભૂતિનો સહજાનંદ એવી પરમ અને સર્વોચ્ચ કોટિનો છે [૨૨] સુત થર્વસ્વ-ઉર્વશ્વરવારિજી |
एति दृगनिर्मलीभावमध्यात्मग्रंथभेषजात् ॥२२॥ અનુવાદ ઃ કુતર્કવાળા ગ્રંથના સર્વસ્વથી ઉત્પન્ન થયેલા ગર્વરૂપી જવરથી વિકારવાળી થયેલી દષ્ટિ અધ્યાત્મગ્રંથરૂપી ઔષધથી નિર્મળ થાય છે.
૧૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org