________________
અધ્યાત્મસાર
જન્મથી ઘોર દરિદ્રતામાં જીવનાર માણસને અચાનક ધન મળી જાય, અંધકારમાં અટવાતા માનવીને પ્રકાશ મળી જાય અને મરભૂમિમાં થાકીને તૃષાર્ત બનેલા મુસાફરને શીતળ પાણીની મીઠી વીરડી મળી જાય એ બધાંથી પણ વધુ દુર્લભ તે કળિયુગમાં માણસને અધ્યાત્મમાં રસ પડવો એ છે. [૧૮] વેલાન્યશાસ્ત્રવત્ હત્નશં રસમધ્યાત્મશાસ્ત્રવિત્..
भाग्यभृद् भोगमाप्नोति वहते चंदनं खरः ॥१८॥ અનુવાદ : વેદ વગેરે અન્ય શાસ્ત્રના જાણનારા ફલેશ અનુભવે છે, જ્યારે અધ્યાત્મશાસ્ત્રના જાણનાર રસ ભોગવે છે. ગર્દભ ચંદનનો ભાર વહન કરે છે, પરંતુ ભાગ્યવાન તેના સુગંધરૂપી ભોગને ભોગવે છે.
વિશેષાર્થ : શાસ્ત્રો ઘણાં બધાં છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રની તોલે એક પણ શાસ્ત્ર આવે નહિ. ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદો તથા સાંખ્ય, યોગ, ન્યાય. વૈશેષિકપૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા વગેરે દર્શનોના જટિલ શાસ્ત્રગ્રંથો તથા કાવ્ય, નાટક, વ્યાકરણ વગેરે શાસ્ત્રોના ગ્રંથોના અધ્યયન કરતાં કરતાં માણસ શબ્દ અને અર્થની એવી માથાકૂટમાં પડે છે કે એ અધ્યયનથી માનસિક પરિશ્રમને કારણે ક્લેશ થાય છે, ક્યારેક એવાં શાસ્ત્રોનું અધ્યયન માનસિક બોજા જેવું પણ બની જાય છે. ક્યારેક તે ગર્વ જન્માવે છે; ક્યારેક તે વિતંડાવાદમાં પરિણમે છે; ક્યારેક તે માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવું બની જાય છે. ખરી કસોટી તો પરિણતિ ઉપર છે. અધ્યાત્મશાસ્ત્ર એવી પરિણતિ તરફ એનો અભ્યાસ કરનાર વ્યક્તિને લઈ જાય છે. એથી જીવને શાસ્ત્રનો ભાર લાગતો નથી. પરંતુ એના તત્ત્વને પામવાથી તે પોતાને ભાગ્યશાળી માને છે. ચંદનનો ભાર વહન કરનારો ગર્દભ ભાગ્યશાળી મનાતો નથી. એની સુગંધ માણવાવાળા ભાગ્યશાળી ગણાય છે. [૧૯] અજ્ઞાાનનતા-વિશારામની: પરે !
अध्यात्मशास्त्रविज्ञास्तु वदन्त्यविकृतेक्षणाः ॥१९॥ અનુવાદ : બીજાઓ ભુજના અફાળવા વડે તથા હાથ અને મુખના વિકારો વડે અભિનય કરીને બોલનારા છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રના જાણનારા પુરુષો તો નેત્રમાં પણ વિકાર લાવ્યા વિના બોલનારા છે. ' વિશેષાર્થ : અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસથી આવતી આંતરિક વિશુદ્ધિને કારણે જીવનમાં જે સ્વસ્થતા અને શાંતિ અનુભવાય છે તેનું ગૌરવ અહીં દર્શાવાયું છે. જે પોલું હોય તે ઘણો અવાજ કરે એવી લોકોક્તિ છે. જેમને અધ્યાત્મશાસ્ત્રનો સ્પર્શ થયો નથી એવા વિદ્વાનો જ્યારે બોલે છે ત્યારે પોતાના વક્તવ્ય ઉપર ભાર બતાવવાને માટે તેઓ ભુજા ઉછાળે છે, હાથ પછાડે છે, મોઢા ઉપર જાતજાતના હાવભાવ ધારણ કરે છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રના જાણકાર જયારે પોતાનું વક્તવ્ય સ્વાભાવિક રીતે રજૂ કરે છે ત્યારે તેમની આંખો પણ ચલવિચલ થતી નથી. એવું કશું જ કરવાની તેમને જરૂર પણ પડતી નથી. તેમની મુખાકૃતિ શાન્ત, સ્વાભાવિક અને અવિકારી રહે છે. માણસ અધ્યાત્મરસિક છે કે કેમ તેની કસોટી તેની શારીરિક ચેષ્ટાઓ ઉપરથી પણ થઈ શકે છે.
૧૦ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org