________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : આમ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થવો દુર્લભ છે. પોતાનાં અને અન્યનાં શાસ્ત્રોનું જેમણે અવગાહન કર્યું છે, જેમના જીવનમાં કોઈ વાતનો કદાગ્રહ નથી, કેવળ મોક્ષની અભિલાષાથી જ જેમની સર્વ પ્રવૃત્તિઓ રહે છે અને જે સૂત્ર તથા અર્થના રહસ્યનો પરમાર્થ સમજે છે અને સમજાવી શકે છે તેવા ચારિત્રસંપન્ન ગીતાર્થ મહાત્માઓનો વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહી શકાય. જ્યાં ગીતાર્થતા છે ત્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે જ. પરંતુ શું અગીતાર્થ એવા મુનિઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન હોઈ શકે ? એનો ઉત્તર એ છે કે હા, ઉપચારથી તેઓને પણ હોઈ શકે, પરંતુ તેઓ ગીતાર્થની આજ્ઞામાં અને ગીતાર્થની નિશ્રામાં રહેલા હોય તો. ગીતાર્થની નિશ્રામાં રહેવાથી તેમનું લક્ષ્ય સ્થિર રહે છે. તેમનો વૈરાગ્ય દઢ રહે છે. તેમનું શ્રદ્ધાન ડગતું નથી. કદાચ માસ-તુષ મુનિની જેમ તેમને શાસ્ત્રબોધ બરાબર ન થતો હોય તો પણ તેમની સ્વસ્વરૂપની આરાધનામાં કચાશ નથી હોતી.
હવે નીચેના ચાર શ્લોકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળી વ્યક્તિનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવે છે.
[૧૭૮] સૂક્ષિા ૨ મધ્યસ્થં સર્વત્ર હિતવિક્તનમ્ |
क्रियायामादरो भूयान् धर्मे लोकस्य योजनम् ॥४०॥ અનુવાદ : સૂક્ષ્મ દૃષ્ટિ, માધ્યસ્થ, સર્વત્ર હિતચિંતન, ક્રિયા માટે અત્યંત આદર, લોકોને ધર્મમાં જોડવા[૧૭૯] વેઈ પરસ્થ વૃત્તાન્ત મૂવીન્થથરોપમાં !
उत्साहः स्वगुणाभ्यासे दुःस्थस्येव धनार्जने ॥४१॥ અનુવાદ : બીજાની વાતોમાં મૂક, અંધ અને બહેરાના જેવી ચેષ્ટા તથા ધન ઉપાર્જન કરવામાં દરિદ્ર માણસનો જેવો ઉત્સાહ હોય તેવો ઉત્સાહ પોતાના ગુણના અભ્યાસમાં હોય[૧૮] મનાવમનં માંમર્દનમ્ |
____ असूयातन्तुविच्छेदः समतामृतमज्जनम् ॥४२॥ અનુવાદ : કામદેવના ઉન્માદનું વમન (કામવાસનાનો ત્યાગ), મદના સમૂહનું (આઠ પ્રકારના મદનું) મદન, અસૂયાના તંતુનો વિચ્છેદ, સમતારૂપી અમૃતમાં મજજન (સ્નાન)[૧૮૧] સ્વમાવાન્નેવ રત્નને વિનંતમયાત્સ !
वैराग्यस्य तृतीयस्य स्मृतेयं लक्षणावली ॥४३॥ અનુવાદ : ચિદાનંદમય એવા સ્વભાવમાંથી ક્યારેય ચલિત ન થવું – આ ત્રીજા પ્રકારના (જ્ઞાનગર્ભિત) વૈરાગ્યનાં લક્ષણો કહેલાં છે.
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org