________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
[૧૭૫ નવેષ સ્વાર્થ સત્યેષુ મોજુ પર વાનને !
माध्यस्थ्यं यदि नायातं न तदा ज्ञानगर्भता ॥३७॥ અનુવાદ : પોતાનો અર્થ કરવામાં સાચા અને બીજાનો અર્થ કરવામાં નિષ્ફળ લાગે, એવા નયોમાં જો મધ્યસ્થપણું ન આવ્યું હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી.
વિશેષાર્થ : દરેક નય પોતાના દૃષ્ટિકોણથી પોતાના અર્થમાં રહેલા સત્યનું પ્રતિપાદન કરે છે અને બીજા નયનો વિચાર કરવામાં ખંડનવૃત્તિ ધરાવે છે. નૈગમાદિ નયો પોતાની વાતને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને તે બીજા નયને અસત્ય ઠરાવવા કોશિષ કરે છે. વસ્તુતઃ દરેક નયમાં સત્યનો અંશ રહેલો હોય છે અને બધા નયો પરસ્પરપૂરક અને સમન્વયકારી હોય છે કે બની શકે છે. નયનું ચક્ર આ રીતે ચાલતું હોય છે. જેમની દૃષ્ટિ સર્વગ્રાહી નથી થઈ હતી તેમની આગળ જયારે નિશ્ચય નયથી વાત કરવામાં આવે, ત્યારે તેમને એ સત્ય જ માત્ર લાગે. પછી વ્યવહાર નથી જો વાત કરવામાં આવે તો તે વખતે તે સત્ય લાગે. પરંતુ પરસ્પર વિરુદ્ધ એવા નયનો પણ સમન્વય કરવાની દૃષ્ટિ અને શક્તિ તો માધ્યસ્થભાવ ધરાવનાર ગીતાર્થ મહાત્માઓમાં હોય છે. જ્યાં ભિન્ન ભિન્ન નો પ્રત્યે માધ્યસ્થભાવ નથી હોતો ત્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન હોઈ શકે.
[૧૭૬] માજ્ઞામિન્નાથનાં યૌષિાનાં ચ યુત્તિર !
न स्थाने योजकत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥३८॥ અનુવાદ : આગમ વડે ગ્રહાતા અર્થોને આજ્ઞા વડે અને યુક્તિ વડે ગ્રહણ કરાતા અર્થોને યુક્તિ વડે-એમ પોતપોતાના સ્થાને યોજકપણું ન હોય તો એ વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી.
વિશેષાર્થ : જેમનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે તેમનામાં જેવી રીતે વિવિધ નયોના અર્થઘટન પ્રત્યે મધ્યસ્થ દૃષ્ટિ હોય છે, તેવી રીતે તેમનામાં યોગ્ય સ્થાને યોગ્ય અર્થ કરવાની દૃષ્ટિ પણ હોવી જોઈએ. કેટલેક સ્થળે એવા વિષયોમાં તર્ક અને યુક્તિથી અર્થ કરવાનો હોય છે. એને હેતુવાદ કહે છે. એમાં વિવિધ પ્રકારનાં પ્રમાણો આપી અર્થ સિદ્ધ કરવાનો હોય છે. કેટલાક એવા વિષયો હોય છે કે જેમાં કોઈપણ પ્રમાણ આપવાની શક્યતા હોતી નથી. તેમાં તર્કથી નહિ પણ શ્રદ્ધાથી જ આગળ વધી શકાય છે. તેને માટે આગમન જ આધાર આપવાનો હોય છે. એટલે કે એવા વિષયોમાં જિનેશ્વર ભગવાનનું કથન છે અને માટે તે આજ્ઞારૂપ છે એમ શ્રદ્ધાપૂર્વક માનવાનું હોય છે. આમ જે સ્થળે જે વાદ અપનાવવાનો હોય તે વાદ અપનાવવાનું સામર્થ્ય આવા જ્ઞાનગર્ભિત ગીતાર્થ મહાત્માઓમાં હોય છે. જ્યાં આવું સામર્થ્ય ન હોય ત્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સંભવે નહિ. [૧૭૭] નીતાર્થચૈવ વૈરાર્થ જ્ઞાન તતઃ સ્થિતમૂા.
उपचारादगीतस्याप्यभीष्टं तस्य निश्रया ॥३९॥ અનુવાદ : તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થને હોય છે. ઉપચારથી (વ્યવહારથી) તો એમની નિશ્રામાં રહેલા અગીતાર્થને પણ હોઈ શકે છે.
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org