________________
અધ્યાત્મસાર
આભાસ છે. વળી આવો કદાગ્રહ કરતો હોવાથી તે એક પ્રકારનું પાપાચરણ કરે છે એમ પણ કહી શકાય. સાચા વિરક્ત જ્ઞાનીઓ તેમ કરે નહિ.
[૧૭૩] !ત્નનેં ચાપવા વા વ્યવહારેડથ નિશ્ચયે ।
ज्ञाने कर्मणि वाऽयं चेन्न तदा ज्ञानगर्भता ॥ ३५ ॥
અનુવાદ : ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં, વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયાના વિષયમાં જો આ (કદાગ્રહ) હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન કહેવાય.
વિશેષાર્થ : પદાર્થને સમજવા માટે વિશાળ અને ગહન દૃષ્ટિ જોઈએ. જેઓ પોતાના મતને કે વિચારને પકડી રાખે છે અને બીજાના મતમાં રહેલા સત્યાંશને ગ્રહણ કરવા ઇચ્છતા નથી, તેઓ પદાર્થના સાચા સ્વરૂપને પામી શકતા નથી. પોતાના સંપ્રદાય કે મત માટે વધુ પડતી સંકુચિત અને ચુસ્ત દૃષ્ટિ જ્યારે આવી જાય છે ત્યારે માણસ આગ્રહી બની જાય છે. એનું મન મુક્ત હોતું નથી. કેટલીક વાર એનો આગ્રહ દુરાગ્રહ કે કદાગ્રહ નીવડવાનો સંભવ છે. જૈન દર્શનમાં વિવાદના મોટા વિષયો તે વ્યવહાર અને નિશ્ચયના, ઉત્સર્ગ અને અપવાદના તથા જ્ઞાન અને ક્રિયાના છે. કોણ સાચું અને કોણ ચડિયાતું એની વખતોવખત ચર્ચા થતી હોય છે. પરંતુ જેઓનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હોય છે તેઓ એકાન્તે કોઈ વાતનો આગ્રહ રાખતા નથી.
[૧૭૪] સ્વામેવાળમાર્થાનાં શતવ્યેવ પરાર્ધ ।
नावतारबुधत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥ ३६॥
અનુવાદ : જેમ પરાર્ધમાં સો સમાઈ જાય તેમ પોતાના આગમમાં અન્યના શાસ્ત્રોના અર્થોનો અવતાર કરવામાં (ઘટાવવામાં) જો પાંડિત્ય ન હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી.
વિશેષાર્થ : જેઓ પોતાનાં આગમોનો બરાબર અભ્યાસ કરે છે તેમનામાં અન્યનાં શાસ્ત્રોનો અર્થ કરવાની કુશળતા આપોઆપ આવી જાય છે. વળી જો તેમનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય, તો અન્યનાં શાસ્ત્રોના સિદ્ધાન્તોને આગમોમાં નિરૂપાયેલાં તત્ત્વો સાથે ઘટાવવાની તેમની બુદ્ધિશક્તિ ખીલેલી હોવી જોઈએ. એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળી વ્યક્તિઓની દૃષ્ટિ એટલી ઉદાર, ઉદાત્ત અને સમત્વવાળી હોવી જોઈએ કે અન્યના શાસ્ત્રોનું પણ તે અધ્યયન કરે અને તેમાં બતાવેલાં તત્ત્વો કે પદાર્થોનો આગમના સિદ્ધાન્તો સાથે કેવી રીતે મેળ બેસે છે તે પણ બતાવતાં તેમને આવડવું જોઈએ. અન્યનાં શાસ્ત્રોના કોઈ વિષયનું અધ્યયન ન કર્યું હોય તો પણ અનેકાન્તમય આગમો ઉપરની શ્રદ્ધા સદા અસ્ખલિત હોવાથી સમ્યગ્દષ્ટિ મહાત્માઓને તેના દ્વારા સર્વ પદાર્થોનું જ્ઞાન હોઈ શકે છે. એટલે તેમની પ્રતિભા એટલી વિકસિત હોય છે કે અન્યના કોઈ સિદ્ધાન્તની વાત આવે, તો તે જૈન દર્શનમાં કેવી રીતે ઘટાવી શકાય છે તેની કલા તેમને હસ્તગત હોય છે. જૈન દર્શનનું તત્ત્વચિંતન વિવિધ નયથી એટલું ઊંડાણવાળું છે કે દુનિયાના કોઈપણ પદાર્થની વાતનું તાત્પર્ય જૈન દર્શનના સિદ્ધાંતો દ્વારા સમજાવી શકાય છે. અહીં દૃષ્ટાંત આપવામાં આવે છે કે જેમ પરાર્ધ રકમમાં (એકડા ઉપર સત્તર મીંડાં જેટલી રકમમાં) સોની રકમનો સમાવેશ થઈ જાય છે તેમ જૈન દર્શનમાં અન્ય દર્શનોના સિદ્ધાન્તોનો સમાવેશ અર્થઘટન દ્વારા અવશ્ય થઈ શકે છે.
Jain Education International_2010_05
૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org