________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
[૧૭] નેઋત્તામશ્રદ્ધા તથાડAધ્વનિતા એવી છે
सम्यग्दृशस्तयैव स्यात् संपूर्णार्थ विवेचनम् ॥३२॥ અનુવાદ : તો પણ અનેકાન્તમય આગમોની શ્રદ્ધા સદા અઅલિત હોવાથી સમ્યગ્દષ્ટિવાળા તે સંપૂર્ણ અર્થનું વિવેચન કરી શકે છે. ' વિશેષાર્થ : પ્રત્યેક પદાર્થના અનંતપર્યાયાત્મક સ્વરૂપને કેવળી ભગવંતો જ જાણતા હોવાથી તેઓ જ તે વિશે કહી શકે. તેમ છતાં સમ્યગ્દષ્ટિ જ્ઞાની પણ તેના સર્વ અર્થનું વિવેચન કરી શકે, કારણ કે તેમને અનેકાન્તથી યુક્ત આગમોમાં અવિચલ, અસ્મલિત, નિરંતર, શ્રદ્ધા હોય છે. એ શ્રદ્ધાને બળે જ તેઓ કેવલી ભગવંતોએ સાક્ષાત જોઈને કહેલા પદાર્થોનું નિરૂપણ કરી શકે છે. [૧૭૧] મારામાપનયનાન્ જ્ઞાન પ્રાજ્ઞી સર્વાન્ !
कार्यादेर्व्यवहारस्तु नियतोल्लेखशेखरः ॥३३॥ અનુવાદ : આગમના અર્થનો આશ્રય કરવાથી પ્રાજ્ઞ પુરુષને સર્વગામી જ્ઞાન પ્રવર્તે છે પરંતુ કાર્યાદિકનો જે વ્યવહાર છે તે નિયત કરેલા ઉલ્લેખના શેખરરૂપ (મુગટરૂપ અર્થાત્ મુખ્યરૂપ) છે. ' વિશેષાર્થ : આ રીતે આગમના અર્થનો પૂર્ણ શ્રદ્ધા સાથે આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ મહાત્માઓને જે જ્ઞાન થાય છે તે સર્વગત હોય છે. આ સર્વગામી જ્ઞાનને કારણે જ એવા મહાત્માઓને પદાર્થનો અનંત પર્યાયરૂપે બોધ થાય છે. એથી જ તેઓ કોઈ વિષયનો એકાત્તે આગ્રહ રાખતા નથી. તેમની સૂક્ષ્મ દૃષ્ટિ અલ્પ સમયમાં તેનું સર્વાગીણ અવગાહન કરી લે છે અને યથાર્થ બોધ પામે છે.
આમ છતાં વ્યવહારનાં કાર્યોમાં અથવા કાર્યો વગેરેના વ્યવહારમાં તેઓ તે કાળે નિયત ઉલ્લેખને શેખરરૂપ અર્થાત્ મુખ્યરૂપ બનાવે છે. [૧૭૨] તાજોન ય: રિસ્થાપિ ઝ: ..
शास्त्रार्थबाधनात्सोऽयं जैनाभासस्य पापकृत् ॥३४॥ અનુવાદ : એટલા માટે જે વિરક્ત આત્માનો કોઈ વિષયમાં એકાન્તનો કદાગ્રહ હોય તો તે શાસ્ત્રના અર્થનો બાધક હોવાથી જૈનાભાસ છે અને પાપકાર્યરૂપ છે.
વિશેષાર્થ : જેઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે તેઓને જ્ઞાન અને ક્રિયા, વ્યવહાર અને નિશ્ચય અથવા એવા કોઈ એક નયનો એકાન્ત કદાગ્રહ હોતો નથી. જો સામાન્ય મનુષ્યો પણ એકાન્ત હઠાગ્રહ રાખે તો તે તેમને શોભતો નથી, તો પછી વીતરાગ પ્રભુની વાણીમાં શ્રદ્ધાવાળા વિરક્ત જ્ઞાનીઓની તો વાત જ શી ? દરેક બાબતનો પરમાર્થથી પણ વિચાર કરવો જોઈએ અને કદાગ્રહ છોડી દેવો જોઈએ. વળી જો કોઈ પણ એક નયને જ પકડી રાખવામાં આવે તો તે શાસ્ત્રના અર્થનો બાધક થશે. એનો અર્થ એ થયો કે તે ઇરાદાપૂર્વક આડકતરી રીતે શાસ્ત્રની આશાતના કરે છે. એવું કરનારને સાચો જૈન કેમ કહેવાય ? તે તો જૈનનો માત્ર
૯૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org