________________
અધ્યાત્મસાર
નાળડ઼ે તે મળ્યું નાળરૂં 1 ને સર્વાં નારૂં તે ાં નાળ । જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
જે આત્મા કોઈપણ એક વસ્તુના સર્વ સ્વપર્યાયને અને સર્વ પરપર્યાયને જાણે તે સર્વ વસ્તુના સર્વ સ્વપર્યાયને અને સર્વ પરપર્યાયને જાણે, એમ યુક્તિથી સિદ્ધ થાય છે, કારણ કે સર્વ વસ્તુના સર્વ સ્વપર્યાય અને સર્વ પરપર્યાય જાણ્યા વિના એક વસ્તુના સર્વ સ્વ-૫૨પર્યાય જાણી ન શકાય. એટલે જ ‘જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે' એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે.
[૧૯૮] આમત્તિપાદવામ્યામ-સ્વાયંવિમિનાશ્રયન્ । पर्यायमेकमप्यर्थं वेत्ति भावाद् बुधोऽखिलम् ॥३०॥
અનુવાદ : આત્તિ, પાટવ, અભ્યાસ, સ્વકાર્ય વગેરે દ્વારા પંડિત પુરુષ એક પર્યાયના એક અર્થને જાણે છે, પણ ભાવથી સર્વ અર્થને જાણે છે.
વિશેષાર્થ : પ્રત્યેક વસ્તુ સર્વ પર્યાયમય છે. પંડિત પુરુષ એટલે કે સમ્યગ્દષ્ટિ આત્મા તેના કેટલા પર્યાયના કેટલા અર્થ જાણે ? આ પ્રશ્નનો ઉત્તર દ્રવ્યથી અને ભાવથી એમ જુદો જુદો હોઈ શકે. દ્રવ્યથી તે એક પર્યાયના એક અર્થને અને ભાવથી સર્વ અર્થને જાણી શકે.
વસ્તુના એક પર્યાયના એક અર્થને જાણવાનાં જુદાં જુદાં કારણો હોઈ શકે, જેમકે આસત્તિ એટલે સંબંધ, પાટવ એટલે બુદ્ધિચાતુર્ય, અભ્યાસ એટલે વારંવાર કરેલા અવલોકનનો મહાવરો અને સ્વકાર્ય એટલે પોતાનું વિશિષ્ટ પ્રયોજન.
સમ્યગ્દષ્ટિ જીવ સ્થૂલ દૃષ્ટિથી પોતાની સન્મુખ રહેલા પદાર્થના એક પર્યાયના એક અર્થને જાણે છે, પણ ભાવથી તે સર્વ પર્યાયને જાણે છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિમાં ફરક એ છે કે સમ્યગ્દષ્ટિ ભાવથી સર્વ પર્યાયને જાણે છે અને મિથ્યાદષ્ટિ ભાવથી તે જાણતો નથી.
[૧૯૯] અન્તરા જેવલજ્ઞાન પ્રતિવ્યનિ યદ્યપિ 1
वापि ग्रहणमेकांश द्वारं चातिप्रसक्तिमत् ॥३१॥
અનુવાદ : કેવળજ્ઞાન વિના જો કે પ્રતિવ્યક્તિ થતી નથી. પ્રત્યેક વસ્તુમાં રહેલા સર્વપર્યાયોનું જ્ઞાન સંભવી શકતું નથી. તો પણ કોઈક વિષયમાં એકાંશ દ્વારવાળું જ્ઞાન થાય છે અને વળી તે અતિપ્રસક્તિ(અતિવ્યાપ્તિ)વાળું થાય છે.
વિશેષાર્થ : પ્રત્યેક પદાર્થમાં રહેલા ત્રણે કાળના સર્વ ક્રમબદ્ધ પર્યાયોનું જ્ઞાન એક ફક્ત કેવલી ભગવંતને જ હોઈ શકે. કેવળજ્ઞાનની એ વિશેષતા છે. કેવળજ્ઞાન સિવાય અનંતપર્યાયાત્મક જ્ઞાન સંભવી ન શકે. જો કે સમ્યગ્દષ્ટિ જીવોને, જિનાગમ ઉપર શ્રદ્ધા હોવાથી ઘણા પર્યાયોને ભાવથી જાણવારૂપી એકાંશના દ્વારવાળું જ્ઞાન થાય છે. અને તે પણ વળી અતિપ્રસક્તિવાળું એટલે અતિવ્યાપ્તિવાળું અર્થાત્ અચોક્કસ હોય છે.
Jain Education International2010_05
૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org