________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો: વૈરાગ્યભેદ અધિકાર
[૧૯૫] પર્યાયા: યુનેસ્સનદષ્ટિવારિત્રોવર: |
यथा भिन्ना अपि तथोपयोगाद्वस्तुनो ह्यमी ॥२७॥ અનુવાદ : મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્રના દ્રવ્ય પર્યાયો જેમ ભિન્ન હોવા છતાં પણ હોય છે, તેમ ઉપયોગ વડે તે વસ્તુના પણ હોય છે.
વિશેષાર્થ : અસ્તિત્વ અને નાસ્તિત્વ, તાદાસ્ય અને અતાદાભ્ય, ભિન્નતા અને અભિન્નતા–એમ જુદી જુદી દષ્ટિએ પર્યાયોનું વિશ્લેષણ કરવાનું તાત્પર્ય તો એક જ છે કે પ્રત્યેક દ્રવ્ય સર્વ પર્યાયાત્મક છે. અહીં મુનિના પર્યાયોનો વિચાર કરીએ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રના તમામ દ્રવ્ય પર્યાયો મુનિથી ભિન્ન છે. છતાં સ્વકાર્યમાં, મુક્તિના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઉપયોગી હોવાથી તે પર્યાયો મુનિના જ કહેવાય છે. તેવી જ રીતે કોઈપણ વસ્તુના પરપર્યાયો એ વસ્તુથી ભિન્ન હોવા છતાં, વ્યવહારમાં ઉપયોગી હોવાથી તે વસ્તુના પોતાના પર્યાય પણ કહેવાય. [૧૬૬] નો વેઢમાવસંવંથાન્વેષ તિર્મવેત્
आधारप्रतियोगित्वे द्विष्ठे न हि पृथग्द्वयोः ॥२८॥ અનુવાદ : જો એમ ન હોય તો અભાવના સંબંધનું અન્વેષણ કરવામાં શી ગતિ થાય ? માટે આધાર અને પ્રતિયોગી એ બંનેમાં તે રહે છે, પણ તે બંનેમાં પૃથક રહેતો નથી.
વિશેષાર્થ : પદાર્થોના સંબંધ ચાર પ્રકારના કહ્યા છે : સંયોગસંબંધ, સમવાયસંબંધ, સ્વરૂપસંબંધ અને તાદાભ્ય સંબંધ.
જ્ઞાન, ઇચ્છા, કૃતિ, વૈષ અને સંસ્કાર એ પાંચના સંબંધીને વિષય કહેવામાં આવે છે અને અભાવ, સંયોગ, આધારતા વગેરેના સંબંધીને પ્રતિયોગી કહેવામાં આવે છે.
ઘટનું ઉદાહરણ લઈએ તો ઘટમાં જેમ ઘટત્વ છે તેમ પટાભાવ વગેરે અભાવો પણ છે. આ અભાવો તે ઘટના જ પર્યાયો છે. અભાવ દ્વિષ્ઠ છે એટલે કે બે ઠેકાણે રહે છે – આધારમાં અને પ્રતિયોગીમાં, પણ તે બંનેમાં પૃથફ એટલે જુદો રહેતો નથી.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ શ્લોકોમાં ન્યાયશાસ્ત્રના કેટલાક પારિભાષિક શબ્દો પ્રયોજ્યા છે. તર્કબદ્ધ, સુસંગત પદ્ધતિથી સમજવા માટે આ પારિભાષિક શબ્દોના અર્થ બરાબર સમજવા જરૂરી છે. ન્યાયશાસ્ત્રના અભ્યાસીને એની યથાર્થતા સમજાતાં વિશેષ આનંદનો અનુભવ થશે. [૧૬] વાપર્યાયસંશ્લેષા દૂષ્યવંનિશિતમ્
सर्वमेकं विदन्वेद सर्व जानंस्तथैककम् ॥२९॥ અનુવાદ : આમ સ્વપર્યાય અને પરપર્યાય સંબંધસંશ્લેષ)થી સૂત્રમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે કે જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
વિશેષાર્થ : અહીં આચારાંગસૂત્રનો આધાર આપવામાં આવ્યો છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે : ને ,
૯૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
ucation International 2010_05
www.jainelibrary.org