________________
અધ્યાત્મસાર
સાહચર્ય કે વિદ્યમાનતા છે. વળી એ જ ઘટમાં પટના પર્યાયો તે પરપર્યાયો છે. એ સર્વ પરપર્યાયો ઘટમાં વ્યતિરેકથી છે એટલે કે નાસ્તિત્વથી છે. આમ ઘટમાં સર્વ સ્વપર્યાય રહેલા છે અને સર્વ પરપર્યાય પણ રહેલા છે. એટલે ઘટમાં સર્વ સ્વ-પર-પર્યાયો રહેલા છે. પટનું ઉદારણ લઈએ તો પટમાં પટવના સર્વ સ્વપર્યાયો અનુવૃત્તિથી છે અને ઘટના સર્વ પરપર્યાયો વ્યતિરેકથી છે. એટલે પટમાં પણ સર્વ સ્વપર-પર્યાયો રહેલાં છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ સર્વ પર્યાયમય છે. [૧૩] જે નામ પરપર્યાયા: સ્વાસ્તિત્વીયોપતિ મતા: .
स्वकीया अप्यमीत्यागस्वपर्याय विशेषणात् ॥२५॥ અનુવાદ : જે પરપર્યાય છે તે પોતાના અસ્તિત્વના અયોગથી છે. જો કે એ પરપર્યાય છે, પરંતુ ત્યાગરૂપ સ્વપર્યાયના વિશેષણથી છે.
વિશેષાર્થ : સ્વપર્યાય અને પરપર્યાયનો ભેદ સમજવા જેવો છે. ઘટ અને પટનું ઉદાહરણ લઈએ તો ઘટના જે પર્યાયો છે તે સ્વ-અસ્તિત્વના સંબંધથી ઘટના સ્વપર્યાય છે અને પટના પર્યાયો અસ્તિત્વના અયોગ (અસંબંધ)થી ઘટ માટે પરપર્યાય છે. પરંતુ પટના પર્યાયો ઘટ માટે પરપર્યાય હોવા છતાં, એને ઘટના પર્યાય તરીકે પણ ગણવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે જે પર્યાયો ઘટના નથી તે પર્યાયો ઘટના છે એમ કેવી રીતે કહી શકાય ? એનો ઉત્તર એ છે કે ઘટ સિવાયના પટ વગેરે તમામ વસ્તુના પર્યાયો, ઘટના જે સ્વપર્યાય છે તેના ત્યાગ-વિશેષણવાળા પર્યાય બની જાય છે. જો નાસ્તિત્વ સંબંધ ન સ્વીકારીએ તો ઘટ અને પટ વચ્ચે કોઈ ભેદ રહેશે નહિ. [૧૪] મતલિબ્લેિડર સંબંધવ્યાપથી ત: |
तेषां स्वत्वं धनस्येव व्यज्यते सूक्ष्मया धिया ॥२६॥ અનુવાદ : તેનો (પરપર્યાયનો) તાદાસ્યભાવે સંબંધ નથી તો પણ વ્યવહારનયના ઉપયોગથી સંબંધ છે. જેમ ધનનો સંબંધ તેના સ્વામી સાથે હોય છે તેમ આ સ્વત્વ (સ્વપર્યાય) સૂક્ષ્મ બુદ્ધિ વડે જણાય છે.
વિશેષાર્થ : એક દ્રવ્યના પર્યાયોનો અન્ય દ્રવ્યના પર્યાયો સાથે તાદાસ્યભાવે સંબંધ હોતો નથી. છતાં વ્યવહારમાં ઉપયોગીપણાને કારણે બે ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ બને છે, જેમ ધનનો સંબંધ એના સ્વામી સાથે હોય છે તેમ. ધનના પર્યાયો ભિન્ન છે અને એના સ્વામીના પર્યાયો પણ ભિન્ન છે, છતાં બંનેના પર્યાયો વચ્ચે સંબંધ છે. એટલે જ “આ ધન ફલાણા ભાઈનું છે.” એમ કહીએ છીએ. આ તો તરત સમજી શકાય એવું ઉદાહરણ છે. પરંતુ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવામાં આવે તો જયાં અતાદાભ્ય હોય ત્યાં પણ સ્વપર્યાય અને પરપર્યાય વચ્ચે સંબંધ હોય છે. ઘટ અને પટનાં ઉદાહરણો પ્રાચીન કાળથી શાસ્ત્રોમાં અપાતાં આવ્યાં છે. (એવાં બીજાં ઉદાહરણો પણ લઈ શકાય.) ઘટના પર્યાયો ઘટમાં અસ્તિત્વ રૂપે રહ્યા છે, અને પટના પર્યાયો ઘટમાં નાસ્તિત્વરૂપી રહ્યા છે. “આ ઘડો છે' એમ કહેવામાં આવે ત્યારે આ વસ્ત્ર નથી એમ પણ સૂચિત થાય છે. માત્ર પટ જ નહિ, અન્ય કોઈપણ દ્રવ્યના પર્યાયો ઘટમાં નથી. એ પરપર્યાયોનું નાસ્તિત્વ પણ વ્યવહારની દૃષ્ટિએ ઉપયોગી છે. જો એમ ન હોય તો અનેક દ્રવ્યોની સેળભેળ થઈ જાય.
૯૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org