________________
અધ્યાત્મસાર
દાખલો લઈ પ્રમત્તદશાવાળા કોઈ સાધુ કે શ્રાવક ક્રિયા છોડી દે તો તે યોગ્ય નથી. અપ્રમત્ત સાધુઓ પણ બીજાને આવશ્યકાદિ ક્રિયા છોડવાનું કહે નહિ. માટે એમાં કોઈએ પોતાને માટે ઉતાવળે નિર્ણય કરવા જેવો નથી. અન્ય દાર્શનિકોએ પણ આમ જ કહ્યું છે. [૫૦૨] યાત્મરતિદેવ ચીલાત્મ માનવ: |
__आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते ॥८॥ અનુવાદઃ જે માનવ આત્મરતિમાં જ હોય, જે આત્મતૃપ્ત હોય અને આત્મામાં જ સંતુષ્ટ હોય તેને કાર્ય કરવાનું રહેતું નથી. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયનો આ ૧૭મો શ્લોક અહીં આપ્યો છે. એમાં કહ્યું છે કે જે મનુષ્યને આત્મરતિ હોય, જે આત્મતૃપ્ત હોય ને જે આત્મસંતુષ્ટ હોય તેને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી.
અહીં કાર્ય કરવાનું રહેતું નથી એમ જે કહ્યું છે તે જેટલું મહત્ત્વનું છે તેના કરતાં આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ એ ત્રણ શબ્દો વધુ મહત્ત્વના છે. એમાં પણ આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ શબ્દો સમાન ભાવવાળા છે. આત્મરતિ એટલે આત્મામાં રતિ અથવા પ્રીતિ હોવી જરૂરી છે અને તે તૃપ્તિ કે સંતુષ્ટિની કોટિએ લઈ જાય એ કક્ષાની હોવી જરૂરી છે. આ ઉચ્ચ દશામાં માણસને સંસારના સર્વ પદાર્થોની અનિત્યતા ભાસે છે. એટલે તેમાંથી કશું મેળવવાનું તેને પ્રયોજન રહેતું નથી. આ એવી ઊંચી આધ્યાત્મિક દશા છે કે જ્યાં માણસ ખાવાપીવાનું ભૂલી જાય છે અથવા સહજ રીતે એ છૂટી જાય છે. એને કશું કરવાનું યાદ આવતું નથી. એની આત્મરતિ એટલી ઊંચી કોટિની છે કે પોતાને દેહ છે એવું ભાન પણ ત્યારે રહેતું નથી. જો એવી દેહાતીત દશા હોય તો દેહથી કરવાનાં કાર્યો પણ ત્યારે ન થતાં હોય એ સ્વાભાવિક છે. એને કોઈ વાસના કે તૃષ્ણા રહેતી નથી. નિજાનંદની મસ્તીમાં જ તે સતત મગ્ન રહે છે.
સામાન્ય માણસોની આ દશા નથી, પણ જેઓ સ્થિતપ્રજ્ઞ બન્યા છે, આત્મસ્વરૂપમાં લીન બન્યા છે એવા વિરલ મહાત્માઓની આ વાત છે. માટે સામાન્ય માણસે આવશ્યક ધાર્મિક કાર્ય, કર્તવ્ય કરવાનું છોડી દેવાની ઉતાવળ ન કરવી જોઈએ અને તેવા ભ્રમમાં ન રહેવું જોઈએ.
[૫૦૩] નૈવ તી તેનાર્થો નાતેને શન |
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥९॥ અનુવાદ : તેને આ લોકમાં કરવાનું કંઈ પ્રયોજન હોતું નથી, તેમ ન કરવાનું પણ કંઈ (પ્રયોજન) હોતું નથી. તથા સર્વ ભૂતોને વિશે પણ તેને કંઈ વ્યપાશ્રય (સ્વાર્થ કે મોહ) હોતો નથી.
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતામાંથી ત્રીજા અધ્યાયનો ૧૮મો શ્લોક અહીં અવતરણ તરીકે આપ્યો છે.
૨૮૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org