________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જેઓ આવશ્યકાદિ ક્રિયાઓ ઉત્સાહ ને પ્રેમથી કરે છે અને જેઓ ભગવાનની વાણી પ્રત્યે તીવ્ર અનુરાગ અને અહોભાવ ધરાવે છે તેઓ સ્વર્ગનું સુખ મેળવી શકે છે. પણ તેઓ એથી મોક્ષગતિ પ્રાપ્ત ન કરી શકે. મોક્ષગતિ તો જ્ઞાનયોગીઓ જ પ્રાપ્ત કરી શકે. તો પછી પ્રશ્ન થાય કે શું જ્ઞાનયોગીઓને પ્રતિક્રમણ, પડિલેહણ, ગોચરી આદિ આવશ્યકાદિ ક્રિયાઓ કરવાની જ નહિ ? અને જો તેઓ કરે તો તેમને સ્વર્ગસુખ મળે ?
એનો ઉત્તર અહીં એ આપવામાં આવ્યો છે કે જ્ઞાનયોગીઓ પણ આવશ્યકાદિ ક્રિયાઓ જરૂર કરે છે, પરંતુ તેઓ કેવળ આત્મસ્વભાવમાં રમતા હોય છે, તેઓને આત્માનું વદન થયેલું હોય છે. આથી તેઓ જે ક્રિયા કરે છે તે પ્રત્યે તેમને અનુરાગ હોતો નથી. એનો અર્થ એ નથી કે તેઓ આવશ્યકાદિ ક્રિયાઓ વેઠ તરીકે કરે છે. તેઓ વિશુદ્ધ રીતે જ પોતાની ક્રિયાઓ કરતા હોવા છતાં એ ક્રિયાઓ પ્રત્યે તેમને શુભ રાગ હોતો નથી. તેઓ રાગરહિતપણે ક્રિયાઓ કરતા હોવાથી એ ક્રિયા તેમના જ્ઞાનયોગમાં પ્રતિબંધક અર્થાત્ બાધારૂપ બનતી નથી. તેઓ અંતર્મુખ બનીને શુભ ક્રિયાઓ કરતા હોવાથી તે ક્રિયાઓ તેમની આરાધનામાં વ્યાપ (વિક્ષેપ) રૂપ, વિઘ્નરૂપ થતી નથી. વસ્તુતઃ જ્ઞાનીની ક્રિયાઓ કર્મનો શુભ પ્રકારનો બંધ કરાવનાર નહિ, પણ કર્મની નિર્જરા કરાવનાર હોય છે. એથી જે ક્રિયાઓ અન્યને સ્વર્ગસુખ અપાવીને સંસારમાં જ રાખે છે એ જ ક્રિયાઓ જ્ઞાનયોગીને મોક્ષસુખ અપાવી શકે છે. [૫૦૧] = પ્રમત્તસાધૂનાં NિTSણાવશ્યાવિ !
नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥७॥ અનુવાદ : ધ્યાનથી જ શુદ્ધ હોવાને કારણે અપ્રમત્ત સાધુઓની આવશ્યકાદિ ક્રિયા નિયત હોતી નથી. અન્ય દર્શનીઓએ પણ એમ કહ્યું છે.
વિશેષાર્થ : આવશ્યકાદિ ક્રિયા શ્રાવકે તેમજ મુનિઓએ કરવી જરૂરી છે. એટલા માટે તો તેને આવશ્યક અર્થાત્ અવશ્ય કરવા જેવી કહી છે. એવી ક્રિયાથી આચારમાં શુદ્ધિ આવે છે, ચિત્ત સ્થિર થાય છે અને પ્રમાદ ચાલ્યો જાય છે. આવી આવશ્યક ક્રિયાઓ પણ વખત જતાં યંત્રવત્ બની જવાનો સંભવ રહે છે. એમ થાય ત્યારે ચિત્તની એકાગ્રતા ઓછી થાય છે અને પ્રમાદ વધે છે. મહાત્માઓ ધ્યાનમાં જેમ જેમ વધુ એકાગ્ર બનતા જાય છે તેમ તેમ તેમના ચિત્તની શુદ્ધિ અને ઉપયોગની અંતર્મુખતા વધતાં જાય છે. તેમની અપ્રમત્ત દશા ઉત્તરોત્તર વધતી જાય છે. એવે વખતે કોઈક કારણસર તેમનાથી આવશ્યકાદિ ક્રિયાઓ ઓછીવત્તી થાય છે કે રહી જાય છે. અલબત્ત, ત્યારે એમનું ચિત્ત તો તે આવશ્યક ક્રિયામાં રહેલું હોય છે. તેથી એવી ક્રિયા ત્યારે નથી થઈ શકી, તે પ્રમાદ કે અનાદરને કારણે નહિ, પણ સમયાભાવ, શારીરિક પ્રતિકૂળતા ઈત્યાદિને કારણે હોય છે, અથવા તેઓ ધ્યાનમાં એટલા બધા લીન હોય છે કે ક્રિયા રહી જાય છે. પોતાનાથી જે ક્રિયા નથી થઈ શકી એ માટે તેઓ મનોમન “મિચ્છા મિ દુક્કડ પણ કરી લેતા હોય છે. તેઓ સ્વસ્વરૂપમાં એવા લીન બની ગયા હોય છે અને અપ્રમત્તાવસ્થાને કારણે તેઓ ધ્યાનની એવી ઊંચી શ્રેણીએ ચડ્યા હોય છે કે આવશ્યકાદિ ક્રિયાઓ તેમનાથી સહજ રીતે છૂટી ગઈ હોય છે.
અપ્રમત્ત જ્ઞાની મહાત્માઓ માટે, આવશ્યકાદિ ક્રિયાઓ નિયત, નિશ્ચિત નથી હોતી, પરંતુ એમનો
૨૮૧ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org