________________
અધ્યાત્મસાર
હવે સૈદ્ધાત્તિક દૃષ્ટિએ વિચારીએ તો જ્યાં રાગ છે અને ક્રિયાઓ શુભ છે ત્યાં તે ક્રિયાઓ શુભ કર્મબંધની નિમિત્ત બને છે. એટલે કે આવી ક્રિયાઓ કરનારો બહોળો વર્ગ શુભ કર્મ બાંધે છે, પુણ્યોપાર્જન કરે છે. જયાં પુણ્ય છે ત્યાં તેના ફળરૂપે સુખ છે. વિશેષ પુણ્ય હોય તો સ્વર્ગનું સુખ પણ મળે. એટલે આવી આવશ્યક ક્રિયાઓ એના કરનારને સ્વર્ગ વગેરેનું સુખ અપાવે છે. તે ક્રિયાઓ મોક્ષની પ્રાપ્તિ કરાવતી નથી. પરંતુ એનો અર્થ એ નથી કે મોક્ષપ્રાપ્તિ કરાવતી નથી માટે આ બધી આવશ્યક ક્રિયાઓ છોડી દેવી જોઈએ. જે છોડવાનો છે તે રાગ છે. મોક્ષના લક્ષ્યથી, આત્મસ્વરૂપમાં લીન થવા માટે, સ્વરૂપાનુસંધાન માટે જો આ ક્રિયાઓ રાગ વગર કરવામાં આવે તો તે પરમ પદ અર્થાત મોક્ષ અપાવનાર નીવડી શકે. ઊંચી દશાએ પહોંચેલા આત્મજ્ઞાની મહાત્માઓ માત્ર સાક્ષીભાવથી આ બધી ક્રિયાઓ કરતા હોય છે. [૪૯૯] જ્ઞાનયોતિપ: શુદ્ધાત્મરત્યેઋત્નક્ષમ્ |
इन्द्रियार्थोन्मनीभावात् स मोक्षसुखसाधकः ॥५॥ અનુવાદ : જ્ઞાનયોગ શુદ્ધ તપ છે. આત્મરતિ તેનું એક લક્ષણ છે. ઇન્દ્રિયોના વિષયો પરત્વે ઉન્મની ભાવને લીધે તે (જ્ઞાનયોગ) મોક્ષસુખનો સાધક છે. ' વિશેષાર્થ : કર્મયોગનું સ્વરૂપ સમજાવ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ હવે જ્ઞાનયોગનું સ્વરૂપ સંક્ષેપમાં અહીં કહે છે.
કર્મયોગ અને જ્ઞાનયોગ એ બે વચ્ચેનો સ્પષ્ટ ભેદ એ છે કે કર્મયોગ વધુમાં વધુ સ્વર્ગસુખ અપાવનાર છે, ત્યારે જ્ઞાનયોગથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે કર્મયોગ રાવ નિરર્થક છે માટે એ છોડી દેવો જોઈએ. એનો અર્થ એ છે કે કર્મયોગ પણ આરંભમાં સ્વીકારવા યોગ્ય છે, પરંતુ ત્યાં અટકી ન જતાં જ્ઞાનયોગ તરફ જવાનું છે. વસ્તુતઃ કર્મયોગનું જ જ્ઞાનયોગમાં રૂપાન્તર થાય છે. પોતે એ રૂપાન્તર કરવાનું છે. જો કર્મયોગ નહિ હોય તો સીધો જ્ઞાનયોગ તરત આવશે નહિ, કારણ કે જયાં સુધી દેહ છે ત્યાં સુધી સ્થૂલ કે સૂક્ષ્મ કર્મયોગ રહેવાનો. કર્મયોગ દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ છે. એટલે કર્મયોગ જ્ઞાનયોગરૂપે પરિણમે એ લક્ષ્ય રાખવાનું છે.
જ્ઞાનયોગ શુદ્ધ તપરૂપ છે. આ એવું તપ છે કે જેમાં આત્મરતિ એનું એક મુખ્ય લક્ષણ છે. આત્મા પ્રત્યે પ્રીતિ, આત્મસન્મુખ થવાની ઉત્કટ અભિલાષા આ તપમાં હોય છે. એથી એ તપ પુણ્યના બંધનું નિમિત્ત ન બનતાં કર્મની નિર્જરાનું નિમિત્ત બને છે. આ જ્ઞાનયોગમાં ઇન્દ્રિયોના વિષયોથી ઉપર ઊઠવાની ભાવના રહે છે. ઇન્દ્રિયોના વિષયો પૌગલિક સુખ તરફ જીવને ખેંચી જાય છે. જ્ઞાનયોગમાં પૌગલિક સુખની, આ ભવ માટે કે ભવાન્તર માટે, કોઈ અભિલાષા રહેતી નથી. ત્યાં માત્ર મોક્ષના સુખની અભિલાષા પ્રવર્તતી રહે છે. આથી જ કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે. એટલે જ એનું વિશેષ માહાભ્ય છે. [૫00] ન પ૨પ્રતિવંથોડમિન્નન્યોથેત્મિવેત્તાત્ |
शुभं कर्माऽपि नैवात्र व्याक्षेपायोपजायते ॥६॥ અનુવાદ : એમાં કેવળ આત્માનું વદન હોવાથી બીજો કોઈ પ્રતિબંધ હોતો નથી. અહીં (જ્ઞાનયોગમાં) શુભ ક્રિયા પણ વ્યાપ (વિક્ષેપ) ઉપજાવતી નથી.
૨૮૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org