________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
વિશેષાર્થ : આ શ્લોકમાં “કર્મયોગ' શબ્દ સમજાવવામાં આવ્યો છે. વૈદિક દર્શનોમાં “કર્મયોગ' શબ્દ જેટલો વ્યાપક રીતે વપરાયો છે તેટલો જૈન દર્શનમાં વપરાયો નથી. વળી “ક” શબ્દ પણ જૈન દર્શનમાં જે પારિભાષિક અર્થમાં વપરાયો છે તે મહત્ત્વનો છે. સામાન્ય વ્યવહારમાં તે સહજ રીતે વપરાય છે. જૈન કુળોમાં શુભાશુભ બંધના અર્થમાં કર્મ શબ્દ સવિશેષ પ્રયોજાતો રહ્યો છે. એથી જૈન દર્શન અને - અન્ય દર્શનો બંનેને સ્વીકાર્ય બને એવી રીતે કર્મયોગ' શબ્દ ઉપાધ્યાયજી મહારાજે પ્રયોજીને તત્ત્વવિચારણામાં કંઈ ગેરસમજ ન થાય એટલા માટે આરંભમાં જ અહીં એની વ્યાખ્યા બાંધી આપી છે.
શરીર દ્વારા જે કંઈ સ્પંદનો થાય છે અર્થાત નાની મોટી જે કંઈ ક્રિયાઓ થાય છે તેમાંથી પ્રશસ્ત ભાવથી, દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના અનુરાગથી અને પુણ્યના બંધના લક્ષણવાળી જે ક્રિયા થાય છે તેને ‘કર્મયોગ' કહેવામાં આવે છે.
આમ તો શરીર દ્વારા હિંસા, અસત્ય, ચોરી, કામભોગ, માયાકપટ, નિંદાકુથલી વગેરે ઘણી અશુભ ક્રિયાઓ પણ થાય છે. એ તો પાપરૂપ છે. એથી અશુભ કર્મ બંધાય છે. એને માટે અહીં કર્મયોગ કહેવામાં આવ્યો નથી. પરંતુ દેવગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પચ્ચખ્ખાણ વગેરે જે શુભ પ્રવૃત્તિઓ થાય છે, જેનાથી પ્રાયઃ પુણ્ય બંધાય છે તેવી ક્રિયાઓ માટે ‘કર્મયોગ' શબ્દ અહીં પ્રયોજવામાં આવ્યો છે. (એવી ક્રિયાઓ જ્યારે જ્ઞાનયોગી મહાત્માઓ દ્વારા થતી હોય છે ત્યારે તેમાં તેમનો રાગ જોડાયેલો ન હોવાથી તેમને કર્મનો બંધ થતો નથી, બલકે એથી કર્મની નિર્જરા પણ થઈ શકે છે.)
[૪૯૮] માવઠ્યાવિરોધ વાત્સલ્યદ્વાવારીમ્ |
प्राप्नोति स्वर्गसौख्यानि न याति परमं पदम् ॥४॥ અનુવાદ : આવશ્યકાદિ (ક્રિયાઓ) પરના રાગથી તથા જિનેશ્વરની વાણી પ્રત્યેના વાત્સલ્યભાવથી (જીવ) સ્વર્ગનાં સુખો પ્રાપ્ત કરે છે. પરમ પદ(મોક્ષ)ને તે પામતો નથી.
વિશેષાર્થ : અહીં આવશ્યકાદિ ક્રિયાઓ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ ને પચ્ચખ્ખાણ એ છને શ્રાવકની આવશ્યક ક્રિયાઓ તરીકે ઓળખાવવામાં આવે છે. તેવી રીતે દેવવંદન, પડિલેહણ, પ્રતિક્રમણ ઇત્યાદિને સાધુ મહારાજની આવશ્યક ક્રિયા તરીકે બતાવવામાં આવે છે. જે ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જ જોઈએ તેને “આવશ્યક ક્રિયા કહેવામાં. આવે છે. મોક્ષમાર્ગની સાધના માટે રોજેરોજ કરવાની આટલી ક્રિયાઓ આવશ્યક ગણાય છે. પરંતુ આટલી જ ક્રિયાઓ છે અને બીજી નથી એમ ન કહી શકાય. સાધક કે ઉપાસક માટે ગુરુની આજ્ઞા અનુસાર બીજી ઘણી બધી નાનીમોટી ક્રિયાઓ હોય છે. એટલે અહીં ફક્ત “આવશ્યક' શબ્દ ન પ્રયોજતાં ‘આવશ્યકાદિ' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે.
આ આવશ્યકાદિ ક્રિયાઓ શુભ ક્રિયાઓ જ છે. ધર્મના માર્ગે તે આગળ વધારનાર છે. આવી ક્રિયાઓ માટે ઉપાસકને રસરુચિ થાય એ સ્વાભાવિક છે. આરંભના તબક્કે તો બાળજીવોને જો આ ક્રિયાઓ ગમી જાય તો તે ફરી ફરી કરવાનું તેમને મન થાય એવું છે. એટલે તેઓમાં આવી ક્રિયાઓ સરાગ એટલે કે રાગપૂર્વક થતી જોવા મળશે.
૨૭૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org