________________
અધ્યાત્મસાર
[૪૯૬] »ર્મજ્ઞાનવિમેન સ દિથી તત્ર વામિ: |
आवश्यकादिविहितक्रियारूपः प्रकीर्तितः ॥२॥ અનુવાદ : કર્મ અને જ્ઞાનના ભેદને લીધે તે (યોગ) બે પ્રકારનો છે. તેમાં પહેલો (કર્મયોગ). આવશ્યકાદિ ક્રિયા કરવારૂપ કહ્યો છે.
વિશેષાર્થ : યોગના સ્વરૂપ વિશેના આ અધિકારમાં આરંભમાં યોગના પ્રકારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. યોગના બે મુખ્ય પ્રકારો તે કર્મયોગ અને જ્ઞાનયોગ છે. “યોગ’ શબ્દ સંસ્કૃત યુન્ પરથી આવેલો છે. યુન્ એટલે જોડવું. જેમાં કશુંક જોડાણ થાય તે યોગ. પોતાની જાતને ભક્તિમાં જોડવી તે ભક્તિયોગ અને ક્રિયા અથવા કર્મમાં જોડવી તે કર્મયોગ. એવી રીતે જ્ઞાનયોગ, ધ્યાનયોગ વગેરે પ્રકારના યોગ છે. ચિત્તને વિવિધ પ્રકારના ભાવોમાં જોડવાથી તેવા પ્રકારના યોગ થાય છે. શ્રીમદ્ભગવદ્ગીતા પ્રમાણે અર્જુનનું ચિત્ત જયારે વિષાદથી છવાઈ ગયું હતું ત્યારે તેની એવી મનોદશા માટે “વિષાદયોગ' શબ્દ પ્રયોજાયો હતો.
યોગ અનેક પ્રકારના સંભવે છે. અધ્યાત્મમાર્ગમાં ઉપયોગી એવા યોગોમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ, સમાધિયોગ વગેરેને ગણાવી શકાય. એમાં મુખ્ય બે તે કર્મયોગ અને જ્ઞાનયોગ છે.
અહીં ‘કર્મયોગ' શબ્દ સ્પષ્ટતાથી સમજી લેવો આવશ્યક છે, કારણ કે નહિ તો ગૂંચવાડો થવાનો સંભવ છે. જૈન ધર્મમાં અને જૈન દર્શનમાં એની સ્પષ્ટતાની સવિશેષ જરૂર છે, કારણ કે કર્મસિદ્ધાન્તની બહુ વિગતે પ્રરૂપણા જૈન ધર્મ-દર્શનમાં કરવામાં આવી છે. કર્મયોગ' શબ્દમાં ‘કર્મ'નો અર્થ અહીં ક્રિયા અથવા કાર્ય એવો લેવાનો છે. કાશ્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓથી બંધાતાં કર્મનો અર્થ અહીં લેવાનો નથી.
શરીર દ્વારા જે જે ચેષ્ટાઓ કે આચરણ થાય છે, તે બધી જ ક્રિયાઓને કર્મયોગ તરીકે ઓળખાવવામાં આવતી નથી, કારણ કે જો કોઈ એમ ઓળખાવે તો પછી તો અશુભ કર્મયોગ અને શુભ કર્મયોગ એવા ભેદ પાડવા પડે.
જૈન ધર્મમાં તો આવશ્યકાદિ જે ક્રિયાઓ છે તેના વિષયમાં ‘કર્મયોગ' શબ્દ વપરાય છે. સામાયિક, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, પચ્ચખ્ખાણ અને કાઉસગ્ગ એ મુખ્ય છે આવશ્યક ક્રિયા ગણાય છે. સાધુઓ માટે પડિલેહણ, ગોચરી, વહોરવા જવું વગેરે ક્રિયાઓ પણ હોય છે. આ બધી ક્રિયાઓ યોગ્ય કાળે, યોગ્ય રીતે, યોગ્ય લક્ષ્યપૂર્વક કરવી જોઈએ. એમાં પ્રમાદ, શિથિલતા, નીરસતા, જૂનાધિકપણું, અબહુમાન ઇત્યાદિ ન હોવાં જોઈએ. શ્રીમદ્ભગવદ્ગીતામાં યોગ: કર્મસુ કૌશત્રમ્ | કહ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધી આવશ્યક ક્રિયાઓ ચિત્તના પૂરા ઉપયોગપૂર્વક, નિપુણતાથી વિશુદ્ધ રીતે કરવામાં આવે તો તે ‘કર્મયોગ' બની રહે છે. એ “કર્મયોગ’ ‘જ્ઞાનયોગ' માટે ભૂમિકા પૂરી પાડે છે. જેનો કર્મયોગ અશુદ્ધ છે તેનો જ્ઞાનયોગ પણ અશુદ્ધ જ રહેવાનો. [૪૯૭] શારીરયંવર્માત્મા યેયં પુષેત્નક્ષમ્ |
कर्माऽतनोति सद्रागात् कर्मयोगस्ततः स्मृतः ॥३॥ અનુવાદ : શરીરના સ્પંદરૂપી કર્મવાળો આ આત્મા સારા રાગને લીધે પુણ્યના લક્ષણવાળી ક્રિયાઓ કરે છે. તેથી તેને “કર્મયોગ' કહેવામાં આવે છે.
૨૭૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org