________________
પ્રબંધ પાંચમો
અધિકાર પંદરમો 7 યોગ - અવિકાર ?
[૪૫] વ્યતીત - મિથ્યાત્વવિવિપુષઃ |
सम्यक्त्वशालिनोऽध्यात्मशुद्धेर्योगः प्रसिध्यति ॥१॥ અનુવાદ : અસમ્રહના નાશથી મિથ્યાત્વરૂપી વિષનાં બિંદુઓ(વિપુષ)નું જેમણે વમન કર્યું છે એવા સમ્યકત્વથી શોભનારને અધ્યાત્મની શુદ્ધિથી યોગ સિદ્ધ થાય છે.
વિશેષાર્થ : અસંગ્રહનો ત્યાગ અને મિથ્યાત્વનું વમન એ બે સભ્યત્વની પ્રાપ્તિની પૂર્વેની આવશ્યક ભૂમિકા છે. જેઓ મોક્ષમાર્ગ વિકાસ સાધવા માગે છે એમણે એ માટે પોતાની યોગ્યતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. મોક્ષમાર્ગમાં યોગસિદ્ધિ એ જીવને વિકાસ તરફ દોરી જતો તબક્કો છે. એ માટે પ્રાથમિક યોગ્યતા તે સમ્યત્વની પ્રાપ્તિ છે. એ વિના યોગસિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય નહિ. મિથ્યાત્વને અહીં વિષબિંદુઓ તરીકે ઓળખાવાયાં છે. ઉદરમાં વિષબિંદુ અજાણતાં ચાલ્યું ગયું હોય તો એ જઠર અને આંતરડામાં આગળ વધીને પોતાની મેળે બહાર નીકળી જશે એમ સમજીને બેસી રહેનાર મૃત્યુને શરણ થાય છે. વિષબિંદુ શરીરમાં આગળ જાય તે પહેલાં જ એને કાઢી નાખવું જોઈએ. કેવી રીતે કાઢી શકાય ? વમન એટલે કે ઊલટી કરીને કાઢી નખાય. ઊલટી થઈ ગયા પછી જીવને ચેન પડવા લાગે છે, કારણ કે હવે વિષ બહાર આવી ગયું છે. મિથ્યાત્વ એક પ્રકારનું વિષ છે. એ ન નીકળતું હોય તો પરાણે કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવને અધ્યાત્મ વિશે, મોક્ષમાર્ગ વિશે મૂંઝારો રહે છે. તે આકળવિકળ થાય છે. “આમ કરું કે “તેમ કરું એવી અસહ્ય દ્વિધા તે અનુભવે છે. પરંતુ મિથ્યાત્વનો નાશ થતાં અને સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં તે શાન્તિ અનુભવે છે. તે અધ્યાત્મની શુદ્ધિ પ્રાપ્ત કરવા લાગે છે.
મિથ્યાત્વનો એટલે કે વિપરીત માન્યતાઓનો ત્યાગ કરવો હોય તો જીવે અસદ્ગહ એટલે કે કદાગ્રહનો ત્યાગ કરવો જરૂરી છે. અસગ્રહને કારણે ખોટી અને ઊંધી વસ્તુઓ એવી દઢતાથી પકડાઈ જાય છે કે તે જલદી છૂટતી નથી. એવી મજબૂત ગ્રંથિને ઉકેલી શકાતી નથી. એને છેદવી કે તોડવી પડે છે. એમ કર્યા પછી જ આગળનો માર્ગ સરળ બને છે.
યોગ' શબ્દ માત્ર જૈન દર્શનમાં જ નહિ, સર્વ ભારતીય દર્શનોમાં વપરાયેલો શબ્દ છે. એટલે આ અધિકારમાં સર્વ ભારતીય દર્શનોના સમન્વય રૂપે જૈન દર્શનને સંમત એવી યોગના સ્વરૂપની રજૂઆત ઉપાધ્યાયજી મહારાજે કરી છે.
૨૭૭ For Private &
Jain Education Intemational 2010_05
emational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org