________________
અધ્યાત્મસાર
તેઓને કોઈ ગુણવાન વ્યક્તિ નહિ, પણ સ્વાર્થ પ્રિય લાગે છે અને તેઓ તત્ત્વવેત્તાઓની સાથે નહિ પણ મૂર્ખ માણસો સાથે મૈત્રી રાખે છે.
વિશેષાર્થ : એક વખત દુરાગ્રહીનો સ્વભાવ વિચિત્ર થઈ જાય તે પછી તેને પોતાના જેવા માણસો જ ગમે. એની સંગત એવા અન્ય મૂઢ માણસો સાથે થવા લાગે. કદાગ્રહી માણસ પોતાના અભિપ્રાય માટે જ આગ્રહ રાખે. એને કારણે એનામાં સ્વાર્થપટુતા આવવા લાગે. પોતાનાથી વિપરીત માન્યતાવાળા સાથે એટલે કે સાચા, ખુલ્લા દિલના, મુક્ત મનના ગુણવાન તત્ત્વરસિકો સાથે એને ફાવે નહિ. પોતાનો સ્વાર્થ પોષાય એવા મૂર્ખ માણસો સાથે એની દોસ્તી જામે. પરંતુ પછી એનું પરિણામ એવું આવે છે કે ઉત્તરોત્તર અધમ માણસ સાથે એની દોસ્તી વધતી જાય અને એ દોસ્તીનું સ્તર ઊતરતું જાય. એવા દુરાગ્રહી માણસોની આધ્યાત્મિક સાધનાનો વિકાસ આ રીતે અટકી જાય છે, એટલું જ નહિ તેઓ પાછા પડે છે. [૪૯૪] રૂર્વ વિવંતત્ત્વમુવીર વૃદ્ધિ
रसद्ग्रहं यस्तृणवज्जहाति । जहाति नैनं कुलजेव योषिद्
गुणानुरक्ता दयितं यशःश्री ॥२२॥ અનુવાદ : આમ તત્ત્વને જાણનાર જે ઉદાર બુદ્ધિવાળો તૃણની જેમ અસદ્ગહનો ત્યાગ કરે છે તેનો, ગુણાનુરાગી યશલક્ષ્મી, કુળવાન સ્ત્રીની જેમ, ત્યાગ કરતી નથી.
વિશેષાર્થ : એક વખત કદાગ્રહનું સ્વરૂપ સમજાયું હોય અને આધ્યાત્મિક વિકાસમાં તેનાથી થતા નુકસાનનો ખ્યાલ આવી ગયો હોય તો તેવી વ્યક્તિએ કદાગ્રહી ન થવું જોઈએ. વિશેષત: તત્ત્વના જાણનાર, સ્યાદ્વાદશૈલીના મર્મજ્ઞ, ઉદાર દષ્ટિવાળા, બીજાના સાચા દષ્ટિબિન્દુનો ભાવપૂર્વક સ્વીકાર કરનાર મહાત્માઓ તો હંમેશાં કદાગ્રહથી દૂર જ રહે છે. ક્યારેક પોતાના મંતવ્યમાં કશીક ક્ષતિનો
ખ્યાલ આવે કે તરત જ તેઓ પોતાની પ્રતિષ્ઠાની પરવા કર્યા વગર તેનો સ્વીકાર કરી લે છે. જેઓ નિખાલસ છે, ઉચ્ચ ધ્યેયની અભિલાષાવાળા છે, તેઓની તો આ રીતે વસ્તુતઃ પ્રતિષ્ઠા ઊલટી વધે છે. યશલક્ષ્મી એમના તરફ ખેંચાઈને આવે છે. કુળવાન પતિવ્રતા સ્ત્રીની જેમ એ યશલક્ષ્મી એવા મહાત્માઓનો ક્યારેય ત્યાગ કરતી નથી. અર્થાત્ એવા ઉદારદિલ, પ્રામાણિક, સંનિષ્ઠ, સહિષ્ણુ, તત્ત્વજ્ઞ મહાત્માઓની ક્યારેય અપકીર્તિ થતી નથી. ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અહીં પ્રબંધના આ છેલ્લા શ્લોકમાં પોતાનું નામ શ્લેષથી ગૂંથી લીધું છે.
इति असद्ग्रहत्यागाधिकारः । અસદ્મહત્યાગ અધિકાર સંપૂર્ણ
૨૭૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org