________________
પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો : અસદ્મહત્યાગ અધિકાર
[૪૯૨] વિદ્યા વિવેì વિનયો વિશુદ્ધિ: सिद्धान्तवाल्लभ्यमुदारता च । असद्ग्रहाद् यान्ति विनाशमेते गुणास्तृणानी कणाद् दवाग्नेः ॥२०॥
અનુવાદ : દાવાનળના તણખાથી જેમ ઘાસ નાશ પામે છે તેમ અસદ્ગહથી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્ત માટેની પ્રીતિ અને ઉદારતા—આ ગુણો નાશ પામે છે.
વિશેષાર્થ : માણસ જ્યારે સમજવાનો કે સત્ય સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને પોતાના ખોટા મતનો જ આગ્રહ સેવવા લાગે છે ત્યારે જો કેટલાક સદ્ગુણો તેનામાં રહેલા હોય તો તે મોડા કે વહેલા નાશ પામે છે. વળી સદ્ગુણો તેનામાં પહેલેથી જ ન હોય તો તે પછીથી આવતા નથી. મતાગ્રહી માણસ પછી મતાંધ બને છે. મતાંધ બનેલા માણસને એની દૃષ્ટિ ખુલ્લી ન હોવાથી પોતાનાથી જુદા મતનાં શાસ્ત્રો વાંચવાં ગમતાં નથી. એથી એકંદરે તો વિદ્યા પ્રત્યે જ એને અપ્રીતિ થાય છે. સમજદાર અને તત્ત્વવિમર્શ કરી શકનાર વ્યક્તિ પણ જ્યારે પોતાના મતથી વિપરીત એવા ગ્રંથોનું જો વારંવાર વાંચન કરે તો સંભવ છે કે એની માન્યતા ડગી જાય. એવી ચંચલ મનની વ્યક્તિઓને ખોટા પ્રચારાત્મક ગ્રંથો બહુ વાંચવા દેવા ન જોઈએ એ સમજી શકાય એવી વાત છે. પરંતુ બીજી બાજુ અસગ્રહી માણસ તો સારા, સાચા ગ્રંથો વાંચવાથી પોતાની જાતને હેતુપૂર્વક વંચિત રાખે છે. વિદ્યા માટેની એની લાગણી બુઠ્ઠી થઈ જાય છે. પોતાના મત માટે આગ્રહી હોવાને કારણે તેનામાંથી સારાસારનો, કૃત્યાકૃત્યનો વિવેક પણ ઓછો થવા લાગે છે. ક્યારેક તો તેને ભય રહે છે કે જો વિવેક દર્શાવવા જશે તો પોતાનો મત ઢીલો પડી જશે. એટલે સમજવા છતાં તે વિવેક દર્શાવતો નથી. પોતાના મતના અભિનિવેશને કારણે તે વિનયી થઈ શકતો નથી. તેના નમ્રતા, લઘુતા, નિરાભિમાનતા વગેરે ગુણો ઘસાઈ જાય છે. બીજાને પણ પોતાનો મત હોઈ શકે એવો ઉદાર ભાવ એનામાંથી ચાલ્યો ગયો હોવાથી ચિત્તવિશુદ્ધિ, ઉદારતા, સહિષ્ણુતા વગેરે ગુણો પણ એનામાં મંદ પડવા લાગે છે. પોતાનાથી વિપરીત મત તે સહી શકતો નથી. આમ એક ગુણની સાથે બીજો અને બીજાની સાથે ત્રીજો ગુણ એમ તેના વિવિધ સદ્ગુણો નાશ પામે છે. અહીં ઉદાહરણ આપવામાં આવે છે કે ક્યાંક દાવાનળ ફાટ્યો હોય અને એના તણખા ચારે બાજુ જોરજોરથી ઊડતા હોય અને એમાંનો એક તણખો પોતાના ખેતરમાં રાખેલી ઘાસની ગંજીમાં પડે તો એ એક જ તણખો સમગ્ર ઘાસને બાળી નાખવાની શક્તિ ધરાવે છે. તેવી રીતે અસદ્ગહ નામનો એક જ દુર્ગુણ બીજા ઘણા બધા સદ્ગુણોને બાળી નાખવાની શક્તિ ધરાવે છે.
[૪૯૩] સ્વાર્થ: પ્રિયો નો મુળવાંન્તુ શિન્
मूढेषु मैत्री न तु तत्त्ववित्सु । असद्ग्रहापादितविभ्रमाणां
स्थितिः किलासावधमाधमानाम् ॥२१॥
અનુવાદ : અસગ્રહમાં વિભ્રમ પામેલા અધમાધમ માણસોની સ્થિતિ એવી હોય છે કે
Jain Education International2010_05
૨૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org