________________
અધ્યાત્મસાર
આત્માના તેવાં ક્રૂર પરિણામો તે રૌદ્રધ્યાન. આયુષ્યનો બંધ પડે ત્યારે જો રૌદ્રધ્યાન પ્રવર્તતું હોય તો તે જીવ નરક ગતિમાં જાય. આર્ત્તધ્યાન કરતાં પણ રૌદ્રધ્યાન વધારે ભયંકર છે.
આ રીતે આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન દુર્ગતિમાં લઈ જનારાં, ભવનું પરિભ્રમણ વધારનારાં, સંસારમાં રખડાવનારાં છે.
ધર્મધ્યાન એનું નામ જ કહે છે તે પ્રમાણે ધર્મયુક્ત ધ્યાન છે. શ્રુતધર્મરૂપી અને ચારિત્રધર્મરૂપી શુભ અધ્યવસાય કે શુભ પરિણામવાળું આ ધ્યાન છે. ધર્મધ્યાનથી જીવની શુભ ગતિ થાય છે. તે દેવગતિ અપાવે છે અને પરંપરાએ મોક્ષગતિ અપાવે છે.
શુકલ એટલે શ્વેત અથવા શુદ્ધ. શુકલધ્યાન આઠ પ્રકારનાં કર્મોના મળનું શોધન કરે છે. તે કર્મોનો નાશ કરી મોક્ષગતિ અપાવે છે.
આમ, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારનાં કારણભૂત છે અને ધર્મધ્યાન તથા શુકલધ્યાન મોક્ષનાં કારણભૂત છે. આ ચારે પ્રકારનાં ધ્યાન વિશે હવે વિગતે કહેવામાં આવશે.
[૫૮૧] શબ્દાવીનામનિષ્ઠાનાં વિયોગÉપ્રયોગયોઃ ।
चिन्तनं वेदनायाश्च व्याकुलत्वमुपेयुषुः ॥४॥
અનુવાદ : અનિષ્ટ શબ્દાદિના (વિષયોના) વિયોગનું અને અસંપ્રયોગ(અપ્રાપ્તિ)નું, તથા વેદનાની વ્યાકુળતાનું ચિંતન કરવું.
વિશેષાર્થ : આર્દ્રધ્યાનના ચાર પ્રકાર છે. એમાંથી પહેલા બે પ્રકારનો અહીં નિર્દેશ છે. આ પ્રકારો છે : (૧) અનિષ્ટ વિયોગચિન્તા
(૨) વેદનાનુબંધ અર્થાત્ રોગચિન્તા
આ પહેલા બે પ્રકારનાં આર્ત્તધ્યાનમાં અનિષ્ટ વસ્તુનો પોતાને સંયોગ ન થાય, રોગ-વેદના ન થાય એ પ્રકારની ઇચ્છામાંથી ઉદ્ભવેલી ચિન્તા છે. મનુષ્ય માત્રને ઇષ્ટનો સંયોગ અને અનિષ્ટનો વિયોગ ગમે છે, પરંતુ જ્યારે અનિષ્ટનો સંયોગ થાય છે ત્યારે માણસ આકુળવ્યાકુળ થઈ જાય છે અને ક્યારે એમાંથી છૂટાય એની સતત ચિંતામાં રહે છે. અનિષ્ટ વસ્તુનો જેટલો વધારે સંયોગ તેટલી એની ચિત્તા વધુ ઉગ્ર.
અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ, વિષય, સંજોગો ઇત્યાદિ પ્રત્યે માણસને અભાવ, અરુચિ, અપ્રીતિ રહે છે. એનો સંયોગ ન થાય એમ તે ઇચ્છે છે. એની ઇચ્છા અનુક્રમે ચિંતામાં એટલી ઉગ્ર રીતે પરિણમે છે કે એનું ચિત્ત સતત એનું જ ચિંતન કરે છે. એટલે તો એને ધ્યાન કહ્યું છે. આ આર્તધ્યાન ‘હું' અને ‘મારા' પણામાંથી જન્મે છે. વસ્તુતઃ એ રાગ અને દ્વેષનું જ પરિણામ છે.
માણસને અનિષ્ટના સંયોગવિયોગની જે ચિન્તા થાય છે તે ત્રણ કાળની દૃષ્ટિએ વહેંચી શકાય. વર્તમાન કાળમાં તો મુખ્યત્વે તે એ પ્રમાણે ચિંતવે છે કે પોતાને શબ્દાદિના અનિષ્ટ વિષયો વગેરેનો જે ન ગમતો સંયોગ થયો છે એમાંથી પોતે ક્યારે છૂટે એટલે કે એનો ક્યારે વિયોગ થાય. ત્યાર પછી એ એવા અનિષ્ટ વિષયોની ચિંતા કરે છે કે જેની પ્રાપ્તિ હજુ થઈ નથી, પણ ભવિષ્યમાં થવાનો સંભવ છે. એવો સંભવ ન
Jain Education International2010_05
૩૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org