________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
ઊભો થાય અને પોતે બચી જાય એ માટે એના મનમાં વિચારો ચાલે છે. આ થઈ ભવિષ્યકાળની વાત. તદુપરાંત એ એમ ચિંતવે છે કે ભૂતકાળમાં જે અનિષ્ટ સંયોગો થયા હતા અને જેમાંથી તે માંડ છટ્યો છે તે અનિષ્ટ સંયોગો ફરીથી ન આવે તો સારું. આમ, અનિષ્ટના વિયોગ માટે તે ત્રણે કાળની દૃષ્ટિએ ચિંતા કરતો રહે છે. એ વિષયોની એકાગ્ર અને સતત ચિંતા એનું નામ આર્તધ્યાન છે.
બીજા પ્રકારનું આર્તધ્યાન છે વેદનાની અથવા શારીરિક કે માનસિક રોગની ચિંતા. નાના રોગો કે જેને ક્ષુદ્ર રોગો કહેવામાં આવે છે એની માણસને બહુ ચિંતા હોતી નથી. પેટમાં, છાતીમાં, મસ્તકમાં, ગળામાં કે શરીરમાં ક્યાંક ઘા પડ્યો હોય તે વખતે થતી તીવ્ર વેદનાથી પોતાને આકુળવ્યાકુળ કરી નાખનારા જે રોગો હોય છે તે વિષે માણસ ચિંતાતુર રહે છે. એવો ભયંકર રોગ માણસને થયો હોય તો એને એમ થાય છે કે ક્યારે એ રોગનો વિયોગ થાય અને ક્યારે પોતાની વેદનાનો અંત આવે. વેદના ગયા પછી માણસને ડર રહે છે કે રખેને ફરી એ રોગ ઊથલો મારે. એટલે ભવિષ્યમાં પોતાને એ રોગ ફરી ન થાય એની પણ ચિંતા રહે છે. આમ, રોગ અંગે વિવિધ પ્રકારની ચિંતા માણસને થાય છે. જીવલેણ રોગ વખતે તે વધુ હોય છે. આવી ચિતા તે આર્તધ્યાન છે. [૫૮૨] રૂછીનાં પ્રધાન સ્ત્ર સંપ્રયોકાવિયોવાયો: .
निदानचिन्तनं पापमार्त्तमित्थं चतुर्विधम् ॥५॥ અનુવાદ : ઈષ્ટના સંયોગ અને અવિયોગનું ચિંતન (પ્રણિધાન) તથા નિદાનનું ચિંતન—એવું પાપમય આર્તધ્યાન ચાર પ્રકારનું છે.
વિશેષાર્થ : પૂર્વના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. પૂર્વના શ્લોકમાં બે પ્રકારનાં આર્તધ્યાન બતાવવામાં આવ્યાં. એમાં અનિષ્ટની વાત છે. હવે બાકીનાં બે પ્રકારનાં આર્તધ્યાનનો અહીં ઉલ્લેખ છે. આ આર્તધ્યાન ઇષ્ટ અંગેનાં છે. - ત્રીજા પ્રકારનું આર્તધ્યાન તે ઈષ્ટના સંયોગવિયોગનું છે ને ચોથા પ્રકારનું આર્તધ્યાન નિદાન (નિયાણુ)ના વિચાર અંગેનું છે.
જેમ અનિષ્ટની માણસને ચિંતા રહે છે તેવી રીતે ઇષ્ટની ચિંતા પણ રહે છે. મનગમતા શબ્દ, રસ, રૂપ, સ્પર્શ વગેરેના વિષયો અથવા એવા વિષયોવાળા પદાર્થો કે પ્રિય વ્યક્તિઓ પોતાની પાસે જ રહે, એમનો પોતાને વિયોગ ન થાય એ માટે માણસ સતત આતુર રહે છે. એનું જે ચિંતન તે આર્તધ્યાન કહેવાય છે. આ આર્તધ્યાન ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ એ ત્રણેના સંદર્ભમાં રહે છે. તીવ્ર રાગના પરિણામે માણસને આવા પ્રકારનું આર્તધ્યાન થાય છે.
આર્તધ્યાનનો ચોથો પ્રકાર તે નિદાન ચિંતન છે. નિદાન એટલે નિયાણુ. જૈન ધર્મનો આ પારિભાષિક શબ્દ છે. માણસ પોતાનાં તપ-ત્યાગ-સંયમના બદલામાં અમુક વસ્તુ પોતાને પ્રાપ્ત થાય એવી અભિલાષા
નમાં સેવે તો એને નિદાનચિંતન કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનું ગાઢ માનસિક ચિંતન છે. આમાં પણ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટેની ઝંખના હોય છે. દેવગતિનાં સુખો, ચક્રવર્તીપણું, સુંદર પ્રિય પાત્રની કે એવા કામભોગની પ્રાપ્તિ વગેરે માટે માણસ પોતાની તપશ્ચર્યાના બદલામાં મનથી માગણી કરે છે. આવી
૩૩૩
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org