________________
અધ્યાત્મસાર
માગણીઓ જો ઉત્કૃષ્ટ તપ વખતે હોય તો ઘણુંખરું ફળે પણ છે. પરંતુ આ એક પ્રકારનું અશુભ ધ્યાન છે. એટલે આ પ્રકારના આર્તધ્યાનનો ત્યાગ કરવો જોઈએ.
ગ કરવો જોઈએ. અજ્ઞાન અને મોહને કારણે આવું આર્તધ્યાન થાય છે. અલબત્ત, નિયાણ પ્રશસ્ત પણ હોઈ શકે. “જયવયરાય સૂત્રમાં જેમ કહ્યું છે તેમ નિયાણા તરીકે ભવોભવ જિનેશ્વર ભગવાનની ભક્તિ માગવામાં આવે તો તે પ્રશસ્ત પ્રકારનું નિયાણુ ગણાય છે. જો કે અધ્યાત્મમાર્ગે ઊંચે ચડેલા મહાત્માઓ માટે તો આદર્શ સ્થિતિ એ છે કે પ્રશસ્ત નિયાણું કરવાનો પણ વખત ન આવે. [૫૮૩] વાપોતી#Jાનાં નૈશ્યાનામત્ર સંમવા
अनतिक्लिष्टभावानां कर्मणां परिणामतः ॥६॥ અનુવાદ : અતિ ક્લિષ્ટ નહિ એવા ભાવોનાં કર્મોને પરિણામે અહીં (આર્તધ્યાનમાં) કાપો, નીલ અને કૃષ્ણ લેશ્યાનો સંભવ છે.
વિશેષાર્થ : આર્તધ્યાનની વેશ્યા કેવી હોય તેનો નિર્દેશ અહીં કરવામાં આવ્યો છે. લેગ્યા એટલે મનનાં પરિણામ. લેગ્યા એટલે મન, વચન અને કાયાના યોગમાં કૃષ્ણ, નીલ વગેરે રંગનાં શરીરમાં, વિશેષતઃ મસ્તકમાં, રહેતાં દ્રવ્યોની સહાયથી જે આત્મપરિણામ થાય છે તે.
લેશ્યાના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એવા બે પ્રકારો પાડવામાં આવે છે અને શુભ અથવા પ્રશસ્ત લેશ્યા અને અશુભ અથવા અપ્રશસ્ત લેશ્યા એવા પ્રકારો પણ પાડવામાં આવે છે.
લેશ્યા તેના રંગ પ્રમાણે છે છે : કૃષ્ણ (કાળા રંગની), નીલ, (લીલાભૂરા રંગની), કાપોત (કબૂતરની પાંખ જેવા રંગની), પીત (તેજોલેશ્યા, પીળા રંગની), પદ્મ (ગુલાબી રંગની) અને શુકલ (શ્વેત રંગની). આમાં કૃષ્ણ, નીલ અને કાપોત અશુભ લેશ્યા છે અને પીત, પદ્મ અને શુકલ એ શુભ લેશ્યા છે.
લેશ્યા મનના અધ્યવસાયો પર આધાર રાખે છે. એટલે લેગ્યામાં મંદતા અને તીવ્રતા આવે છે. વળી એક લેગ્યામાંથી બીજી વેશ્યા પ્રગટે છે. કૃષ્ણ લેશ્યા અત્યંત ખરાબ છે. એથી હળવી તે નીલ અને એથી હળવી તે કાપોત લેશ્યા. પીત વેશ્યા સારી છે, એથી વધુ સારી તે પદ્મ લેશ્યા અને સર્વશ્રેષ્ઠ વેશ્યા તે શુકલ લેશ્યા. તેરમા ગુણસ્થાનક સુધી જીવને વેશ્યા રહે છે. ચૌદમા અયોગી કેવળીના ગુણસ્થાનકે વેશ્યા હોતી નથી. જીવ ત્યારે લેશ્યાતીત બને છે.
અશુભ લેગ્યામાંથી શુભ લેગ્યામાં ન જવાય અથવા શુભમાંથી અશુભમાં ન સરકી પડાય એવું નથી. મનના અધ્યવસાયો, આત્માનાં પરિણામો ઉપર તેનો આધાર રહે છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ ધ્યાન હોવાથી એવું ધ્યાન કરનારને કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યા હોય છે. પરંતુ આર્તધ્યાનમાં લેશ્યા અતિ સંકલેશવાળી નથી હોતી. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધુ ખરાબ હોવાથી તેમાં એ ત્રણે અશુભ લેશ્યાઓ વધુ તીવ્ર ને સંકલેશ પરિણામવાળી હોય છે. [૫૮૪] # રુદ્ર પ્રસૈ: શોરને વિનમ્ |
ताडनं लुंचनं चेति लिंगान्यस्य विदुर्बुधाः ॥७॥ અનુવાદ : છંદન (આંસુ સાથે ઊંચા સાદે રડવું), ઉચ્ચ સ્વરે રુદન, શોક કરવો, પરિદેવન
૩૩૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org