________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
(દીનતાયુક્ત રુદન), તાડન અને લુંચન વાળ ખેંચવા) એ આના (આર્તધ્યાનનાં) ચિહનો છે એમ પંડિતો કહે છે.
વિશેષાર્થ : જેનું આર્તધ્યાન અત્યંત તીવ્ર બની ગયું હોય એવી વ્યક્તિઓથી કેટલીક ચેષ્ટાઓ અનાયાસ થઈ જાય છે. જ્યારે ઇષ્ટ-વિયોગને કારણે કે અનિષ્ટ-સંયોગને કારણે તેમનું પોતાનું દુઃખ હૃદયમાં સમાતું નથી ત્યારે તેવી વ્યક્તિ રડવાકૂટવા લાગે છે. એવી વ્યક્તિઓમાં પણ જુદી જુદી સ્થિતિ સંભવે છે. કોઈક એકાન્તમાં રડે, પણ બીજાની ઉપસ્થિતિમાં ન રડે; કોઈક એકાન્તમાં ન રડે, પણ બીજાની ઉપસ્થિતિમાં કોઈકનાં સહાનુભૂતિભર્યા વચન સાંભળતાં રડી પડે. કોઈક લજજાથી કે દંભથી પણ વધારે પડતું રડે. કેટલાક આર્તધ્યાની બીજાના આશ્વાસનથી શાન્ત થાય, તો કેટલાક બીજાના આશ્વાસનના વખતે જ વધારે જોરથી રડે. સ્વજનનું મૃત્યુ, ભારે અકસ્માત, કુદરતી આપત્તિ વગેરે આઘાતજનક પરિસ્થિતિમાં માણસ પોક મૂકીને રડી પડે છે. દુઃખ તેનાથી સહન થતું નથી. આર્તધ્યાનીનાં આવાં કેટલાંક લક્ષણોનો નિર્દેશ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે. ઇંદન એટલે આંખમાંથી આંસુ વહ્યાં જાય એટલું બધું જોરથી રડવું. રૂદન એટલે મોટા લાંબા અવાજ સાથે રડવું. શોચન એટલે શોકગ્રસ્ત, સૂનમૂન બની જવું અથવા હવે શું થશે એની ઘેરી ચિંતામાં પડી જવું. પરિદેવન એટલે દુઃખથી સંતપ્ત થવાથી પોતાની જાતને મારવું, છાતી કે માથું કૂટવું, હાથપગ પછાડવાં, વ્યાકૂળતાપૂર્વક આળોટવું, રોતાં રોતાં ચીજવસ્તુઓ પછાડવી, તોડી નાખવી. લંચન એટલે આવેશમાં આવી જઈ પોતાના વાળ ખેંચવા, ખેંચી કાઢવા.
આ બધા આર્તધ્યાનનાં લિંગો એટલે કે લક્ષણો છે એમ ડાહ્યા અનુભવી અવલોકનકારો કહે છે. આ બધાં બાહ્ય પ્રગટ લક્ષણો છે કે જે તરત નજરે પડે છે. આ બધાં જ લક્ષણો એક સાથે જ હોવાં જોઈએ એવું નથી. ક્યારેક એમાંથી ફક્ત એક કે બે લક્ષણો જ જોવા મળે તો પણ એ વ્યક્તિ આર્તધ્યાની છે એ નિઃસંશય છે. એનું આર્તધ્યાન ઉગ્ર કે તીવ્ર છે એમ સમજવાનું છે. જયાં આ લક્ષણો ન હોય ત્યાં આર્તધ્યાન ન જ હોય એવું નથી; પણ તેની તીવ્રતા એટલી બધી ન હોય, કારણ કે કેટલીક વ્યક્તિઓ પોતાના આર્તધ્યાનને મનમાં દબાવી રાખી, બાહ્ય લક્ષણોને પ્રગટ થવા દેતી નથી. વસ્તુતઃ જયાં “અહં' અને “મમ'ના ભાવની ક્રિયા-પ્રતિક્રિયા છે ત્યાં આર્તધ્યાન છે. [૫૮૫] મોર્ષ નિત્તિi નૃત્ય પ્રાંસપર સંપઃ.
विस्मितः प्रार्थयन्नेताः प्रसक्तश्चैतदर्जने ॥८॥ અનુવાદ : પોતાના નિષ્ફળ થયેલા કાર્યની નિંદા કરે, બીજાની સંપત્તિની પ્રશંસા કરે, વિસ્મય પામીને એ માટે (સંપત્તિ માટે) પ્રાર્થના કરે અને તે મેળવવા માટે આસક્ત થાય.
વિશેષાર્થ : આર્તધ્યાનીનાં અન્ય કેટલાંક લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે. આર્તધ્યાની માણસ વળી કેવો હોય છે ? તે જબરો હોય છે. તેને પોતાના વેપારધંધામાં, જરજમીનના સોદાઓમાં, સગાઈ-લગ્ન વગેરે કૌટુંબિક અવસરોમાં, વસ્ત્રાલંકારની ખરીદી કે વેચાણમાં, પ્રવાસ-તીર્થયાત્રાદિમાં – આવાં આવાં કાર્યોમાં તે પોતાનું ધાર્યું જ કરવા – કરાવવાની વૃત્તિવાળો અને સફળતા મેળવવાની અભિલાષા રાખવાવાળો હોય છે. પરંતુ જો તેમ ન થાય અને પોતાને નિષ્ફળતા મળે તો તે પોતાની
૩૩૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org