________________
અધ્યાત્મસાર
નિંદા કરવા લાગે છે. તે પોતાના નસીબનો, કે બીજા કોઈનો તરત દોષ કાઢે છે. નિષ્ફળતા એનાથી જીરવાતી નથી. હતાશ થયેલો તે ચારેબાજુ બૂમરાણ મચાવે છે. તે બીજાની સંપત્તિની પ્રશંસા કરે છે, પરંતુ તે એટલા માટે કે એવી સંપત્તિ પોતાને પણ મળવી જોઈએ. એ બીજાનાં મોટાં સુખ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાની યોગ્યતા હોય કે ન હોય તો પણ તેવું સુખ મેળવવા માટે ઝંખે છે, પ્રાર્થના કરે છે અને એ માટે વિવિધ ઉપાયો અજમાવે છે, કારણ કે એના હૃદયમાં ઘણી લાલસાઓ પડેલી હોય છે. દુનિયામાં જે કંઈ ઉત્તમ છે, સરસ છે તે બધું પોતાને મળવું જ જોઈએ એવી કામના એના હૃદયમાં હંમેશાં ઉદ્ભવતી રહે છે. ‘મારું', ‘અમારું', ‘આપણું' જેવા શબ્દો એની વાતમાં વારંવાર વણાઈ જાય છે.
[૫૮૬] પ્રમત્તશ્નેન્દ્રિયાથૈયુ વૃદ્ધો ધર્મપરાઙમુલ: ।
जिनोक्तमपुरस्कुर्वन्नार्त्तध्याने प्रवर्तते ॥ ९ ॥
અનુવાદ : પ્રમત્ત, ઇન્દ્રિયોના વિષયોના લોલુપ, ધર્મથી વિમુખ તથા જિનવચનને નહિ માનનાર—આ (લક્ષણો) આર્દ્રધ્યાનમાં પ્રવર્તે છે.
વિશેષાર્થ : આર્તધ્યાનીનાં બીજાં કેટલાંક વધુ લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. આર્ત્તધ્યાની પ્રમાદી આળસુ હોય છે. તેને સારી વાતનો ઉદ્યમ ગમતો નથી. ‘પ્રમાદી' શબ્દનો આ સ્થૂલ અર્થ થયો. સૂક્ષ્મ અર્થ કરીએ તો ઇન્દ્રિયોના વિષયોમાં તે પ્રમાદી બની રહે છે એટલે કે તેના વિષયોમાં રચ્યોપચ્યો રહે છે. તે વાસનાઓનો દાસ બની જાય છે. વિષયભોગમાંથી તે બહાર નીકળી શકતો નથી. એની લોલુપતાને કારણે તે ધર્મથી વિમુખ રહે છે. ધર્મના, તત્ત્વજ્ઞાનના ગ્રંથો વાંચવા માટે એનામાં રુચિ રહેતી નથી. ધર્મસ્થાનકોમાં જવાનું એ ટાળે છે. ધર્મકથામાં, પ્રવચનોમાં, સત્સંગમાં જનારાઓની, તત્ત્વની ચર્ચા કરનારાઓની તે હાંસી ઉડાવે છે, અથવા એવાં સ્થાનોમાં જવાનો પ્રસંગ પડે તો તે તેમાંથી દોષો કાઢે છે, ધર્માત્માઓની ઠેકડી ઉડાવે છે. તેને જિનવચનમાં શ્રદ્ધા નથી હોતી. તેનો માપદંડ નાણાં હોય છે. ‘બજારમાં ભગતડાઓની કશી કિંમત નથી' એમ તે બોલે છે.
આર્તધ્યાનીનાં આટલાં લક્ષણો જ છે એવું નથી. આ તો નમૂનારૂપ છે. ક્રંદન, રૂદન, તાડન જેવાં કેટલાંક લક્ષણો દેખાય એવાં છે. પરંતુ બીજાં કેટલાંક લક્ષણો દેખાતાં નથી. પરંતુ એવી વ્યક્તિના સંસર્ગમાં આવવાથી આ લક્ષણોનો પરિચય થાય છે.
[૫૮૭] પ્રમત્તાન્તમુળસ્થાનાનુ ામેતમહાત્મના ।
सर्वप्रमादमूलत्वात्त्याज्यं तिर्यग्गतिप्रदम् ॥१०॥
અનુવાદ : પ્રમત્ત ગુણસ્થાનકના અંત સુધી રહેનારું, તિર્યંચ ગતિને અપાવનારું એ (આર્તધ્યાન) સર્વ પ્રમાદનું મૂળ હોવાથી મહાત્માઓએ ત્યજવા યોગ્ય છે.
વિશેષાર્થ : ચારે પ્રકારનું આર્ત્તધ્યાન ક્યા ક્યા ગુણસ્થાનક સુધી સંભવી શકે અને એનું ફળ શું હોઈ શકે તે વિશે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે.
Jain Education International2010_05
૩૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org