________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
અનિષ્ટ સંયોગ-વિયોગાનુબંધી, વેદનાનુબંધી, ઇષ્ટ સંયોગ-વિયોગાનુબંધી અને નિદાનાનુબંધી એ ચારે પ્રકારનાં આર્તધ્યાન રાગ, દ્વેષ અને મોહને કારણે થતાં હોય છે. સમ્યગ્દષ્ટિ સર્વવિરતિધર સાધુ મહારાજ છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. આ ગુણસ્થાનક સુધી રાગ, દ્વેષ અને મોહની પરિણતિ રહેતી હોય છે. એટલે એ છઠ્ઠા ગુણસ્થાનક સુધી આર્ત્તધ્યાન પ્રવર્તે છે. એટલે સાધુપણામાં જેઓ રાગદ્વેષ કે મોહને વશ થઈ આર્ત્તધ્યાન સેવે છે તેઓ તેવા પ્રકારનાં કર્મ બાંધે છે. પરંતુ જેઓ જાગૃત છે, સાવધ છે તેવા મુનિ મહાત્માઓ એવાં કર્મ બાંધતા નથી. આર્તધ્યાનને પરિણામે જે કર્મો બંધાય છે તે જીવને એકેન્દ્રિયાદિ તિર્યંચ ગતિમાં લઈ જનારાં હોય છે. એટલા માટે સાધુ મહાત્માઓએ રોગ વગેરેના પ્રસંગે એવાં કર્મો બાંધતાં સમતાભાવ ધારણ કરવો જોઈએ.
[૫૮૮] નિયં વધબંધાવિચિન્તનું નિવિડધા ।
पिशुनासभ्यमिथ्यावाक् प्रणिधानं च मायया ॥११॥
અનુવાદ : અત્યંત ક્રોધે ભરાઈને નિર્દયતાથી વધ, બંધન વગેરે ચિંતવવું, માયા (કપટ) વડે પિશુન (ચાડી કરવી), અસભ્ય વચન અને મિથ્યાવાણીનો વિચાર (પ્રણિધાન) કરવો.
વિશેષાર્થ : હવે ગ્રંથકારશ્રી આ શ્લોકથી રૌદ્રધ્યાનના ચાર પ્રકારો બતાવે છે. એમાંના પહેલા બે પ્રકારોનાં લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે.
આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાન છે. એમાં આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધુ ભયંકર છે. રૌદ્ર શબ્દનો અર્થ જ ‘ભયંકર’ થાય છે. સ્વાર્થ, દ્વેષ, ઈર્ષ્યા, વેરઝેર વગેરેને લીધે મનુષ્યના ચિત્તમાં જે ભયંકર અહિતકર વિચારો ઉદ્ભવે છે અને એ પ્રમાણે કેટલીયે વાર આચરણ થાય છે તે રૌદ્રધ્યાનનો વિષય છે.
રૌદ્રધ્યાનના ચાર પ્રકારો છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુબંધી અથવા પરિગ્રહાનુબંધી.
એ ચારમાંથી આ શ્લોકમાં હિંસાનુબંધી અને મૃષાનુબંધીનો ઉલ્લેખ છે. આ દરેક પ્રકારના ધ્યાનનાં લક્ષણો તો ઘણાં બધાં હોય, પરંતુ લાઘવયુક્ત ગ્રંથશૈલીને કારણે અહીં નમૂનારૂપ થોડાં લક્ષણોનો નિર્દેશ
ક૨વામાં આવ્યો છે.
હિંસાનુબંધી જીવ હિંસાનો અનુબંધ કરનારો એટલે કે હિંસાના પાપ દ્વારા ભારે કર્મ બાંધનારો હોય છે. હિંસા, સ્થૂલ અને સૂક્ષ્મ એમ ઉભય પ્રકારની હોય છે. વધ, હત્યા, ખૂન વગેરે સ્થૂલ હિંસાના શબ્દો, જીવના પ્રાણ લઈ લેવા માટે વપરાય છે. જીવને મારી નાંખવામાં ન આવે, પણ નિર્દય રીતે બાંધવામાં આવે, પૂરવામાં આવે, ગૂંગળાવવામાં આવે, માર મારવામાં આવે તે પણ હિંસા છે અને અન્ય જીવને દુભવવામાં આવે, એને માનસિક ત્રાસ આપવામાં આવે, એનું અહિત ચિંતવવામાં આવે એ પણ હિંસા છે. એ કદાચ દેખાય નહિ એવી હિંસા હોય તો તે સૂક્ષ્મ હિંસા છે. હિંસાની ઘટનાઓ આમ અનેક પ્રકારની અને ઘણી તરતમતાવાળી હોઈ શકે છે.
આવી હિંસા આચરવી એ એક વાત છે અને એવી હિંસાનો મનમાં માત્ર વિચાર કરવો એ બીજી
Jain Education International_2010_05
૩૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org