________________
અધ્યાત્મસાર
વાત છે. હિંસા આચરતાં પહેલાં મનમાં વિચાર અવશ્ય આવે છે, પરંતુ જેટલી વાર વિચાર આવે તેટલી વાર તે પ્રમાણે આચરણ થાય જ એવું નથી. ક્યારેક તો બીજાને ખબર સુદ્ધાં ન પડે કે પોતાના મનમાં એવી ક્રૂર હિંસાના ભાવો આવી ગયા અને ચાલ્યા પણ ગયા. મનમાં આવા જે ક્રૂર ભાવો ઉદ્ભવે તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. એ રૌદ્રધ્યાન એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મારવા સુધીનું હોઈ શકે.
માણસને ક્રોધાવેશમાં જાતજાતના ભયંકર વિચારો મનમાં આવે છે, જેમકે “એ બધાંને ગોળીએ વીંધી નાખવા જોઈએ”, “હવે તો એ મરે તો જ આ ત્રાસમાંથી છૂટીશું', એવી દવા છાંટો કે બધાં જીવડાંનો કચ્ચરઘાણ નીકળી જાય”, “સારું થયું કે વિમાન તૂટી પડ્યું, બધા એ જ દાવના હતા.” આવાં આવા કોઈક વાક્યો આપણા ચિત્તમાં રમી જાય, એ પણ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. ક્રોધ ઉપરાંત ઈષ્ય, કેષ, અભિમાન ઇત્યાદિને કારણે પણ એવા વિચારો આવે છે. ક્યારેક પશુ હિંસા થાય નહિ, પણ એ કરવા માટે પોતાના મનમાં આનંદ જ રહેલો હોય છે. શિકારીનો શિકાર કરવાનો શોખ, ઉત્સાહ હજુ મનમાં જ હોય ત્યાં આ રૌદ્રધ્યાન થઈ ચૂક્યું હોય છે. માંસાહારી લોકોમાં એ પ્રકારનું ધ્યાન વિશેષ હોય છે. પરંતુ આ બધા પ્રકારનું રૌદ્રધ્યાન ભારે અશુભ કર્મબંધરૂપ, પાપરૂપ અને જીવને દુર્ગતિમાં લઈ જનાર હોય છે. ભયંકર રૌદ્રધ્યાન નરકગતિનાં દુઃખો અપાવે છે.
રૌદ્રધ્યાનનો બીજો પ્રકાર તે મૃષાનુબંધી ધ્યાન છે. મૃષા એટલે અસત્ય. અસત્યના ઘણા પ્રકારો છે. દુષ્ટ વચન બોલવાના મનમાં વિચારો ઉદ્ભવે, ચાડીચુગલી કરવાનો વિચાર આવે, કોઈ ગુપ્ત વાત બહાર પાડી દેવાનું મન થાય, અસભ્ય કે અપમાનજનક શબ્દો બોલવાનો ભાવ થાય, ગાળ દેવાનું મન થાય, અશ્લીલ શબ્દો વિચારાય, વેપાર ધંધામાં, દીકરા-દીકરીની સગાઈમાં, મિલકતના ભાગની વહેંચણી વખતે, કોર્ટ-કચેરીના કિસ્સાઓમાં – ઇત્યાદિ ઘણી બાબતોમાં પોતે કેવું જૂઠાણું સેવવું એના અગાઉથી વિચારો મનમાં આવે છે. કેટલીક વાર તો એવો પ્રસંગ જ નથી આવતો, પણ મનમાં રૌદ્રધ્યાનનું પાપ તો થઈ ચૂક્યું હોય છે. માયાકપટને કારણે આવું મૃષાનુબંધી રૌદ્રધ્યાન સવિશેષ થાય છે. તે જીવને દુર્ગતિમાં લઈ જાય છે.
[૫૮૯] ચૌઐથનિરપેક્ષસ્થ તીવ્રથાર્થ ઘા
सर्वाभिशंकाकलुषं चित्तं च धनरक्षणे ॥१२॥ અનુવાદ : તીવ્ર ક્રોધથી વ્યાકુળ અને (સજા કે દુઃખથી) નિરપેક્ષ થયેલાને ચોરી કરવાની બુદ્ધિ થાય છે. તથા ધનના રક્ષણ માટે સર્વ પ્રત્યેની શંકાથી ચિત્ત કલુષિત થાય છે.
વિશેષાર્થ : રૌદ્રધ્યાનનો ત્રીજો પ્રકાર છે તેયાનુબંધી. તેય એટલે ચોરી. ક્રોધ, લોભ, ધનનો અભાવ ઇત્યાદિથી વ્યાકુળ બનેલો માણસ બીજાનું ચોરી લેવાના વિચારો કરે છે. દુનિયામાં ચોરીની ઘટના સતત ચાલતી રહે છે. ચોરીથી વગર મહેનતે, વગર પરસેવે ચીજવસ્તુ કે ધન મળી જાય છે. એથી જીવ એવી રીતે તે મેળવવા લલચાય છે. એમાં અનીતિ છે, એ ખોટું થાય છે, એ પાપમય છે એવા વિચારો એને આવતા નથી. ચોરી ફક્ત ગરીબો જ કરે છે એવું નથી. સાધન સંપન્ન માણસો પણ પોતાની મનગમતી ચીજવસ્તુઓ માટે એમ કરતા હોય છે. ચોરી એટલે છાનુંમાનું, કોઈ ન જુવે એ રીતે લઈ લેવું. એથી
૩૩૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org