________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
મિનિટમાં પોતાનું ચિત્ત કેટલી વાર બહાર ગયું એની પ્રામાણિક ગણતરી કરતા રહીને એને ઘટાડવાનો અને એકાગ્રતાને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ રીતે અભ્યાસથી ધ્યાતાનું ધ્યાન વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધીનું થઈ શકે. એ પછી છદ્મસ્થના ધ્યાનમાં અવશ્ય પરિવર્તન થાય છે. અલબત્ત, સૂક્ષ્મ ફેરફારો સાથે, તીવ્ર કે મંદ સ્વરૂપે એકાગ્રતા એક જ વિષય પર દીર્ઘ કાળ ચાલી શકે.
અંતર્મુહૂર્ત એટલે મુહૂર્તની અંદર-મુહૂર્તાન્તર એટલો સમય. એક મુહૂર્ત અથવા બે ઘડીની અંદરનો કાળ એટલે ૪૮ મિનેટની અંદરનો કાળ. એની ગણતરી આ પ્રમાણે છે : સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજય કાળનું જે એકમ એને જૈન દર્શનમાં “સમય” કહેવામાં આવે છે. સમય અહીં પારિભાષિક શબ્દ છે. આંખના એક પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. એટલું બધું સૂક્ષ્મ એનું સ્વરૂપ છે.
હવે અસંખ્ય સમય બરાબર તંદુરસ્ત માણસનો એક શ્વાસોચ્છશ્વાસ અથવા પ્રાણ. ૭ પ્રાણ બરાબર એક સ્ટોક. ૭ સ્તોક (એટલે ૪૯ પ્રાણ) બરાબર એક લવ. ૭૭ લવ બરાબર એક મુહૂર્ત. એક મુહૂર્ત બરાબર ૨ ઘડી (એટલે અંગ્રેજી સમય ૪૮ મિનિટ) અન્તર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદરનો કાળ, એ કાળ ૮ સમયથી વધુ હોય અને વધુમાં વધુ લગભગ ૪૮ મિનિટ સુધીનો હોઈ શકે. એ પછી ધ્યાન ટકી ન શકે, અથવા એવી જ તીવ્રતા કે એકાગ્રતામાં રહી ન શકે.
માણસ બીજું કશું ન કરે અને આખો દિવસ એક આસને ધ્યાનમાં બેસી રહેવા ઇચ્છે તો બેસી શકે. પરંતુ અંતર્મુહૂર્ત પછી એનું ધ્યાન તૂટે. પરંતુ તૂટેલું એનું ધ્યાન એના એ જ વિષયમાં કે અન્ય વિષયમાં લાગી શકે. આવી રીતે બે ધ્યાનની વચ્ચેનો જે કાળ છે તેને ધ્યાનાન્સરિકા' અથવા “ધ્યાનનું આંતરું' કહેવામાં આવે છે. આંતરા સાથે લાંબા સમય સુધી ચાલતા ધ્યાનને ધ્યાનની શ્રેણી, ધ્યાનની સંતતિ, વ્યાનધારા ઇત્યાદિ કહેવામાં આવે છે. [૫૮૦ માર્જ સૌદ્ર ર થ = વિનં તિ ચતુર્વિધા
___ तत् स्याद् भेदाविह द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥३॥ અનુવાદ : (ધ્યાનના) આર્ત, રૌદ્ર, ધર્મ ને શુકલ એમ ચાર પ્રકાર છે. તેમાં બે બે ભેદ (અનુક્રમે) ભવનાં અને મોક્ષનાં કારણભૂત છે.
વિશેષાર્થ : અહીં ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે. એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ ધ્યાન તરીકે અને ધર્મધ્યાન અને શુકલધ્યાન શુભ ધ્યાન તરીકે ઓળખાય છે. આમાં પહેલાં બે ધ્યાન તે અશુભ છે. તેનાથી જીવની ભવની અર્થાત્ સંસારની વૃદ્ધિ થાય છે. પછીનાં બે શુભ ધ્યાન છે. એ મોક્ષનાં કારણભૂત છે.
આર્તધ્યાનમાં આર્ત શબ્દ ‘ઋત’ શબ્દ પરથી આવ્યો છે. શ્રતનો એક અર્થ થાય છે દુઃખ. જે દુઃખથી ઉદ્ભવે છે અથવા દુઃખને નિમિત્તે જે દઢ અધ્યવસાય થાય છે તે આર્તધ્યાન. આયુષ્યનો બંધ પડે ત્યારે જો આર્તધ્યાન પ્રવર્તતું હોય તો જીવ તિર્યંચ ગતિમાં જાય છે. રુદ્ર એટલે ભયંકર, ઘાતકી, ક્રૂર. હિંસા, ચોરી, અસત્ય વગેરેને કારણે રુદ્રતા એટલે કે ક્રૂરતાથી ભરેલા ચિત્તના અધ્યવસાયો અથવા
૩૩૧
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org