________________
અધ્યાત્મસાર
તેવી રીતે મન એ વિષયથી અનાયાસ ઘેરાઈ જાય છે. એટલે ધ્યાન માટે મનને ભાવિત કરવું હોય તો તે તથા તેની સાથે સંકળાયેલા વિષયોના ગ્રંથોનો અને તે વિષયના ધ્યાનનો વારંવાર અભ્યાસ કરતાં રહેવું જોઈએ, જેથી એકાગ્રતા આવવા લાગે.
અનુપ્રેક્ષાનો શબ્દાર્થ આ પ્રમાણે છે : અનુ એટલે પાછળ અથવા પછીથી અને પ્રેક્ષા એટલે જોવું, દર્શન. જે કોઈ વિષયનો અભ્યાસ કર્યો હોય તેને યાદ કરીને ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા ધ્યાન માટે ઉપકારક છે. ધ્યાન જ્યારે તૂટે ત્યારે ચિત્ત જો અનુપ્રેક્ષામાં લાગી જાય તો ફરી ધ્યાનનું અનુસંધાન થઈ શકે છે.
ભાવના અને અનુપ્રેક્ષા નજીક નજીકના શબ્દો છે. એટલે જે અનિત્યાદિ બાર ભાવનાને બાર અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે.
ચિંતા” શબ્દ ધ્યાનાભ્યાસની દૃષ્ટિએ ભાવના અને અનુપ્રેક્ષા કરતાં ઊતરતો છે. ચિંતા એટલે ભાવના કે અનુપ્રેક્ષા સિવાયની ચિત્તની અસ્થિર અવસ્થા. તે શરીર, પુત્ર-પરિવાર, ધનમિલકત વગેરે વ્યાયવહારિક લૌકિક વિષયોમાં દોડી જાય છે અથવા ધાર્મિક, આધ્યાત્મિક વિષયના પ્રશ્નોમાં અટવાઈ જાય છે.
આમ ધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા, ચિંતા ઇત્યાદિ શબ્દો ધ્યાન માટેની પરિભાષાની દૃષ્ટિએ સમજાવવામાં આવે છે. જૈન-અજૈન દાર્શનિકો મન કે ચિત્તના વિવિધ વ્યાપારો માટે આ અને આવા બીજા શબ્દોને કિંઈક ભિન્ન અર્થમાં ઘટાવે એ સંભવિત છે. પરંતુ ચિત્તને કોઈ પણ એક વિષયમાં એકાગ્ર અને સ્થિર કરવું એ ધ્યાન – એ વિશે સર્વ સંમત છે. | મન એટલું બધું સંકુલ અને ગહન છે કે મનના વ્યાપારોને સમજવા તે અત્યંત કઠિન વાત છે. પ્રાચીન કાળના ઋષિમુનિઓ અને જ્ઞાની મહાત્માઓથી માંડીને વર્તમાન સમયના મનોવૈજ્ઞાનિકો સુધીના સર્વેએ મનનો તાગ પામવા પ્રયત્નો કર્યા છે, તો પણ મનના સર્વ વ્યાપારોને સંપૂર્ણપણે કોઈ સમજાવી શકતું નથી.
[૫૯] મુર્તાન્તર્મવેત્ ધ્યાનમેશ્નાર્થે મન: સ્થિતિઃ |
बह्वर्थसंक्रमे दीर्घाप्यच्छिन्ना ध्यानसंततिः ॥२॥ અનુવાદ : એક જ અર્થમાં (વિષયમાં) મનની અંતમુહૂર્ત સુધી રહેતી સ્થિતિ તે ધ્યાન છે. બહુ વિષયોમાં સંક્રમ પામતી દીર્ઘ અને અવિચ્છિન્ન જે સ્થિતિ તે ધ્યાનશ્રેણી (ધ્યાનસંતતિ) છે.
વિશેષાર્થ : કોઈપણ એક પદાર્થના કોઈ એક ભાવ ઉપર ચિત્તને કેન્દ્રિત કરવું તેને ધ્યાન કહેવામાં આવે છે. જેમાં સાતત્ય ન હોય અને એક વિષય પરથી બીજા વિષય પર મન ચાલ્યું જતું હોય એવી વિવિધ સ્થિતિને ચિંતા, ભાવના, અનુપ્રેક્ષા વગેરે શબ્દોથી ઓળખી શકાય. | મન કોઈ પણ એક વિષય પર કેટલો કાળ ટકી શકે ? ધ્યાન ધરનારના મહાવરા પર એનો આધાર છે. તો પણ છબસ્થ વ્યક્તિ વધુમાં વધુ અન્તર્મુહૂર્ત સુધી ધ્યાન ધરી શકે. ધ્યાનની શરૂઆત કરનારાઓ માટે તો એક જ વિષયમાં પાંચ-છ મિનિટ ચિત્ત સ્થિર રહી શકે તો તે પણ સારી સિદ્ધિ ગણાય. પાંચ
૩૩૦
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org