________________
પ્રબંધ પાંચમો અધિકાર સોળમો
* ધ્યાન અધિકાર
[૫૭૮] સ્થિરમધ્યવસાનું યત્ તથ્થાનું વિત્તમસ્થિરમ્ ।
भावना चाप्यनुप्रेक्षा चिन्ता वा तत्रिधा मतम् ॥१॥
અનુવાદ : જે સ્થિર અધ્યયવસાય છે તે ધ્યાન છે. અસ્થિર ચિત્તના ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકાર કહ્યા છે.
વિશેષાર્થ : આ ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં યોગનું સ્વરૂપ સમજાવ્યા પછી ગ્રંથકાર મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ હવે ધ્યાનનું સ્વરૂપ સમજાવે છે. જૈન ધર્મ, વૈદિક ધર્મ અને બૌદ્ધ ધર્મ એ દરેકમાં ધ્યાનનાં સ્વરૂપ અને પ્રક્રિયાની ઘણી ગહન વિચારણા થયેલી છે. મનુષ્યનું મન અત્યંત ચંચલ છે, અસ્થિર છે. એને સ્થિર કરવાનું, સંયમમાં રાખવાનું ઘણું કઠિન છે.
*
મનનો આત્મા સાથે ગાઢ સંબંધ છે. બીજી બાજુ મનનો ઇન્દ્રિયો સાથે પણ એટલો જ ઘનિષ્ઠ સંબંધ છે. એટલે આત્મતત્ત્વની વિચારણામાં – અધ્યાત્મની મીમાંસામાં મન વિશે વિચારણા અવશ્ય કરવી જ પડે. મનને કોઈ પણ એક વિષયમાં કેટલો વખત સ્થિર રાખી શકાય ? આ પ્રયોગ જાતે કરી જોવાથી મનની ચંચળતા અને મનની શક્તિનો ખ્યાલ આવશે. આપણે ધારીએ છીએ એટલું સ્થિર આપણું મન એક વિષયમાં રહી શકતું નથી. કેટલીક વાર તો મોડેથી ખબર પડે છે કે પોતે ક્યારનાય બીજા વિષયો પર ચાલ્યા ગયા છે. એટલે મનને કોઈ પણ એક વિષયમાં સ્થિર રાખવા માટે વારંવાર, સતત અભ્યાસ કરતા રહેવાની, આસનબદ્ધ થઈને ધ્યાન ધરવાની જરૂર રહે છે.
Jain Education International_2010_05
મનના વ્યાપારના બે પ્રકાર પાડવામાં આવે છે. મનને એક જ વિષયમાં એકાગ્ર કરવામાં આવે તે ધ્યાન અને એક વિષય પરથી બીજા વિષય પર મન દોડે, અસ્થિર રહે તે ચિત્ત. વળી ચિત્તના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે : (૧) ભાવના (૨) અનુપ્રેક્ષા અને (૩) ચિંતા. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ‘ધ્યાનશતક’માં આરંભમાં જ કહ્યું છે :
जं थिरमज्झवसाणं तं झाणं, जं चलें तयं चित्तं ।
તેં હોંખ્મ માવળા વા, અનુપેહા વા, મહવ ચિંતા ॥
આના આધારે અથવા એના ઉપરની હરિભદ્રસૂરિની ટીકાના આધારે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ અધિકારના આ પ્રથમ શ્લોકની રચના કરી છે. અહીં સ્થિર ચિત્તના ત્રણ પ્રકાર બતાવ્યા છે : ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા. ભાવના એટલે જેનાથી મન ભાવિત થાય તે. ભાવના એટલે જે વિષયની મનમાં લગની લાગે તે. મન નવરું પડે એટલે એ વિષયમાં દોડી જાય. જેમ-કસ્તૂરી કે એવી કોઈ તીવ્ર સુગંધવાળી વસ્તુ સાથે બીજી કોઈ ચીજ મૂકી હોય તો તે ચીજમાં પેલી વસ્તુની સુગંધ ઘૂસી જાય છે,
૩૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org