________________
અધ્યાત્મસાર
આ ચારે ક્રમાનુસાર છે અને પરસ્પર ગૂંથાયેલા છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવનું અંતિમ લક્ષ્ય મુક્તિયોગ પ્રાપ્ત કરવાનું છે.
અગાઉ કહ્યું છે તેમ અહીં “કર્મ' શબ્દ ક્રિયાના અર્થમાં વપરાયેલો છે. જૈન દર્શનમાં કર્મ શબ્દ કાર્પણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ દ્વારા થતા શુભાશુભ બંધ માટે વપરાય છે. જીવ સર્વ કર્મથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી મુક્તિ-મોક્ષ અથવા સિદ્ધિગતિ પ્રાપ્ત થતી નથી. આ જૈન પારિભાષિક અર્થમાં ‘કર્મ' શબ્દ અહીં પ્રયોજાયો નથી, પણ શ્રીમદ્ભગવદ્ગીતામાં “કર્મયોગ' શબ્દ જે રીતે પ્રયોજાયો છે તેવા અર્થમાં જૈન દર્શનની દષ્ટિએ તે અહીં પ્રયોજાયો છે. એવી રીતે “જ્ઞાનયોગ' શબ્દ પણ પ્રયોજાયો છે.
શ્રીમદ્દભગવદ્ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ એ મુખ્ય ત્રણ યોગની મીમાંસા સાંખ્યાદિ દર્શન અનુસાર કરવામાં આવી છે. યોગ વિશેના આ અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાની એ મીમાંસાનો જૈન દર્શનને અનુરૂપ એવો સરસ સમન્વય કર્યો છે અને જયાં જયાં યોગ્ય લાગ્યું છે ત્યાં ત્યાં શ્રીમદ્ભગવદ્ગીતાના શ્લોકો પણ ટાંક્યા છે.
મોક્ષના અભિલાષી આરાધક સર્વ જીવો ધર્મક્રિયામાં રસરુચિવાળા હોય છે. એમાં તેઓ પ્રમાદ કર્યા વિના નિપુણતા પ્રાપ્ત કરે છે. આ રીતે કર્મયોગનો સતત અભ્યાસ થતો રહે છે. એવો અભ્યાસ જ તેમને જ્ઞાનયોગના અધિકારી બનાવે છે. એકલો કર્મયોગ કે એકલો જ્ઞાનયોગ આરાધક મુનિઓના જીવનમાં હોતો નથી. એમાં આત્મદશા અનુસાર ગૌણ-મુખ્યતાનો ફેર હોય છે. કર્મયોગના અભ્યાસ દ્વારા જ્ઞાનયોગમાં આગળ વધાય છે. જ્ઞાનયોગથી સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. ઊંચનીચ લાગતા સર્વ જીવોમાં રહેલો આત્મા એક સરખો જ છે એવી દઢ આંતરપ્રતીતિ જ્ઞાનયોગીને થાય છે. જેઓ જ્ઞાનયોગમાં સ્થિર થાય છે તેઓ જ ધ્યાનયોગના અધિકારી બને છે. અહીં ધ્યાન તે શુભ ધ્યાન અર્થાત્ ધર્મધ્યાન અને શુકલધ્યાન છે. ધ્યાનયોગમાં આરૂઢ થવાનું છે. અર્થાત્ ક્ષપકશ્રેણીએ ચડવાનું છે. જેઓ ધ્યાનયોગમાં આરૂઢ થાય છે તેઓ મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. મુક્તિયોગ એટલે મુક્તિની અવસ્થા અર્થાત્ મન, વચન અને કાયાના યોગથી રહિત એવી સિદ્ધાવસ્થા.
અહીં સાધનાના અંતિમ લક્ષ્ય સુધીના ચાર મુખ્ય યોગ ક્રમાનુસાર દર્શાવવામાં આવ્યા છે. એ ક્રમનું ઉલ્લંઘન સાધકો કરતા નથી અને કરવા જાય તો લક્ષ્યસ્થાન સુધી પહોંચી શકતા નથી.
इति योगाधिकारः । યોગ અધિકાર સંપૂર્ણ
૩૨૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org