________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : આત્મા પુણ્યરૂપ નથી અને પાપરૂપ પણ નથી. પુણ્યરૂપી કર્મ અને પાપરૂપી કર્મ પુદ્ગલસ્વરૂપ છે. એટલે આત્માને પુદ્ગલ સાથે કોઈ સંબંધ નથી એમ નિશ્ચયનય કહે છે. આથી નિશ્ચયનય પુણ્ય અને પાપ બંનેને હેય, ત્યજવાયોગ્ય ગણે છે અને બંનેને અશુભ કહે છે.
આ બાજુ વ્યવહારનય પુણ્યને શુભ કહે છે અને પાપને અશુભ કહે છે, કારણ કે શુભ કર્મથી પુણ્ય બંધાય છે અને અશુભ કર્મથી પાપ બંધાય છે. વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે : શુમ: પુણ્ય, અશુમ: પાપચ્ચે ! | શુભ યોગ પુણ્યનો આશ્રવ છે અને અશુભ યોગ પાપનો આશ્રવ છે. શુભ અને અશુભના ભેદ સાંસારિક ફળની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે. શુભ કર્મ, સાંસારિક સુખ આપનાર છે. પુણ્યથી મનુષ્યજન્મ, આર્ય દેશ, ઉચ્ચ ગોત્ર, પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, નિરોગી શરીર, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણની રુચિ, મોક્ષપ્રાપ્તિની અભિલાષા, એ માટેનો પુરુષાર્થ, સર્વ પ્રકારની અનુકૂળતા ઇત્યાદિ પ્રાપ્ત થાય છે. તિર્યંચ ગતિ કે નરકગતિનાં દુઃખો અથવા મનુષ્યજન્મમાં પણ ગાઢ મિથ્યાત્વ, નીચ કુળ, વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક યાતનાઓ ઇત્યાદિ પાપના ઉદયે પ્રાપ્ત થાય છે. એટલે સાંસારિક ફલની દષ્ટિએ પુણ્ય અને પાપ વચ્ચેનો ફરક સ્પષ્ટ છે. એક ઇષ્ટ છે, બીજું અનિષ્ટ છે. એટલે વ્યવહારનય એકને શુભ અને બીજાને અશુભ કહે તે સમજી શકાય એવું છે.
પરંતુ સૈદ્ધાત્તિક દૃષ્ટિએ, પરમાર્થની દૃષ્ટિએ વિચારીએ તો જે કર્મો સંસારમાં ભ્રમણ કરાવ્યા કરે તેને શુભ કેમ કહી શકાય ? જે મોક્ષ અપાવે તે શુભ અને જે સંસારમાં રખડાવે તે અશુભ. પુણ્ય અને પાપ બંને સંસારમાં રખડાવનાર છે. માટે તે બંનેને અશુભ જ ગણવાં જોઈએ એમ નિશ્ચયનય કહે છે.
[૭૩૮] ન હાયસી વંથસ્થ તપનીયમયરી |
पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥६१॥ અનુવાદ : લોખંડની બેડી(બંધન)ના અને સોનાની બેડીના પરતંત્રતાના સમાનપણા(અવિશેષ)થી તેમાં ફળનો કંઈ પણ ભેદ નથી.
વિશેષાર્થ : અયસ એટલે લોખંડ, લોઢું. તપનીય એટલે સોનું. જે તપાવીને શુદ્ધ કરેલું હોય તે તપનીય.
પુણ્ય અને પાપ એ બંનેનો શુદ્ધ નિશ્ચયનયથી અહીં વિચાર કરવામાં આવ્યો છે. પુણ્યથી મનુષ્યજન્મ, સારું શરીર, યશકીર્તિ, સર્વ પ્રકારના આહાર-વિહારની અનુકૂળતા, બુદ્ધિશક્તિ, ચક્રવર્તીપણું, દેવગતિ ઇત્યાદિ મળે છે અને પાપથી અનેક પ્રકારનાં શારીરિક, માનસિક દુઃખો, અપકીર્તિ, ગંભીર બીમારી, કારાવાસ, નરકગતિ ઇત્યાદિ સાંપડે છે. પરંતુ જ્યાં સુધી પુણ્યોપાર્જન છે અને એનો ભોગવટો છે અથવા જ્યાં સુધી પાપનો ઉદય છે તથા નવાં નવાં પાપ બંધાતાં જાય છે ત્યાં સુધી ઘાતિ-અઘાતિ કર્મોમાંથી સર્વથા મુક્તિ નથી અને ત્યાં સુધી મોક્ષગતિ નથી. જીવનું સંસારમાં પરિભ્રમણ પુણ્યથી હોય કે પાપથી હોય, પરિભ્રમણ એટલે પરિભ્રમણ. જ્યાં સુધી મોક્ષ નથી ત્યાં સુધી પરિભ્રમણનો અંત આવવાનો નથી. એટલે પુણ્ય અને પાપ બંનેથી વાસ્તવિક રીતે કર્મબંધન છે. આ બંધન સાધારણ હોય
૪૨૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org