________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
વિશે અહીં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ચાર દ્રવ્યપ્રાણો ન હોય તો સંસારી જીવ જીવી ન શકે. વ્યવહારનયની દષ્ટિએ જીવ મૃત્યુ પામે. એના જીવનનો અંત આવે. પરંતુ સિદ્ધાવસ્થામાં આ દ્રવ્યપ્રાણો વગર જીવ જીવે છે અને સદાકાળને માટે જીવે છે. ત્યાં દ્રવ્યપ્રાણો હોતા નથી અને હોઈ શકે પણ નહિ. આમ, જે પ્રાણો વગર સંસારમાં જીવ જીવી શકતો નથી, એ પ્રાણો વગર સિદ્ધગતિના જીવો જીવે છે એ કેવી આશ્ચર્યની વાત છે ! [૭૩૬] ના પુષ્ય ન વા પાપ યજ્યુકૂત્રાત્મા
आद्यवालशरीरस्योपादानत्वेन कल्पिते ॥५९॥ અનુવાદ : આત્મા પુણ્યરૂપ નથી અથવા પાપરૂપ નથી, કારણ કે તે (પુણ્ય-પાપ) પુદ્ગલાત્મક છે. આદિ બાલશરીર(જન્મ)ના ઉપાદાનત્વથી એ કલ્પેલાં છે.
વિશેષાર્થ : નવ તત્ત્વોમાં જીવ (આત્મા) તત્ત્વ અજીવ તત્ત્વથી ભિન્ન છે એમ બતાવ્યા પછી નિશ્ચયનય પ્રમાણે આત્મા પુણ્ય અને પાપ એ બે તત્ત્વોથી પણ ભિન્ન છે એમ હવે બતાવવામાં આવે છે.
આત્મા ચૈતન્યસ્વરૂપ છે. પુણ્ય શુભ પ્રકૃતિરૂપ કર્મ છે અને પાપ અશુભ પ્રકૃતિરૂપ કર્મ છે. વસ્તુતઃ પુણ્ય અને પાપ બંને કર્મસ્વરૂપ છે એટલે તે પુદ્ગલાત્મક છે, જડ છે. એટલે તે આત્માથી ભિન્ન છે.
આપણું શરીર શુભ અને અશુભ કર્મ અનુસાર તેવા પ્રકારનાં પુદ્ગલોથી સતત બનતું રહે છે. જીવ એક શરીરમાંથી જ અન્ય શરીરવાળો થાય છે. પદગલનો સ્વભાવ ચય-અપચય, પૂરણહાનિનો છે. આપણું વર્તમાન શરીર નવા પુદ્ગલોને ગ્રહણ કરે છે અને જૂનાં પુગલોને છોડી દે છે. આ રીતે પૂર્વ શરીરમાંથી ઉત્તર શરીર બને છે. એટલે આપણા ઉત્તર શરીર માટે પૂર્વ શરીર ઉપાદાન કારણ છે. આમ પુદ્ગલની જ ચય-અપચયની ક્રિયાની પરંપરા સતત ચાલતી રહે છે. પરંતુ પુદ્ગલ તો જડ છે. એટલે આત્માથી તે ભિન્ન છે.
વર્તમાન શરીરનાં પુદ્ગલોની ચય-અપચયની ક્રિયાની વાત બરાબર છે. એ રીતે ભૂતકાળનો વિચાર કરી શકીએ. પણ માતાના ઉદરમાં બાળક જે ક્ષણે જન્મ ધારણ કરે છે તે ક્ષણે એને ક્યાં શરીર હોય છે? પૂર્વજન્મનો કોઈ આત્મા જ ત્યાં અવતરે છે. એનું ઉપાદાન કારણ ક્યું ? એનો ઉત્તર એ છે કે ત્યાં પણ પુણ્ય-પાપની વિચારણા કરી શકાય છે. પૂર્વજન્મમાંથી જે જીવ માતાના ઉદરમાં આવે છે તે પોતાના કાર્પણ શરીર સાથે આવે છે. કાશ્મણ વર્ગણાનાં પુગલ પરમાણુઓ ત્યાં હોય જ છે. એ એનું શરીર છે. એ ક્ષણનાં પુદ્ગલ પરમાણુઓ શુભ અને અશુભ પ્રકારનાં, પુણ્ય અને પાપના પ્રકારનાં હોય છે. એ કાર્પણ શરીર પુણ્ય-પાપ અનુસાર નવાં પુદ્ગલોને ગ્રહણ કરવા લાગે છે અને જૂનાં છોડે છે. એટલે આદ્ય બાલશરીરમાં પણ પુણ્ય-પાપ ઘટે છે.
એટલે ત્યાં પણ આત્મા પુણ્ય-પાપથી ભિન્ન છે. [૭૩] પુષ#ર્મ પ્રોપશમ પાપમુચ્યતે |
तत्कथं तु शुभं जन्तून् यत् पातयति जन्मनि ॥६०॥ અનુવાદ : શુભ કર્મને પુણ્ય કહ્યું છે અને અશુભ(કર્મ)ને પાપ કહ્યું છે. તેમાં જીવોને જે જન્મમાં (ભવભ્રમણમાં) પાડે છે તેને પુણ્યને) શુભ કેમ કહેવાય ?
૪૨૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org