________________
અધ્યાત્મસાર
આ વિકારસ્વરૂપ કેવી રીતે છે ?
આત્માના ચાર ભાવપ્રાણો તે જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિ છે. એના વિકારો આ પ્રમાણે છે :
(૧) જ્ઞાનરૂપી ભાવપ્રાણના વિકારરૂપે ઇન્દ્રિયોરૂપી દ્રવ્યપ્રાણ છે, કારણ કે જ્ઞાનગુણને પ્રગટ કરવામાં ઇન્દ્રિયો જ ઉપયોગી થાય છે. ઇન્દ્રિયોના નિમિત્ત દ્વારા જ જ્ઞાનગુણ પ્રવર્તી શકે છે.
(૨) વીર્યરૂપી ભાવપ્રાણના વિકારરૂપે બળરૂપી દ્રવ્યપ્રાણ છે. પુદ્ગલાશ્રિત શરીરમાં જે બળ પ્રગટ થાય છે તે આત્માની વીર્યશક્તિને પ્રવર્તાવવામાં નિમિત્ત બને છે.
(૩) સદાશ્વાસ એટલે નિત્ય ચૈતન્યરૂપ ભાવશ્વાસોચ્છવાસ. એના વિકારરૂપે દ્રવ્ય શ્વાસોચ્છવાસ છે. તે શ્વાસોચ્છવાસ વર્ગણાના પર્યાયરૂપ છે.
(૪) નિત્યસ્થિતિરૂપી ભાવપ્રાણના વિકારરૂપે દ્રવ્ય પ્રાણ આયુષ્ય છે. આયુષ્ય નિત્યસ્થિતિરૂપ નથી. તે કેટલાક કાળ માટે જ સ્થિતિરૂપ છે.
આ ચારે દ્રવ્યપ્રાણો વિકારસ્વરૂપ છે. પરંતુ આત્મા પોતે નિર્વિકાર છે. એટલે આ દ્રવ્યપ્રાણો આત્માના થઈ શકે નહિ. એટલે તે આત્માના નથી. એ જો આત્માથી ભિન્ન હોય તો એના વડે આત્માનું જીવન સંભવી શકે નહિ. [૭૩૪] પતિપ્રતિમૂતામ: શાશ્વત મિતુ શમિ :
जीवत्यात्मा सदेत्येषा शुद्धद्रव्यनयस्थितिः ॥५७॥ અનુવાદ : આત્મા એની (જ્ઞાન, વીર્યાદિની) પ્રકૃતિભૂત શાશ્વતી શક્તિથી સદા જીવે છે. આ પ્રમાણે શુદ્ધ દ્રવ્યનયની સ્થિતિ છે. ' વિશેષાર્થ : દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ વચ્ચે ઘણું મોટું અંતર છે. દ્રવ્યપ્રાણ દેખાય છે, ભાવપ્રાણ દેખાતા નથી. પરંતુ સંસારી કે સિદ્ધ અવસ્થામાં જીવ ભાવપ્રાણ વડે જીવે છે. જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિ એ આત્માની સ્વભાવગત શાશ્વત, ત્રિકાળવર્તી, અવિનાશી શક્તિ છે. આ શક્તિનો ક્યારેય અંત આવવાનો નથી. આ શક્તિ ન હોય તો આત્મભાવ ન હોય. આ પ્રમાણે શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહે છે. તે સંસારમાં જીવની કર્મના ઉદયવાળી અવસ્થાને ન જોતાં તેના વિકારરહિત, વિશુદ્ધ સ્વરૂપમાં રહેલી જ્ઞાનાદિ શક્તિવાળી અવસ્થાને જુએ છે. [૭૩૫] નીવો નીવતિ = પ્રાર્વિના તૈરેવ નીતિ
इदं चित्रं चरित्रं के हन्त पर्यनुयुंजताम् ॥५८॥ અનુવાદ : જીવ જે પ્રાણી વિના જીવતો નથી છતાં તેના વડે જ તે જીવે છે. આ ચિત્ર (આશ્ચર્યકારક) ચરિત્રને ભલા કોણ જાણી શકે?
વિશેષાર્થ : દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણના સંદર્ભમાં જીવની અવસ્થામ કેવી વિચિત્રતા જોવા મળે છે તે
૪૨૦ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org