________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો ઃ આત્મનિશ્ચય અધિકાર
વિશેષાર્થ : વાસ્તવિક રીતે તો જ્યાં ચેતનતત્ત્વ છે, આત્મદ્રવ્ય છે ત્યાં જીવ છે, પરંતુ કોઈ એક અપેક્ષા લઈને તર્કથી (હકીકતમાં તર્નાભાસથી) જીવને પણ અજીવ તરીકે બતાવી શકાય.
જેનામાં પ્રાણ હોય તે જીવ અને જેનામાં પ્રાણ ન હોય તે અજીવ. હવે સંસારી જીવોમાં જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિ એ ચાર શુદ્ધ ભાવપ્રાણ નથી (એટલે કે પૂર્ણપણે પ્રગટ થયા નથી.) એટલે શુદ્ધ ભાવપ્રાણ ન હોવાથી તે જીવ નથી, અજીવ છે.
બીજી બાજુ સિદ્ધગતિના જીવોમાં ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ ચાર દ્રવ્યપ્રાણો નથી. પ્રાણ ન હોય તો તે જીવ નથી. એટલે સિદ્ધગતિના જીવો અજીવ છે.
આમ, સંસારી અને સિદ્ધગતિના જીવોને–બંનેને જુદી જુદી અપેક્ષાએ અજીવ ઠેરવી શકાય. પરંતુ એ માત્ર તર્કની રમત છે. સંસારી કે સિદ્ધગતિના જીવ, જીવ જ છે, અજીવ નથી.
[૭૩૨] ક્રિયાળિ વ« શ્વાસોચ્છાસાવાયુસ્તથા પરમ્ |
द्रव्यप्राणाश्चतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः ॥५५॥ અનુવાદ : ઈન્દ્રિયો, બળ, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય એ ચાર પ્રકારના દ્રવ્યપ્રાણી છે. તેના પર્યાયો પુદ્ગલાશ્રિત છે.
વિશેષાર્થ : દ્રવ્યપ્રાણના ચાર મુખ્ય પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે : (૧) ઇન્દ્રિયો, (૨) બળ, (૩) શ્વાસોચ્છવાસ અને (૪) આયુષ્ય. (પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકાર, મન, વચન અને કાયાનું બળ એમ ત્રણ પ્રકારનું બળ તથા શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એમ પેટાપ્રકારો સાથે દસ પ્રકારના દ્રવ્યપ્રાણ પણ ગણાવવામાં આવે છે.) પ્રાણ એટલે જેના વડે જીવનું અસ્તિત્વ ટકી રહે છે. આ દ્રવ્યપ્રાણ વડે સંસારી જીવ જીવે છે. એ ન હોય તો જીવ મૃત્યુ પામે. પરંતુ આ દ્રવ્યપ્રાણો પુલાશ્રિત છે. તે પુદ્ગલના પર્યાયો છે. તે ઉત્પાદ-વ્યયરૂપ છે. [૭૩૩] મિત્રાસ્તે દોડત્યન્ત તૈનંતિ નીવનમૂા.
ज्ञानवीर्यसदाश्वासनित्यस्थितिविकारिभिः ॥५६॥ અનુવાદ : તે (દ્રવ્યપ્રાણો) આત્માથી અત્યંત ભિન્ન છે. એટલે જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિના વિકારવાળા તે (દ્રવ્યપ્રાણો) વડે (આત્માનું) જીવન હોતું નથી.
વિશેષાર્થ : ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ ચારે દ્રવ્યપ્રાણો પુદ્ગલાશ્રિત હોવાથી આત્માથી અત્યંત ભિન્ન છે. એનાથી આત્માનું જીવન નથી.
વ્યવહારનયથી જોતાં શરીર અને આત્મા એક ક્ષેત્રે રહેલા હોવાથી તેમની વચ્ચે કથંચિત્ અભેદ છે. તેવી રીતે દ્રવ્યપ્રાણો પુગલના પરિણામરૂપ હોવા છતાં એક ક્ષેત્રે રહેલા હોવાથી આત્મા અને દ્રવ્યપ્રાણો વચ્ચે કથંચિત્ અભેદ રહેલો છે એમ વ્યવહારનય કહે છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે તો દ્રવ્યપ્રાણો આત્માથી ભિન્ન છે. વસ્તુતઃ આ દ્રવ્યપ્રાણો આત્માના ભાવપ્રાણોના વિકારસ્વરૂપ છે.
૪૧૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org