________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સમય અથવા કાળની મીમાંસા જૈન દર્શનમાં અનોખી છે. નિશ્ચયનયની દૃષ્ટિએ, તત્ત્વ સિદ્ધાન્તની દૃષ્ટિએ જૈન દર્શન માને છે કે કાળ જેવું કોઈ દ્રવ્ય નથી. પરંતુ વ્યવહારમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, , દિવસ, રાત્રિ, બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા ઇત્યાદિને કારણે આપણને કાળનો આભાસ થાય છે. એટલે જીવ-અજીવ દ્રવ્યમાં જે પરિવર્તન થાય છે, વર્તન થાય છે તેને કાળદ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. કાળ અને જીવ એ બંને દ્રવ્ય ભિન્નભિન્ન છે, કારણ કે બંનેના ગુણ ભિન્નભિન્ન છે. [૭૩] આત્મનિસ્તનીવેખ્યો વિમન્નત્યં વ્યવસ્થિતY.
____ व्यक्तिभेदनयादेशादजीवत्वमपीष्यते ॥५३॥ અનુવાદ : એટલે આત્માનું અજીવ દ્રવ્યોથી ભિન્નત્વ વ્યવસ્થિત છે. વ્યક્તિનો ભેદ કરનાર નય(વ્યવહારનય)ના આદેશથી (આત્માનું) અજીવત્વ પણ સિદ્ધ થઈ શકે છે.
વિશેષાર્થ : આગળના શ્લોકોમાં બતાવ્યું છે તે પ્રમાણે પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્યો અજીવ છે અને તે આત્માથી એટલે કે જીવ દ્રવ્યથી ભિન્ન છે. આ ભિન્નત્વ નિશ્ચયનયથી છે અને તે ભિન્નત્વ જ વ્યવસ્થિત છે. એટલે આત્મામાં જીવત્વ છે, અજીવત નથી.
પરંતુ કોઈ એક નયની અપેક્ષાએ આત્મામાં જેમ જીવત્વ છે તેમ અજીવત્વ છે એમ તર્કથી સિદ્ધ કરી આપવું હોય તો કરી શકાય છે. એ માટે અહીં વ્યક્તિભેદનયનું ઉદાહરણ આપવામાં આવે છે. ભેદ એટલે જુદાં પાડવું. વ્યક્તિભેદનય એટલે પદાર્થનું વ્યક્તિની અપેક્ષાએ વર્ગીકરણ કરવું અને પછી તેને પરસ્પર ઘટાવવાં. આ એક પ્રકારનો વ્યવહારનય છે.
નિશ્ચયનય પ્રમાણે સર્વ જીવો જીવત્વની દૃષ્ટિએ, આત્માની સત્તાની દષ્ટિએ સરખા છે. દરેક જીવમાં સિદ્ધત્વ રહેલું છે. એટલે બધા જ જીવો એ અપેક્ષાએ સરખા છે.
ભેદો પાડનારો વ્યવહારનય જીવોના ભેદો પાડે છે અને કહે છે કે જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ, (અથવા ઉદાહરણ તરીકે જીવો પાંચ પ્રકારના છે : એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના)
હવે સંસારી જીવો અને સિદ્ધગતિના જીવોને સામસામે રાખીને વ્યક્તિભેદનય દલીલ કરતાં કહે છે કે જ્યાં પ્રાણ હોય ત્યાં જીવ અને એ રીતે જ્યાં પ્રાણ ન હોય તે અજીવ. દ્રવ્યપ્રાણ સંસારી જીવમાં છે, સિદ્ધગતિના જીવમાં નથી, માટે સિદ્ધગતિના જીવો અજીવ કહેવાય. બીજી બાજુ સિદ્ધગતિના જીવોની અપેક્ષાએ જ્યાં ભાવપ્રાણ પૂર્ણપણે પ્રગટ હોય તે જીવ અને ન હોય તે અજીવ. એટલે એ રીતે સંસારી જીવમાં ભાવપ્રાણ પૂર્ણપણે પ્રગટ ન થયા હોવાથી તે અજીવ ગણાશે.
આ વિશે હવે પછીના શ્લોકમાં ખુલાસો કરવામાં આવ્યો છે. | [૭૩૧] મનવા નિ: શુલ્કમાવIUવ્યિવેક્ષા |
सिद्धाश्च निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥५४॥ અનુવાદ : શુદ્ધ ભાવપ્રાણની અપેક્ષાએ જન્મધારી (જન્મિન-સંસારી જીવો) અજીવ છે અને દ્રવ્યપ્રાણની અપેક્ષાએ નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધો અજીવ છે.
૪૧૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org