________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૭૨૬] ધર્મસ્ય નૈતિહેતુત્વ ગુળો જ્ઞાન તથાત્મનઃ । धर्मास्तिकायात्तद्भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥४९॥
અનુવાદ : ધર્માસ્તિકાયનો ગુણ ગતિહેતુત્વ (ગતિસહાયકત્વ) છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ ધર્માસ્તિકાયથી આત્મદ્રવ્યને ભિન્ન કહ્યું છે.
વિશેષાર્થ : આત્માનો પુદ્ગલ દ્રવ્ય સાથેના અભેદનો જેવો ભ્રમ થાય છે તેવો ધર્માસ્તિકાય સાથે થતો નથી. ધર્માસ્તિકાયનો ગુણ ગતિ કરાવવાનો છે; તે ગતિસહાયક છે. આત્માનો ગુણ જ્ઞાન છે. આમ બંનેના ગુણ ભિન્નભિન્ન હોવાથી બંને દ્રવ્યો જુદાં જુદાં છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. વ્યવહારનયથી જોતાં જીવને ગતિ કરવા માટે ધર્માસ્તિકાયની જરૂર રહે છે. એટલે આત્માને ગતિ સાથે એટલે કે ધર્માસ્તિકાય સાથે સંબંધ છે, પરંતુ તે બંને વચ્ચે અભેદ નથી.
[૭૨૭] અધર્મે સ્થિતિòતુત્વ ગુણો જ્ઞાનનુળોડ્યુમાન્
ततोऽधर्मास्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥५०॥
અનુવાદ : અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિહેતુત્વ (સ્થિતિસહાયકત્વ) છે. આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને અધર્માસ્તિકાયથી ભિન્ન કહ્યું છે.
વિશેષાર્થ : અસુમાન્ એટલે પ્રાણી, જીવ અથવા આત્મા. એનો ગુણ તે જ્ઞાનગુણ છે. અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિહેતુત્વ છે. પદાર્થને સ્થિર કરવામાં તે સહાયક છે. વ્યવહારનયથી જોતાં જીવને સ્થિતિ કરવામાં અધર્માસ્તિકાયની જરૂર રહે છે. એટલે આત્માને અધર્માસ્તિકાય સાથે સંબંધ છે. તેમ છતાં એ બંને દ્રવ્યો વચ્ચે અભેદ નથી. બંને દ્રવ્યો સ્વતંત્ર અને ભિન્ન છે.
[૭૨૮] પ્રવાહો ખુળો વ્યોનો જ્ઞાનં સ્વત્વાત્મનો મુળ: ।
व्योमास्तिकायात्तद्भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥५१॥
અનુવાદ : આકાશાસ્તિકાયનો ગુણ અવગાહ (અવગાહના) છે, પરંતુ આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને આકાશાસ્તિકાયથી ભિન્ન કહ્યું છે.
વિશેષાર્થ : વ્યોમ એટલે કે આકાશનો ગુણ અવગાહ અથવા અવગાહના છે અર્થાત્ આકાશનો ગુણ અવકાશ આપવાનો છે. ચૌદ રાજલોકમાં જીવ અને પુદ્ગલ આકાશના આધારે રહેલાં છે. જીવોની અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિને અવકાશ આપનાર દ્રવ્ય તે પણ આકાશ દ્રવ્ય છે. આમ છતાં આત્મદ્રવ્ય અને આકાશાસ્તિકાય એ બંને ભિન્નભિન્ન દ્રવ્ય છે, કારણ કે બન્નેના ગુણ ભિન્નભિન્ન છે.
[૭૨૯] માત્મા જ્ઞાનમુળઃ સિદ્ધઃ સમયો વર્તનામુળ: ।
तद्भिन्नं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिनाः ॥५२॥
અનુવાદ : આત્માનો જ્ઞાન ગુણ સિદ્ધ છે. સમય(કાળ)નો ગુણ વર્તના છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને કાળદ્રવ્યથી ભિન્ન કહ્યું છે.
Jain Education International2010_05
૪૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org