________________
અધ્યાત્મસાર
પ્રદેશે પુદ્ગલ પરમાણુઓ રહેલા છે. તેજસ્ અને કાશ્મણ શરીરના પુદ્ગલ પરમાણુઓ નજરે ન દેખાય એવા સૂક્ષ્મ છે. દ્રવ્ય મનથી આત્મા જ્યારે વિચાર કરે છે ત્યારે મનોવર્ગણાના પુગલ પરમાણુઓ જીવમાં અનુકૂળ અધ્યવસાયો ઉત્પન્ન કરે છે. જીવ જ્યારે વાણી દ્વારા વચન બોલે છે ત્યારે ભાષાવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ સક્રિય બને છે. જીવ કાયાની ક્રિયાઓ કરે છે ત્યારે શ્વાસોચ્છવાસ તથા અન્ય અનુરૂપ પુદ્ગલ પરમાણુઓ સક્રિય બની આત્મામાં તેવા અધ્યવસાયો ઉત્પન્ન કરે છે. આ બધા પ્રકારના પરમાણુઓ આત્માની અત્યંત નજીક રહેલા છે. પ્રદેશ પ્રદેશે તે વળગેલા છે. આમ છતાં આ પુદ્ગલ પરમાણુઓ અજીવ દ્રવ્ય છે. એટલે આત્મા-જીવ દ્રવ્ય સાથે એની અભિન્નતા નથી. આ પરમાણુઓ તાણાવાણાની જેમ ગૂંથાયેલા, ચોટેલા હોવા છતાં આત્મતત્ત્વ સાથે તે એકરૂપ કે અભેદરૂપ નથી. તે 1 તદ્દન ભિન્ન છે. - તદુપરાંત જીવના દેહની સાથે સંબંધ ધરાવનારાં, પણ દેહથી છૂટાં રહેલાં એવાં ધન, ઘર વગેરે પણ આત્માથી ભિન્ન છે. આ પદાર્થો સાથે જીવને એક ક્ષેત્રાવગાહ નથી. એટલે એ પદાર્થોની સાથેની ભિન્નતા તો નજરે દેખાય એવી અત્યંત સ્પષ્ટ છે. એટલે તેની સાથે વ્યવહારનય અનુસાર સંબંધ હોવા છતાં તે આત્માનાં નથી. ૭િ૨૫ પુદ્ગલ્લાનાં કુળો મૂર્તિાત્મ જ્ઞાનr: પુના
पुद्गलेभ्यस्ततो भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥४८॥ અનુવાદ : પુદ્ગલોનો ગુણ મૂર્તતા છે, ત્યારે આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને પુદ્ગલોથી ભિન્ન કહ્યું છે. ' વિશેષાર્થ : જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય ભિન્ન છે. જીવ દ્રવ્ય ત્રણ કાળમાં ક્યારેય અજીવ દ્રવ્ય ન થાય અને અજીવ દ્રવ્ય જીવ ન થાય. અજીવ દ્રવ્ય પાંચ પ્રકારનાં છે : (૧) પુદ્ગલાસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) કાળ. દરેક દ્રવ્યનો પોતાનો એક આગવો ગુણ છે જે એનું સ્વતંત્ર અસ્તિત્વ દર્શાવે છે. જીવ દ્રવ્યની એના જ્ઞાન ગુણની દૃષ્ટિએ અન્ય દ્રવ્ય સાથે સરખામણી કરીને અહીં બતાવવામાં આવ્યું છે કે જીવ દ્રવ્ય એ જીવ દ્રવ્ય જ છે.
હવે પછીના એક એક શ્લોકમાં તે તે દ્રવ્યના ગુણોની સાથે સરખામણી કરવામાં આવી છે.
પ્રથમ પુદ્ગલ દ્રવ્યનો વિચાર કરીએ. મૂર્તિ, મૂર્તતા અથવા આકાર એ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે. આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મારૂપી દ્રવ્યને પુદ્ગલથી ભિન્ન કહ્યું છે. મૂર્તતા અથવા આકાર ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે, પરંતુ જ્ઞાનગુણસ્વરૂપ એવો આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બનતો નથી. દરેક આત્મા પોતાના જ્ઞાનગુણનું વેદન કરી શકે છે, પણ તે ઇન્દ્રિય દ્વારા બીજા આત્માના જ્ઞાનગુણને ગ્રહણ કરી શકતો નથી. દેહધારી જીવમાં પુગલ અને આત્મદ્રવ્ય એક ક્ષેત્રે અણુએ અણુની જેમ અવગાહીને રહેલાં હોવાથી એકત્વબુદ્ધિ થાય છે, પણ વસ્તુતઃ તે ભ્રમ છે, કારણ કે પુદ્ગલ દ્રવ્ય પોતાનો ધર્મ છોડીને આત્મદ્રવ્ય થતું નથી, તેમ આત્મદ્રવ્ય પણ પુદ્ગલદ્રવ્ય થતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં પુદ્ગલ દ્રવ્ય અને આત્મદ્રવ્યની ભિન્નતા સમજાશે. એ સમજણ ઊગ્યા પછી એનું ભાવન કરવાની આવશ્યકતા રહે છે.
૪૧૬
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org