________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
આત્મા અમૂર્ત, અરૂપી છે. આત્મામાં સુખદુઃખરૂપ સંવેદન અર્થાત્ વેદનાનો જે અનુભવ થાય છે તેમાં મૂર્તિત્વ નથી.
દેહધારી જીવો જે વેદના અનુભવે છે તે પ્રક્રિયાને ચેતનાની દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે ? (૧) જીવની જ્ઞાનચેતના, (૨) જીવની કર્મચેતના, (૩) જીવની કર્મફલચેતના.
જીવની જ્ઞાનચેતના તે બોધરૂપ છે. જીવને વિષયાદિ સ્વરૂપનું જ્ઞાન શુદ્ધ ચિપ સ્વશક્તિથી થતી પરિણતિ છે.
દ્વિષ્ટતા એટલે દ્વેષીપણું અને રક્તતા એટલે રાગીપણું જીવની રાગદ્વેષરૂપી પરિણતિ એ અશુદ્ધ શક્તિથી ઉદ્ભવતી પરિણતિ છે. એ શુભાશુભ ભાવકર્મરૂપ છે અને દ્રવ્ય કર્મ એમાં નિમિત્ત હોય છે.
કર્મના ફળસ્વરૂપે જીવોને સુખદુઃખનો જે અનુભવ થાય છે તે કર્મફળચેતના છે. એ વેદના અશુદ્ધ શક્તિની પરિણતિરૂપ છે. આમ વેદના એ પણ આત્માની ચેતના જ છે. એટલે વેદનાના ઉદ્ભવથી આત્મામાં મૂર્તત્વ માનવાની કોઈ જરૂર નથી. [૭૨૩ નાત્મા તસ્માતમૂર્તત્વે ચૈતન્ય રાતિવર્તતે !
___ अतो देहेन नैकत्वं तस्य मूर्तेन कर्हिचित् ॥४६॥ અનુવાદઃ એટલે આત્મા અમૂર્તત્વને અને ચૈતન્યને ઉલ્લંઘી જતો નથી. તેથી તેની (આત્માની) મૂર્ત દેહની સાથે ક્યારેય એકતા નથી. ' વિશેષાર્થ : આગળના શ્લોકોના ઉપસંહારરૂપે અહીં નિશ્ચયનયથી કહેવામાં આવ્યું છે કે આત્મા અમૂર્તત્વનું અને ચૈતન્યનું અતિવર્તન કરતો નથી, અર્થાત એનું ઉલ્લંઘન કરતો નથી. મતલબ કે આત્માનું અમૂર્તત્વ અને ચૈતન્ય અખંડિત રહે છે. આત્મા અને દેહ એક ક્ષેત્રે અવગાહીને રહેલા છે અને દેહમાં મૂર્તત્વ છે તથા તે પુદ્ગલસ્વરૂપ હોવાથી તેમાં અજીવત્વ છે. છતાં દેહને લીધે આત્મા મૂર્ત બનતો નથી કે પુગલના અજીવત્વને કારણે આત્મા ચૈતન્યરહિત એટલે કે જડ બનતો નથી, કારણ કે આત્મા અને પુદ્ગલના સ્વભાવ જુદા જુદા છે. આમ, નિશ્ચયનય પ્રમાણે આત્માનું દેહ સાથે એકત્વ નથી. [૭૨૪] સન્નિષ્ઠાનનોવાળી રિપિ પુસ્નાત્ |
विप्रकृष्टाद्धनादेश्च भाव्यैवं भिन्नताऽत्मनः ॥४७॥ અનુવાદ : આ રીતે મન, વાણી અને કર્મ વગેરે નિકટનાં પુદ્ગલોથી તથા ધન વગેરે દૂરનાં પુદ્ગલોથી આત્માની ભિન્નતા વિચારવી.
વિશેષાર્થ : સંનિકર્ષ એટલે પાસે અને વિપ્રકર્ષ એટલે દૂર. નિશ્ચયનયથી બતાવ્યું કે આત્મા અને દેહ એકબીજાથી ભિન્ન છે. હવે દેહથી સંબંધિત એવાં અત્યંત નિકટનાં પુગલોથી અને દેહથી સંબંધિત એવા દૂરના પદાર્થોથી પણ આત્મા ભિન્ન છે એમ અહીં બતાવવામાં આવ્યું છે.
દેહ અને આત્મા એક ક્ષેત્રાવગાહે રહેલા છે. સંસારી જીવના આઠ ઋચક પ્રદેશ સિવાય પ્રદેશ
૪૧૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org