________________
અધ્યાત્મસાર
ઇન્દ્રિયોના અવલંબન દ્વારા ઘટ-પટાદિના જ્ઞાનને પોતે પરિણમન પમાડે છે એટલે કે આત્મા પોતાની મેળે જ ઇષ્ટનિષ્ટના પરિણમનવાળો થાય છે. તેવી રીતે ઈષ્ટ કે અનિષ્ટ, અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોના સ્પર્શ દ્વારા સુખદુઃખાદિ અનુભવરૂપ વેદનાને પણ તે સ્વયં પરિણમન પમાડે છે.
પરંતુ સુખદુઃખાદિરૂપ વેદનાના પરિણમનને કારણે આત્મામાં મૂર્તતા માનવાની આવશ્યકતા રહેતી નથી. આ નિશ્ચયનયનું કથન છે. [૭૨૧] વિપાલાનં પ્રાધ્યાપ વેના પરિણામ
मूर्ती निमित्तमात्रं नो घटे दंडवदन्वयि ॥४४॥ અનુવાદ : આ (આત્મા) વિપાક-કાળને પ્રાપ્ત કરીને વેદનાના પરિણામને ભજનારો (ભોગવનારો) થાય છે. એટલે મૂર્તતા તેનું નિમિત્ત માત્ર છે. ઘટને વિશે દંડ જેમ અન્વયી (જોડનાર, અંગરૂપ) નથી તેમ. (મૂર્તત્વ આત્મામાં અન્વયી નથી.)
વિશેષાર્થ : આત્મા અમૂર્ત છે, પરંતુ દેહ અને આત્મા એક ક્ષેત્રે રહેલા હોવાને કારણે ભ્રમ થાય છે કે આત્મા મૂર્તિ છે, આકારવાળો છે.
વ્યવહારનય એમ કહે છે કે આત્મામાં સત્તામાં રહેલાં કર્મો વિપાકકાળ પ્રાપ્ત થતાં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આત્મા સુખદુઃખની વેદના અનુભવે છે. પુદ્ગલ-સ્વરૂપ કર્મ મૂર્ત છે અને એને ભોગવનાર આત્મા છે. એટલે આત્મામાં મૂર્તિત્વ છે એમ સ્વીકારવું પડશે. એના ઉત્તરમાં નિશ્ચયનય કહે છે કે એમાં શુભાશુભ કર્મ તો નિમિત્ત માત્ર છે. પરંતુ તેથી તે કર્મો આત્મા સાથે એકરૂપ થયાં છે એમ ન કહી શકાય. કર્મની આત્મા સાથે સંનિધિ છે, પણ આત્મા અને કર્મ એકરૂપ બની ગયાં નથી. કર્મના વિપાકના પરિણામે આત્મા વેદનાના પરિણામવાળો થાય છે, પરંતુ એ મૂર્તતા તો નિમિત્ત માત્ર છે.
અહીં ઘડાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઘડામાં માટી ઉપાદાન કારણ છે અને દંડ, ચક્ર વગેરે નિમિત્ત માત્ર છે. દંડ અને ચક્ર ઘડા સાથે અંગરૂપ કે એકરૂપ થઈ ગયાં નથી.
નિશ્ચયનય કહે છે કે ઉપાદાન એવો આત્મા મૂર્ત કર્મના નિમિત્તે વિપાકકાળે વેદનાના પરિણામવાળો થાય છે, પરંતુ એથી આત્મામાં મૂર્તિત્વ સિદ્ધ થતું નથી. આગળના શ્લોકમાં બતાવ્યું છે તે પ્રમાણે વેદના તો આત્માની અશુદ્ધ શક્તિને કારણે જ ઉદ્ભવે છે. [૭૨૨] જ્ઞાનાર્થી રેતના વોથઃ વોડ્યા gિવતા
जन्तोः कर्मफलाख्या सा वेदना व्यपदिश्यते ॥४५॥ અનુવાદ : જીવનો આત્માનો) બોધ એ જ્ઞાન નામની ચેતના કહેવાય છે. વેષીપણું અને રાગીપણું એ કર્મચેતના કહેવાય છે. વેદના તે કર્મફલાત્મક ચેતના કહેવાય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં વેદના વિશે જે કહ્યું છે તે વિશે જ અહીં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.
૪૧૪ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org