________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
નિહાળે છે. શરીર અને આત્મા એક ક્ષેત્રમાં રહેલાં હોવાથી સામાન્ય માણસોને આવો ભ્રમ થાય છે. પદાર્થને અથવા આત્મતત્ત્વના સ્વરૂપને સમજવાની વિવેકબુદ્ધિ તેમનામાં હોતી નથી. લોકોનો આવો ભ્રમ જોઈને જ્ઞાની મહાત્માઓને આશ્ચર્ય થાય છે. બીજી બાજુ તેઓ જ્યારે મૂર્તતામાં અમૂર્તતાની આશ્ચર્યયુક્ત વાત કરે છે ત્યારે એમનાં વચનથી અજ્ઞાની લોકોને નવાઈ લાગે છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો આ ફરક સંસારમાં હમેશાં રહેવાનો. [૭૧] વેfપ ન મૂર્તસ્થંનિમિત્તા કુટમાત્મનઃ |
पुद्गलानां तदापत्तेः किंत्वशुद्धस्वशक्तिजा ॥४२॥ અનુવાદ : સ્પષ્ટ છે કે વેદના પણ આત્માના મૂર્તિત્વના નિમિત્તથી નથી. જો એમ હોય તો પુદ્ગલોને તે (વેદના) પ્રાપ્ત થાય એવી આપત્તિ આવશે પરંતુ તે (વેદના) પોતાની (આત્માની) અશુદ્ધ શક્તિથી જ ઉદ્દભવે છે. ' વિશેષાર્થ : વ્યવહારનય કહે છે કે જીવ સુખદુઃખરૂપી જે વેદન અથવા વેદના (વેદના શબ્દ અહીં કષ્ટ કે પીડાના જ અર્થમાં નથી વપરાયો પણ સંવેદનના અર્થમાં વપરાયો છે.) અનુભવે છે તે આત્મામાં મૂર્તત્વ હોય તો જ અનુભવી શકે. માટે આત્માને મૂર્ત તરીકે સ્વીકારવો પડશે.
પરંતુ નિશ્ચયનય કહે છે કે જો જયાં મૂર્તત્વ હોય ત્યાં વેદના હોય તો પછી પુગલોને પણ વેદનાનો અનુભવ થવો જોઈએ એવી આપત્તિ આવશે, કારણ કે પુદ્ગલો મૂર્ત, રૂપી, સાકાર છે. પણ આપણે જાણીએ છીએ કે પુદ્ગલોને એટલે કે ખુરશી, ટેબલ, વસ્ત્ર, અલંકાર વગેરે મૂર્ત જડ વસ્તુઓને સુખદુ:ખનો અનુભવ થતો નથી. - તો પછી જીવને સુખદુ:ખનો અનુભવ થાય છે તે કઈ રીતે ? એનો ઉત્તર એ છે કે વેદનાનો એ અનુભવ આત્માની અશુદ્ધ શક્તિમાંથી ઉદ્ભવેલો છે. આત્માની શુદ્ધ શક્તિ અને અશુદ્ધ શક્તિ એવા બે ભેદ કરવામાં આવે છે. કર્મોના સંયોગને કારણે આત્માની મલિન થયેલી ચેતના તે અશુદ્ધ શક્તિ. કોઈપણ પ્રકારના કર્મ વગરની આત્માની પોતાની શક્તિ તે શુદ્ધ શક્તિ. સિદ્ધ ગતિના જીવોને આવી શુદ્ધ શક્તિ હોય છે. તેઓ પોતાના સ્વભાવના પરિણમનથી, વિશુદ્ધ જ્ઞાનચેતનાથી ય પદાર્થોને જ્ઞાનના વિષય બનાવે છે. એ માટે તેઓને શેય પદાર્થોનું અવલંબન હોતું નથી. સંસારમાં રહેલા જીવોની ચેતના અશુદ્ધ હોવાથી, તથા શરીર અને કર્મોથી તે પૃથફ હોવા છતાં, પરપદાર્થોનું અવલંબન કરીને, રાગાદિ પરિણતિ કે વેદના અનુભવે છે. એટલે વેદના અશુદ્ધ સ્વશક્તિમાંથી ઉદ્ભવેલી છે. [૭૨] અક્ષર યથા જ્ઞાનં સ્વયં પરિત્યયમ્
तथेष्टानिष्टविषयस्पर्शद्वारेण वेदनाम् ॥४३॥ અનુવાદ : જેમ આ (આત્મા) ઇન્દ્રિયો (અક્ષ) દ્વારા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે, તેમ ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શ દ્વારા વેદનાને પરિણમે (અનુભવે) છે.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ કહેવામાં આવ્યું છે. છદ્મસ્થ સંસારી જીવ શ્રવણાદિ
૪૧૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org